ગાજર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગાજરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. આજે અમે તમને ગાજરનો જ્યુસ પીવાના ફાયદા વિષે જણાવીશું. ગાજરમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. આ ઉપરાંત વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે.
ગાજરમાં વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન, ડાયેટરી ફાયબર, પ્રોટીન, વિટામિન-એ, વિટમિન-ઈ, પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. ગાજરનું સેવન ઘણા લોકો સલાડ બનાવીને કરતા હોય છે.
ગાજરના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં રહેલ થાક અને શારીરિક નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગાજરના જ્યુસના અનેક ફાયદા પણ છે. જેના વિષે અમે તમને જણાવીશું.
શરીરમાં કમજોરી દૂર કરે: આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ ના કારણે કમજોરી આવી જતી હોય છે. ગાજરના જ્યુસમાં સારા પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે. માટે જો તમે ગાજરના જ્યુસનું સેવન નિયમિત અંતરે કરવું જોઈએ. જેથી શરીરમાં શારીરિક કમજોરી દૂર થઈ જાય.
હાર્ટને હેલ્ધી રાખે: ગાજરના જ્યુસમાં બીટા કેરોટીન અને એન્ટી ઓક્સીડેન્ટ નામનું તત્વ મળી આવે છે. ગાજરના જ્યુસનું સેવન કરવાથી લોહીનું પરિવહન સારું થાય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરે છે. જેથી હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. આ જ્યુસનું સેવન કરવાથી આપણું હૃદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
પેટની સમસ્યા દૂર કરે: ખાધેલ ખોરાક ના પચવાના કારણે પેટને લગતી અનેક બીમારી થઈ શકે છે. માટે પેટને લગતી બીમારીથી બચવા માટે ફાયબરથી ભરપૂર ગાજરનો જ્યુસ પીવો જોઈએ જે પાચનક્રિયાને સુધારે છે. જેથી આપણું પાચનતંત્ર મજબૂત થાય છે. તેનું સેવન નિયમિત કરવાથી પેટને લગતા રોગથી છુટકાળો મળે છે.
કેન્સર સામે રક્ષણ આપે: ગાજરમાં બીટાકેરોટીન નામનું તત્વ મળી આવે છે જે કેન્સરના વઘતા કોષોને રોકવામાં મદદ કરે છે. માટે કેન્સર પીડિત દર્દીએ ગાજરના જ્યૂસનું સેવન કરી શકાય. આ ઉપરાંત ગાજરને સલાડ બનાવીને પણ ખાઈ શકાય છે.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે: ગાજરમાં સારી માત્રામાં પોટેશિયમ તત્વ મળી આવે છે જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. માટે બ્લડપ્રેશરની સમસ્યા હોય તેવા વ્યક્તિને ગાજરના જ્યુસનું સેવન કરી શકાય.
વૃદ્ધાવસ્થાના ચિન્હો દૂર કરે: અત્યારના સમયમાં દરેક વ્યક્તિની જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણીના કારણે નાની ઉંમરે જ વૃદ્ધાવસ્થાના ચિન્હો દેખાવા લાગે છે. પરંતુ જો તમે આહારમાં ગાજરના જ્યુસનો સમાવેશ કરશો ચહેરા પરના ખીલ, કરચલીને દૂર થઈ જશે જેથી વૃદ્ધાવસ્થાના ચિન્હો વઘતી ઉંમરે દેખાશે નહીં.
લોહી શુદ્ધ કરી લોહી વઘારે: નિયમિત પણે ગાજરના જ્યુસ પીવામાં આવે તો લોહીમાં રહેલ અશુદ્ધિ દૂર થઈ જાય છે. અને લોહીને વધારવામાં પણ મદદ કરે છે. માટે ગાજરના જ્યુસ અને તેને સલાડ ના રૂપે પણ સેવન કરી શકાય છે. ગાજરના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ ક્યારેય નહીં થાય.
આંખોનું તેજ વઘારે: ગાજરનો જ્યુસ આંખોની રોશની વઘારે છે. ગાજરમાં વિટામિન-એ, બીટા કેરોટીન જેવા તત્વો મળી એવું છે જે આપણી આંખોનું તેજ વઘારે છે. માટે આખોને સ્વસ્થ રાખવામાં માટે ગાજરનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ગાજરના જ્યુસનું સેવન તમે રોજે પણ કરી શકો છો આ ઉપરાંત અઠવાડીયામાં એક બે વખત પણ કરી શકાય છે. જે લોહીને શરીરમાં રહેલ અશુદ્ધ લોહીને દૂર કરીને નવા લોહીને બનાવવામાં મદદ કરશે. આ ઉપરાંત આંખોનું તેજ વઘારવા, પેટની સમસ્યા દૂર કરવા, બ્લડપ્રેશર કંટ્રોલ કરવા, કેન્સર સામે લડવા માટે પણ ગાજરના જ્યૂસનું સેવન અઠવાડિયામાં એક કે બે વખત કરી શકો છો.