બજારમાં મળતા કોક, પેપ્સી કે થમ્સ અપ વગેરે ને ઠંડા પીણા તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક પીણાના સ્વાદમાં થોડોઘણો જ ફરક હોય પણ એની રેસિપીમાં ઇન્ગ્રેડિયન્ટ લગભગ સરખાં જ હોય છે. જે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતીતી નથી હોતા એ લોકો આવા પીણાં મન મૂકીને પીવે છે.
પરંતુ જે લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે તે લોકો આવા પીણાં પીવાથી દૂર રહે છે કારણકે તે જાણે છે કે ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે કેટલાં હાનિકારક હોય છે. તમને જણાવી દઈએ કે આ પીણાઓમાં કેમિકલ અને ખાંડનું મિશ્રણ વપરાય છે જે તમારા સ્વાસ્થ્યને બગાડવા માટે પર્યાપ્ત સામગ્રી છે.
જો આ પીણાં થોડા દિવસ પીવામાં આવે તો તમને તેની આદત પડી જાય છે. જો તમારું સ્વસ્થ સારું રાખવું હોય તો આવા પીણાઓથી દૂર રહેજો અને શક્ય હોય તો આવા પીણાંની જગ્યાએ વરિયાળીનું શરબત, લીંબુ શરબત, શેરડીનો રસ વગેરે જેવાં દેશી પીણાં પીવાની આદત પાડો.
હાવર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ સોડાવાળા ઠંડા પદાર્થો કે નોન-કાર્બોનેટેડ ફ્રુટ ડ્રિન્ક્સનું વધુ પડતું સેવન કરતાં પુરુષોને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આ સાથે તમને જણાવી કે સોડાવાળા ઠંડા પીણાંથી સ્ત્રીઓ કરતાં પુરુષોને જોખમની શક્યતા વધુ હોય છે.
સંશોધનમાં ચિંતાજનક તારણ જાણવા મળ્યું છે કે સોડાવાળા ઠંડા પીણાં માં સુગરનું પ્રમાણ વધુ હોય એવા નોન-કાર્બોનેટેડ ફ્રુટ ડ્રિંક્સ પિનારા પુરુષોને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. સ્ત્રીઓમાં મોનોપોઝના લીધે એક પ્રોટેક્શન થઈ જાય છે તેથી તેમનામાં પુરુષો કરતાં હાર્ટએટેકનો ખતરો ઓછો થઇ જાય છે.
પરંતુ સ્ત્રીઓએ એમ ન માનવું કે તે કોલ્ડડ્રિંકનું વધુ સેવન કરી શકે છે. જે લોકો દિવસમાં 2 વાર વધુ પડતી ખાંડવાળા પીણાંનું સેવન કરે છે તે લોકોને હાર્ટ એટેકનું રિસ્ક 40 ટકા છે , તેમજ દિવસમાં 3 કે તેથી વધુ વખત આવા પીણાં લેનારા માટે આ રિસ્કમાં 69 ટકાનો વધારો થાય છે.
આવા ડ્રિકસમાં રહેલા ઉત્તેજક દ્રવ્યો હાર્ટને લગતી બીમારી વધારવામાં ભાગ ભજવે છે એવું સંશોધકો જણાવ્યું છે. તમને જણાવી કે સોફ્રટિંડ્રકમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે તેના કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધે છે અને આના કારણે હાર્ટ એટેકનું રિસ્ક વધી જાય છે. વધુ પડતી સુગરવાળા ડ્રિંક નું સેવન ન કરવું એવી સલાહ આપવામાં આવે છે.
આ સાથે ખોરાકમાં પણ વધુ પડતા સોલ્ટ, સુગર અને બટરનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ. તમને જણાવી કે જયારે પણ ખાંડવાળા તથા એસિડિક પદાર્થો અને પીણા વધુ પ્રમાણમાં પીએ કે ખાઇએ છીએ ત્યારે આપણાં દાંત પર છારી બાઝે છે. ઠંડા પીણામાં આ બંને તત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે. જે તમારા ઇનેમલને ખરાબ કરે છે. ખાંડનું બીજું નામ કાર્બોહાઇડ્રેટ છે.
દરેક પદાર્થમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે અને એ ઠંડાં પીણાં પીવાથી પરિસ્થિતિમાં વધુ અસર થાય છે. એ તમારા બ્લડસુગરને વધારવા માટે માત્ર 15 થી 20 મિનિટનો સમય લે છે. તમને જાણો જ છો કે ડાયાબિટીસ એક એવો રોગ છે કે જેમાં તમારે જીવનભર દવા લેતા રહેવું પડે.
ડૉક્ટરો સલાહ આપે છે કસરત કર્યા બાદ ક્યારેય આવા પીણાં ન પીવા જોઈએ. ખાંડથી ભરપૂર આવા કોઇપણ પ્રકારના પીણાં પીવાથી શરીરની પાચનક્રિયા ધીમી પડવાથી શરીરની ચરબીને ઝડપથી ઓગાળી શકાતી નથી અને તેના પરિણામે તમારું વજન પણ વધે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.