ભારતીય રસોડામાં ઘણી બધી દાળનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં અળદની દાળ, તુવેર દાળ, મગ દાળ, ચણાદાળ વગેરેનો સમાવેશ થાય છે. આમાં ચણાની દાળ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછી નથી. તેના ઉપયોગથી સ્થૂળતા અને ડાયાબિટીસમાં રાહત મળે છે. તેમજ હાડકા મજબૂત બને છે.
ચણાની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર, આયર્ન, વિટામિન્સ, ઝિંક, કેલ્શિયમ, પ્રોટીન, ફોલેટ મળી આવે છે, જે વિવિધ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે. જો તમે પણ સ્વસ્થ રહેવા ઈચ્છો છો તો ચણાની દાળને ડાયટમાં ચોક્કસથી સામેલ કરો. તો આવો જાણીએ.
સુગર કંટ્રોલમાં રહે છે : ચણાની દાળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમજ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે. ડાયટ ચાર્ટ મુજબ ચણા દાળનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 8 છે.
ફોલિક એસિડ પણ મળી આવે છે જે નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ સુગરને કંટ્રોલ કરવા માટે ચણાની દાળનું સેવન કરી શકે છે.
હાડકાં મજબૂત થાય છે : જો તમે હાડકાંને મજબૂત કરવા માંગો છો, તો તમે ચણાની દાળને ડાયટમાં સામેલ કરી શકો છો. ચણાની દાળમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે, જે હાડકાં માટે ફાયદાકારક છે. તમે ચણાની દાળ, તડકા, સત્તુ, ચણાનો લોટ વગેરેનું સેવન કરી શકો છો.
વજન ઘટાડવામાં મદદરૂપ : જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો તમે ડાયટમાં સમાવેશ કરી શકો છો. ચણામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ વધતા વજનને નિયંત્રિત કરવા માટે સત્તુ પીવાની સલાહ આપે છે. આ સિવાય ચણાની દાળનું પણ સેવન કરી શકાય છે.
કબજિયાત થી રાહત અપાવે : ચણાની દાળમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ફાઈબરયુક્ત ખોરાક લેવાથી પાચનતંત્ર મજબૂત બને છે. આ સાથે પેટના રોગો પણ દૂર થાય છે. ચણાની દાળનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.