મસાજ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. એટલા માટે જ નવજાત શિશુઓને ઘરે માલિશ કરવામાં આવે છે જેથી તેમના હાડકાં મજબૂત થઈ શકે. મસાજ દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. સ્નાયુઓમાં દુખાવો, ત્વચાની સમસ્યા વગેરે સમસ્યાઓથી મસાજ દ્વારા છુટકારો મળે છે.
આયુર્વેદ અનુસાર નારિયેળનું તેલ માલિશ માટે ફાયદાકારક છે. નારિયેળ તેલમાં રહેલા ગુણો શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળના તેલમાં વિટામિન ઇ, લૌરિક એસિડ અને એન્ટીઑકિસડન્ટો વગેરે હોય છે. આ લેખમાં અમે તમને જણાવીશું નાળિયેર તેલની માલિશના કેટલાક ફાયદાઓ વિષે.
રક્ત પરિભ્રમણ સારું રહે: નારિયેળ તેલ આપણી ત્વચા, વાળ અને શરીર માટે ફાયદાકારક છે. જો તમે નાળિયેર તેલથી શરીર પર માલિશ કરો છો, તો રક્ત પરિભ્રમણ બરાબર થશે અને શરીરના ભાગોમાં ઓક્સિજનની સપ્લાય પણ વધુ સારી રીતે થશે.
ડ્રાય સ્કિન અટકાવવા: જો ડ્રાય સ્કિનની સમસ્યા હોય તો નારિયેળ તેલથી શરીર પર માલિશ કરો. તેમાં રહેલા ફેટી એસિડ ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરશે. નાળિયેર તેલની સુગંધ તેજ હોતી નથી, તેથી જે લોકોને તીવ્ર સુગંધની સમસ્યા હોય તેઓ મસાજ માટે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકે છે. નાળિયેર તેલ ત્વચામાં સારી રીતે શોષાય છે.
થાક દૂર થશે: જો તમે થાક અનુભવો છો, તો તમારે નારિયેળ તેલથી માલિશ કરવી જોઈએ. નાળિયેર તેલ સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરે છે. નાળિયેર તેલનો ઉપયોગ બળતરા અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે.
ઈંફેકશનથી બચાવે: જો તમે નાળિયેર તેલથી માલિશ કરો છો, તો ત્વચામાં કોઈ ઈંફેકશન લાગશે નહીં. નાળિયેર તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે લોકોને પીઠ પર ખીલની સમસ્યા હોય તેમણે નારિયેળ તેલથી માલિશ કરવી જોઈએ.
ગાઢ ઊંઘ માટે: જો તમને રાત્રે સુખદ ઊંઘ ન આવતી હોય અથવા અડધી રાત્રે તમારી આંખો ખુલી જાય છે તો તમે તમારા પગના તળિયામાં માલિશ કરીને સૂઈ શકો છો. તેનાથી તમને ગાઢ ઊંઘ આવશે અને બેચેની પણ દૂર થશે.
ત્વચા માટે ફાયદાકારક: નારિયેળના તેલમાં વિટામિન ઇ મળી આવે છે. તમને જણાવીએ કે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે વિટામિન E જરૂરી છે. નાળિયેર તેલમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.
મસાજની પદ્ધતિ: ત્વચા પર તેલ લગાવો. નાળિયેર તેલને હળવા ગરમ કરીને મસાજ માટે પણ વાપરી શકાય છે. તેલની માલિશ કરવા માટે, આંગળીઓને ગોળાકાર ગતિમાં ચલાવીને તેલને ત્વચા પર ફેલાવી અને હળવા હાથે મસાજ કરો.