આજના સમયમાં હાડકાને લગતી સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જવાના કારણે હાડકા નબળા પડતા હોય છે. જેના કારણે સાંઘાના દુખાવા, ઢીંચણના દુખાવા, કમરના દુખાવા જેવા અનેક દુખાવા થવાની શક્યતા વઘી જાય છે.
આ બઘી સમસ્યા વઘતી ઉંમરે થતી સમસ્યા છે. પરંતુ આપણી ભાગદોડ ભરી વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણી હોવાના કારણે હાલના સમયમાં હાડકાને લગતી સમસ્યા નાની ઉંમરે સૌથી વધુ જોવા મળતી હોય છે.
નાની ઉંમરે થતી હાડકાને લગતી સમસ્યા ને દૂર કરવી ખુબ જ જરૂરી બની જાય છે જેથી વધતી ઉંમરે આ સમસ્યાથી પરેશાન ના રહેવું પડે. કેલ્શિયમ આપણે આહારમાંથી સરળતાથી મળી આવે છે. આ માટે આપણે કેલ્શિયમથી ભરપૂર હોય તેવો આહાર લેવો જોઈએ. જેથી કેલ્શિયમની ઉણપ દૂર થઈ જાય છે.
આપણા શરીરને કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન, મિનરલ્સ, પોટેશિયમ, ફાયબર જેવા પોષક તત્વો પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આ માટે આપણે આહારમાં કઈ વસ્તુનો સમાવેશ કરવો જોઈએ તેન વિષે જણાવીશું.
પલાળેલા દેશી ચણા: પલાળેલા ચણા માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. માટે રોજે એક વાટકી પલાળેલા ચણા ઉ સેવન દરરોજ સવારે કરવું જોઈએ. જેથી શરીરમાં કેલ્શિયમની કમી પૂર્ણ થાય છે. સાથે તેનું સેવન કરવાથી શરીર મજબૂત અને સ્ટ્રોંગ બને છે. તેની નિયમિત સેવન હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
ઘરે બનાવેલ દહીંનું સેવન: હાલમાં ચાલી રહેલ ઉનાળાની ગરમીમાં દહીંનું સેવન સૌથી સારું માનવામાં આવે છે. દહીંમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત મળી આવે છે. માટે દહીંને રોજે બપોરના આહાર સાથે સમાવેશ કરવો જોઈએ. જેથી આપણા હાડકાઓને જરૂરી કેલ્શિયમ મળી રહે. આ ઉપરાંત દહીંનું સેવન શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે.
લીબુંનું સેવન: દિવસમાં એક લીંબુનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-સી ની ઉણપને દૂર કરે છે. માટે રોજે એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નો રસ મિક્સ કરીને પી જવાનું છે. જે આપણા હાડકાને કેલ્શિયમ પૂરું પાડશે. લીંબુ પાણી શરીરને અનેક રોગો સામે બચાવી રાખવામાં મેડ કરશે. સાથે ઉનાળામાં લીંબુ પાણીનું સેવન શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.
દૂઘ અને બદામનું સેવન: દૂઘ એક પૌષ્ટિક આહાર છે. જેમાં બદામ મિક્સ કરીને પીવામાં આવે તો શરીર મજબૂત રહે છે. દૂધ અને બદામ માં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. માટે રોજે એક ગ્લાસ દૂધમાં ત્રણ થી ચાર બદામના ટુકડા કરી મિક્સ કરીને પી જવાનું છે. જેથી હાડકા અને સ્નાયુઓ મજબૂત થાય છે. જેથિસ સાંઘાના દુખાવા, કમરના દુખાવામાં રાહત મળે છે. બદામ વાળું દૂધ પીવાથી યાદશક્તિમાં વઘારો થાય છે. આ સિવાય અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.
આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂર્ણ કરવા માટે રોજે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં કેલ્શિયમ ઉપરાંત બીજા બઘા પોષક તત્વો પણ મળી રહેશે. માટે સીઝનમાં આવતા દરેક શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ.
શરીરમાં રહેલ કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરવા માટે ઉપર જણાવેલ વસ્તુને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી નાની ઉંમરમાં થતા સાંઘાના દુખાવા, હાથ પગના દુખાવા દૂર થશે. આ વસ્તુનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ નહીં થાય અને વઘતી ઉંમરે હાડકા મજબૂત રહેશે.