આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણે જાણીએ છીએ કે શિયાળામાં વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. આ સિઝનમાં ખોપરી ઉપરની ચામડીની ભેજ ખોવાઈ જાય છે, જેનાથી ડેન્ડ્રફ અને વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં વાળની ​​કાળજી લેવી ખુબજ જરૂરી છે. જો તમે પણ વાળની ​​સમસ્યાથી પરેશાન છો તો ગાજરનો ઉપયોગ કરીને તમે મજબૂત વાળ મેળવી શકો છો.

શિયાળામાં ગાજર પુષ્કળ પ્રમાણમાં મળે છે જે પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે વાળને મૂળથી મજબૂત બનાવે છે. તેમાં ફાઈબર, આયર્ન અને ઘણા વિટામિન્સ મળી આવે છે, જે વાળ માટે મદદરૂપ છે. આના ઉપયોગથી તમારા વાળ ચમકદાર અને સ્વસ્થ બની શકે છે. તો ચાલો જાણીએ, વાળ માટે ગાજરમાંથી હેર માસ્ક કેવી રીતે બનાવવો.

કેળા અને ગાજર હેર માસ્ક : આ માટે સૌથી પહેલા ગાજરને ધોઈને તેના ટુકડા કરી લો, હવે તેને ગ્રાઇન્ડરમાં પીસી લો. હવે કેળાને મેશ કરીને ગાજરની પેસ્ટમાં ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમાં ઓલિવ ઓઈલ પણ ઉમેરી શકો છો. હવે તેને વાળમાં લગાવો. 25 મિનિટ પછી વાળ ધોઈ લો. તે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે.

નાળિયેર તેલ અને ગાજર માસ્ક : આ માટે પહેલા ગાજરની પેસ્ટ તૈયાર કરો, તેને થોડીવાર પકાવો. જ્યારે આ પેસ્ટ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં નારિયેળ તેલ ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે ફેટી લો. આ માસ્કને વાળ પર લગાવો, લગભગ 25 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો. આના ઉપયોગથી તમારા વાળ મજબૂત થઈ શકે છે.

દહીં અને ગાજર માસ્ક: આ માસ્ક બનાવવા માટે, સૌથી પહેલા ગાજરને ધોઈ લો અને તેના ટુકડા કરો. હવે તેની પેસ્ટ તૈયાર કરો, તેમાં દહીં ઉમેરો. પછી તેને વાળમાં લગાવો, લગભગ અડધા કલાક પછી વાળ ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર આ પ્રક્રિયા કરી શકો છો.

ડેમેજ વાળ માટે માસ્ક : 3 ચમચી એલોવેરા, 3 ચમચી ઓલિવ ઓઈલ અને 2 ઈંડાની જર્દી મિક્સ કરીને વાળના મૂળમાં લગાવી દો. પછી વાળમાં 5 મિનિટ મસાજ કરી શાવર કેપ પહેરીને સૂઈ જાઓ. સવારે ઉઠીને હેર વોશ કરી લો. આ માસ્ક વાળ ખરવાની, નબળાં વાળની સમસ્યા દૂર કરશે.

વાળને શાઈની બનાવવા : એક કેળામાં બે ચમચી દીવેલ અને થોડી બીયર મિક્સ કરીને વાળના મૂળમાં લગાવી દો. ત્યારબાદ વાળમાં 5 મિનિટ મસાજ કરી શાવર કેપ પહેરીને સૂઈ જાઓ. સવારે ઉઠીને હેર વોશ કરી લો. આનાથી વાળ શાઈની અને હેલ્ધી બનશે.

જો તમે પણ વાળની સમસ્યાઓથી પરેશાન થઇ ગયા હોય તો અહીંયા જણાવેલ ઉપાયો અજમાવી શકો છો. લેખ પસંદ આવ્યો હોય તો મિત્રોને શેર કરો અને આવી જ માહિતી વાંચવા અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *