દૂધ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી. કારણ કે કેલ્શિયમ અને પ્રોટીન ઉપરાંત તેમાં પોટેશિયમ, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ માટે દૂધને સુપર ફૂડ કહેવામાં આવે છે. દૂધનું નિયમિત સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-ડીની ઉણપ પૂરી થાય છે.
તમને જણાવીએ કે કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડવા લાગે છે. ખાસ કરીને બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં દૂધ મહત્વનો ભાગ ભજવે છે. જો કે, કેટલાક લોકોને દૂધ ગમતું નથી. જો તમને પણ દૂધ પીવું પસંદ નથી,
તો કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે કેટલીક વસ્તુઓનું સેવન કરી શકો છો. જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તો આવો જાણીએ આ વસ્તુઓ વિષે.
દાડમનો રસ પીવો: દાડમમાં વિટામિન-એ, સી, ઇ, પ્રોટીન, કેલ્શિયમ, થિયામીન, રિબોફ્લેવિન, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર મળી આવે છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે રોજ દાડમનો રસ પીવો.
એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બજારમાં મળતા જ્યુસનું સેવન બિલકુલ ન કરો. ઘરે જ જ્યુસ તૈયાર કરો અને તેનું સેવન કરો. આ સિવાય નારંગી, લીલા શાકભાજી અને બદામનો પણ આહારમાં સમાવેશ કરી શકાય છે.
બ્રોકલી: 100 ગ્રામ બ્રોકલીમાં લગભગ 50 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. બે કપ બ્રોકલીમાં એક ગ્લાસ દૂધના સમાન કેલ્શિયમ હોય છે પરંતુ એક શ્રેષ્ઠ શોષણ દરની સાથે એટલે કે દૂધમાંથી મળતા કેલ્શિયમની સરખામણીમાં બ્રોકલીમાંથી મળતું કેલ્શિયમ વધુ સરળતાથી શરીરમાં શોષી શકાય છે.
ચણા: 100 ગ્રામ ચણામાં લગભગ 105 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ચણા શાકાહારી પ્રોટીનના સૌથી સારો સ્ત્રોતછે અને આયર્ન, કૉપર, ફૉલેટ, અને ફૉસ્ફરસથી પણ ભરપૂત હોય છે, જે તેને એક પરિપૂર્ણ શાકાહારી સુપરફૂડ બનાવે છે. ચણાને બાફીને અથવા સૂપ, સલાડના રૂપમાં સેવન કરી શકાય છે.
સફેદ તલ ખાઓ: સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે તલના લાડુ બનાવવામાં આવે છે. જો તમને દૂધ પીવું પસંદ નથી, તો તમે કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે તલના લાડુ બનાવીને તેનું સેવન કરી શકો છો. તલમાં ભરપૂર કેલ્શિયમ જોવા મળે છે. તેનાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થશે. દરરોજ બે થી ત્રણ તલના લાડુનું સેવન કરી શકાય છે.
બીન્સ ખાઓ: બીન્સમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત તેમાં વિટામિન A, C, K, B6 ફાઈબર, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ હોય છે. પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત તે ફાઇબર વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. આ સાથે જ તે શરીરમાંથી કેલ્શિયમની ઉણપ પણ દૂર કરે છે.