અત્યારના આધુનિક સમયે આંખોને સાચવવી ખુબ જ મુશ્કેલ છે. કારણ કે અત્યારે મોબાઈલ અને કોમ્પ્યુટરનો આધુનિક સમય ચાલી રહ્યો છે. આ સમયમાં લોકો મોબાઈલમાં આખો દિવસ ઍલા વ્યસ્ત રહેતા હોય છે કે જે મોબાઈલની જે સ્ક્રીન હોય છે એ આંખોને ખુબ જ ગંભીર નુકશાન પહોચાડે છે.

તમને જણાવીએ કે મોબાઈલ અને કોમ્પ્યુટરની સ્ક્રીન હોય છે એમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળતા હોય છે કે આંખોની અંદર ખુબ જ અતિશય નુકશાન પહોચાડે છે. તો આજે અમે જે અહિયાં ઉપાય બતાવી રહ્યા છીએ તેમાં તમારે દુધની અંદર એક વસ્તુ નાખીને પ્રયોગ કરવાનો છે. આતમારે સવારે અને સાંજે આ પ્રયોગ કરવાનો છે.

જો તમે દૂધમાં આ વસ્તુ નાખીએ દૂધ પીશો તો તમને કોઈ દિવસ આંખોના નંબર નહિ આવે અને ચોક્કસ ફાયદો થશે. આ ઉપાય આંખોને સ્વસ્થ રાખવા માટેનો, આંખોને હંમેશા માટે તંદુરસ્ત રાખવા માટેનો અને આંખોના નંબરથી બચવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપાય છે.

આ ઉપાય કરવાથી જો કોઈએ આંખોને લગતી બળતરા હોય, આંખોમાં બળતરા થતી હોય, આંખોમાંથી વધુ પાણી આવતું હોય, આંખો વારંવાર લાલ થઇ જતી હોય, આંખોમાં દુખાવો થતો હોય, સવારે ઉઠો ત્યારે આંખોમાં કોઈપણ તકલીફ થતી હોય તો આ બધી જ તકલીફો આ ઉપાયથી દૂર થઈ જાય છે.

આ ઉપાય કરવા માટે તમારે પહેલા એક ચૂર્ણ બનાવવાનું છે. આ ચૂર્ણ બનાવવા માટે તમારે 40 ગ્રામ બદામ, 40 ગ્રામ વરીયાળી અને 40 ગ્રામ સાકર લેવાની છે. આ ત્રણેય વસ્તુને અલગ અલગ રાખીને તમારે તેનું ચૂર્ણ બનાવી લેવાનું છે.

આ ચૂર્ણ બની જાય એટલે ત્રણેય ચૂર્ણ ભેગા કરીને એર ટાઈટ કન્ટેનર ભરીને રાખવાનું છે. હવે સવારે અને સાંજે તમારે આ ઉપાયમાં એક ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે. આ ગાયના દુધમાં એક ચમચી જેટલું આ ચૂર્ણ નાખવાનું છે.

આ ચૂર્ણને ગાયના દુધમાં નાખ્યા બાદ બરાબર થોડું હલાવી લેવાનું છે. જયારે બરાબર દુધમાં આ ચૂર્ણ મિક્સ થઈ જાય પછી આ મિશ્રણ પી જવાનું છે. આ મિશ્રણને સવારે ઉઠીને તરત ખાલી પેટે પી જવાનું છે અને સાંજે સૂતી વખતે પણ પી જવાનું છે. જો તમને આ મિશ્રણ સવારે મોઢું ધોયા વગર અનુકુળ ન આવે તો તમે મોઢું સાફ કરીને બ્રશ કર્યા બાદ પણ પી શકો છો.

જો તમે સવારે અને સાંજે બે ટાઈમ એક ગ્લાસ દુધમાં આ બદામ, વરીયાળી, સાકરનો મિક્સ પાવડર છે તે નાખીને પીશો તો તમને આંખોને લગતી કોઈપણ સમસ્યા થશે નહીં અને તમારી આંખો હંમેશા તંદુરસ્ત રહેશે. તમારે અત્યારે જે આંખોના નંબર છે, તે પણ ઓછા થઇ જશે.

જો તમે આ ઉપાય નિયમિત કરો છો તો તમને આંખોની અંદર ક્યારેય નંબર આવશે નહીં. આ ઉપાયથી દ્રષ્ટિની ક્ષમતા પણ ખુબ જ મજબુત બનશે, આંખોની દ્રષ્ટિ છે તે ખુબ જ તેજ બનશે અને આંખોની અંદર જે ગરમી હોય છે કે જેને લીધે આ સમસ્યા થતી હોય છે તે ગરમી નીકળી જશે.

અત્યારના સમયે જે આંખોમાં નંબર આવી જાય છે તેમાં આ ઉપાય નિયમિત ચાલુ રાખવાથી 70 વર્ષ સુધી આંખોના નંબર આવતા નથી. આંખોને સ્વસ્થ રાખવા માટેનો અને આંખોને તંદુરસ્ત રાખવા માટેનો આ એક ખુબ જ ઉપયોગી ઉપાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *