શરીરને સ્વસ્થ્ય અને નિરોગી રાખવા માટે ડ્રાયફ્રૂટ નું સેવન કરવું જોઈએ એવું બધા લોકોએ સાંભળ્યું હશે. ડ્રાયફ્રુટ જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રૂટ માં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તથા પોષક તત્વો હોય છે આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન અને ખૂબ જ વધારે પ્રમાણમાં ખનીજ તત્ત્વો હોય છે.
તમને જણાવીએ કે પલાળેલા ચણા એ ડ્રાયફ્રૂટ કરતા પણ વધુ ફાયદાકારક માનવામાં આવે છે કારણકે પલાળેલા ચણામાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ફાઈબર જેવા તત્વો ભરપૂર માત્રામા રહેલા છે. આજની માહિતીમાં તમને જણાવીશું પલારેલા ચણા ખાવાની સાચી રીત અને તેને ખાવાથી થતા ફાયદા વિશે.
તો ચાલો જાણીએ પલારેલા ચણા ખાવાથી શરીર મા થતા ફાયદા વિષે. પલાળેલા ચણામાં બ્યૂટિરેટ નામનું ફેટી એસિડ સમાયેલું હોય છે જે કેન્સરનો ઉદભવ કરતી કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે. તેથી પલાળેલા ચણાનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે.
જે લોકોને ડાયાબિટીસ ના કારણે રાત્રે વારંવાર પેશાબ થવાની સમસ્યા રહે છે તે લોકો માટે રોજ રાત્રે 1 મુટ્ટી ચણા પલાળી રાખી તેને સવારે ગોળ સાથે ખાવાથી સારો લાભ થાય છે. લોહીની ઉણપ ધરાવતા લોકો માટે પલારેલા ચણા ફાયદાકારક છે.
પલારેલા ચણામાં ફોસ્ફરસ નામનું તત્વ હોય છે જે શરીરમાં લોહી બનાવવામાં મદદ કરે છે સાથે સાથે તે હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે. પલાળેલા ચણાને ખુબજ શક્તિશાળી માનવામાં આવે છે. પલારેલા ચણા ખાવાથી શરીરમાં ખૂબ જ તાકાત અને એનર્જી આવે છે. પલાળેલા ચણા ખાવાથી વર્ષો જૂની નાની મોટી સમસ્યા દૂર થઈ જાય છે.
તમને જણાવીએ કે પલાળેલા ચણા માં ખુબજ વધુ માત્રામાં ફાઈબર રહેલુ હોય છે જે પેટને લગતી નાની મોટી બધી બીમારીઓ દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે આ સાથે પેટને એકદમ સાફ કરવાનું કામ કરે છે. જે લોકોને કબજિયાતની તકલીફ હોય તે લોકો માટે પલાળેલા ચણા ફાયદાકારક સાબિત થઇ શકે છે.
પલાળેલા ચણા શારીરિક સમસ્યાઓ માં પણ ખૂબજ ફાયદાકારક છે. ચહેરા પર ચમક લાવવા માટે પલારેલા ચણા ફાયદાકારક છે. પલારેલા ચણા ખાવાથી ચહેરા પરની સ્કીન એકદમ હેલ્ધીઅને ચમકદાર બને છે.
સૌ એક મૂઠ્ઠી ચણા લો, ત્યારબાદ તેને માટી કે ચીની માટીના વાસણમાં પલાળી દો. ત્યારબાદ આશરે લગભગ 8 9થી કલાક સુધી તેને પાણીમાં રાખો. સવારે પાણી કાઢી લો અને ચણાને ચાવી-ચાવીને ખાઓ. જો તમે ઈચ્છો તો તેનું પાણી પણ પી શકો છો, તેનાથી બમણો ફાયદો થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.