આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખે તે માટે ઘણા બઘા ફળો મળી આવે છે, તેવા ફળમાં આપણે ચીકુ ખાવાના છે. જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, ચીકુમાં 70 ટકા થી પણ વધુ પાણી મળી આવે છે, જે આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
ચીકુમાં પ્રોટીન, વિટામિન-સી, વિટામિન-એ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, ફાયબર, મિનરલ્સ જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. જે શરીરમાં પોષક તત્વોની કમીને પૂર્ણ કરીને ઘણા રોગો સામે લડવામાં મદદ કરે છે. ચીકુ ખાવામાં ગળ્યું અને સ્વાદિષ્ટ લાગે છે, ચીકુ ઉનાળામાં સૌથી વધુ જોવા મળતા હોય છે, ચીકુને દિવસમાં એક વખત ખાઈને શરીરામાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરી શકાય છે..
ચીકુ ખાવાથી આપણી આંખોને જરૂરી વિટામિન-એ મળી આવે છે, જે આંખોની રોશનીને લાંબા સમયે પણ બનાવી રાખવામાં મદદ કરે છે, આ સિવાય પણ ચીકુ ખાવાથી ઘણી બધી સમસ્યામાંથી છુટકાળો પણ મેળવી શકાય છે. માટે આજે અમે ચીકુ ખાવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
આંખો સ્વસ્થ રાખે: ચીકુમાં રહેલ વિટામિન આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે, જે લાંબા સમય સુઘી આંખોને કમજોર પડવા નથી દેતી, માટે આંખોનું તેજ વઘારવા અને આંખોની થકાન દૂર કરવા માટે રોજે એક ચીકુનું સેવન કરવું જોઈએ, જે આંખોનું તેજ વધારે છે.
પાચનતંત્ર મજબૂત બનાવે: ચીકુમાં ડાયટરી ફાયબર મળી આવે છે, જે ડાયજેશ સુઘારવામાં મદદ કરે છે, જેથી મંદ પડી ગયેલ પાચનશક્તિ મજબૂત થાય છે. રોજે એક ચીકુનું ખાઈ જવાથી કબજિયાત, અપચો અને ગેસની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
વજન ઘટાડે: ચીકુમાં ખુબ જ ઓછી માત્રામાં કેલરી હોય છે, આ ઉપરાંત તેમાં ફાયબર સૌથી વધુ જોવા મળે છે, જે ચરબીને ઓગાળવામાં મદદ કરે છે, જેથી કમરની ચરબી અને પેટની ચરબી ઓછી થવા લાગે છે જેથી વજન ઓછું થાય છે, માટે રોજે ચીકું ખાઈને વજન ઘટાડી શકાય છે.
એનર્જી અને સ્ફૂર્તિવાન રાખે: ચીકુમાં સારી માત્રામાં ગ્લુકોઝ મળી આવે છે, જે આપણા શરીરને શક્તિ પુરી પાડે છે, જેથી શરીરમાં ભરપૂર એનર્જી બની રહે છે. રોજે એક ચીકુ ખાવાથી મૂડ ને ફ્રેશ કરે છે જેથી શરીર સ્ફૂર્તિવાન બન્યું રહે છે.જેથી આખો દિવસ કામ કરવાથી શરીરં થાક અને નબળાઈ લાગતી નથી.
કેન્સરથી બચાવે: ચીકુ માં કેન્સર સામે લડાવની ક્ષમતા મળે છે, જે કેન્સર ના કોષોને બનતા રોકે છે જેથી કોલન કેન્સર, ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે. માટે રોજે એક ચીકુ ખાઈને કેન્સર સામે લડી શકાય છે.
તણાવ ઓછો કરે: આ એક ફળ છે જે મન ને શાંત રાખવામાં મદદ કરે છે, જેથી તણાવ ઓછો થાય છે, માટે જયારે પણ વધારે પડતો સ્ટ્રેસ કે ટેન્સન હોય તો રોજે કે ચીકુ ખાઈ લેવું જોઈએ જેથી મન પ્રફુલ્લિત રહે અને એકદમ રિલેક્સ મહેસુસ કરીશું.
હાડકાને મજબૂત બનાવે: ચીકુમાં સારી માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ મળી આવે છે જે હાડકાને જરૂરી કેલ્શિયમ પૂરું પડે છે, જેથી હાડકાની કમજોરી દૂર થાય છે અને હાડકા મજબૂત થઈ જાય છે, માટે રોજે એક ચીકુ ખાઈ ને હાડકા સંબધિત સમસ્યાથી બચી શકાય છે.