અત્યારના સમયે આપણી જીવનશૈલી અને ખાવાની આદતો એવી થઈ ગઈ છે કે નાની ઉંમરમાં જ ગંભીર રોગો થવા લાગે છે જે આપણને વૃદ્ધાવસ્થામાં પરેશાન કરે છે. આવીજ એક સમસ્યા છે હાડકા અને સાંધાના દુખાવાની જે દિવસે ને દિવસે વધતી જાય છે.
હાડકા અને સાંધાના દુખાવાની સમસ્યા ઉંમર વધવાની સાથે સાથે વધુ પરેશાન કરે છે. હાડકાં અને સાંધામાં દુખાવો થવાનું સૌથી મોટું કારણ ખોરાકમાં કેલ્શિયમ, વિટામિન-ડી અને એસ્ટ્રોજનની ઉણપ છે.
ખરાબ આહાર, આલ્કોહોલનું સેવન અને વધુ પડતું ધૂમ્રપાન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે, જેનાથી હાડકાં નબળા પડી જાય છે. નબળા હાડકાં ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધારે છે. જો તમે પણ અવારનવાર હાડકાના દુખાવાથી પરેશાન છો, તો આહારમાં કેલ્શિયમયુક્ત ખોરાકનું સેવન કરો. કેટલાક કેલ્શિયમથી ભરપૂર ખોરાક છે જે હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.
આહારમાં ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરો: જો તમારે હાડકાંને મજબૂત બનાવવું હોય તો ડાયટમાં કાજુ, બદામ, અખરોટ અને કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સ ખાઓ. આ ડ્રાયફ્રૂટ્સમાં કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. દરરોજ મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ્સનું સેવન કરવાથી તમે હાડકાંની સાથે સ્વસ્થ પણ રહી શકો છો.
કેળા ખાઓ: કેળા એક એવું સુપરફૂડ છે જે હાડકાંને મજબૂત બનાવે છે અને શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી કરે છે. કેળામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. જો તમે હાડકાંને મજબૂત બનાવવા ઈચ્છો છો તો દરરોજ એક કેળું ચોક્કસ ખાઓ.
પાલકનું સેવન કરો: હાડકાંને મજબૂત બનાવવા માટે લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલકનું સેવન ખૂબ જ ઉપયોગી છે. પાલકમાં કેલ્શિયમ, ફાઈબર, વિટામિન એ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત અને સ્વસ્થ બનાવે છે.
દૂધ અને દહીંનું સેવન કરો: હાડકાંને મજબૂત બનાવવા માટે તમારે આહારમાં દૂધ અને દહીંનું સેવન કરવું જોઈએ. દૂધ અને દહીંનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે અને હાડકાંનો દુખાવો દૂર થાય છે.
જો તમે પણ હાડકાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો અહીંયા જણાવેલ આહાર જરૂરથી ખાઓ. તમને ચોક્કસ ફાયદો જોવા મળશે.