આપણી ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે શરીરમાં નાની મોટી સમસ્યાઓ ચાલુ જ રહેતી હોય છે. આવી જ એક સમસ્યા છે કબજિયાતની જે આપણામાંથી મોટાભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. કબજિયાતના માટેના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ઓછું ફાઈબરનું સેવન, પાણી ઓછું પીવું, તળેલું ખોરાક વગેરે.
કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરેક લોકો જુદા જુદા ઉપાયો કરતા હોય છે. જો તમે પણ કબજિયાથી પરેશાન થઇ ગયા છો તો તમને અહીંયા એક પાવડર વિષે જણાવીશું જેનું સેવન કરીને તમે કબજિયાતથી છુટકાળો મેળવી શકો છો.
તમે આ પાવડર ઘરે જ બનાવીને સેવન કરી શકો છો. તો આ લેખમાં આપણે આદુમાંથી બનેલા પાવડર વિશે જાણીશું. આ પાવડર સંપૂર્ણપણે કુદરતી છે, તેથી તે તમારા સ્વાસ્થ્ય પણ પ્રકારનું નુકશાન કરશે નહીં. તમે આ ચૂર્ણને દિવસમાં બે વાર ગરમ પાણી સાથે લઈ શકો છો.
આદુના ચૂર્ણના ફાયદા: આદુની મદદથી આંતરડા પરનું દબાણ ઓછું થાય છે અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. આદુમાં જીંજરોલ નામનું તત્વ જોવા મળે છે, જે એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી ટ્યુમર ગુણોથી ભરપૂર હોય છે.
અપચો અથવા કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે આદુને ફાયદાકારક ઔષધિ માનવામાં આવે છે. આદુ શરીરને ગરમી આપે છે અને પાચનક્રિયા સુધારે છે. જો તમે આદુના પાવડરનું સેવન કરો છો, તો તમને શરીરમાં થતી ઘણી સમસ્યાઓથી છુટકારો મળશે.
આદુ પાવડરના ફાયદા: આદુનું ચૂર્ણ લેવાથી કબજિયાત, પેટનો દુખાવો કે અપચોની સમસ્યા મટે છે. આદુનું ચૂર્ણ લેવાથી વાતવાતમાં પલટો આવવાથી થતી શરદી અને ઉધરસની સમસ્યા પણ દૂર થાય છે. આ ચૂર્ણ હૃદય રોગ, ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે.
જો તમને હાર્ટ પ્રોબ્લેમ હોય કે શરીરમાં કોઈ ભાગમાં દુખાવો હોય તો તમે આ ચૂર્ણનું સેવન કરી શકો છો. ઘરે આદુ ચૂર્ણ બનાવવાની રીત: સામગ્રી: આદુ, કાળું મીઠું, કાળા મરી પાવડર, રોક મીઠું, લીંબુનો રસ
બનાવવાની રીત:સૌ પ્રથમ બજરમાંથી આદુ લાવીને આદુને સારી રીતે ધોઈ લો, પછી તેને છોલીને રાખો.હવે આદુના લાંબા ટુકડા કરી લો. હવે આદુ પર લીંબુનો રસ ઉમેરો (નાખો) . હવે એક બાઉલમાં આદુ નાખો. ત્યારબાદ તે બાઉલમાં કાળા મરી પાવડર, કાળું મીઠું, રોક મીઠું વગેરે વસ્તુઓ મિક્સ કરો.
તમારે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. હવે તેમાં જીરાનો પાવડર નાખો. . હવે આ મિશ્રણને તડકામાં સુકવી લો. સુકાઈ જાય એટલે સ્વચ્છ બાઉલમાં સ્ટોર કરો. તો તૈયાર છે ઘરે આદુનું ચૂર્ણ. ખાસ યાદ રાખો કે તમારે દરરોજ આદુને થોડા દિવસો સુધી તડકામાં સુકવવાનું છે. હંમેશા આદુના પાવડરને સૂકા પાત્રમાં તૈયાર રાખો.
હું કેટલો સમય પાવડર સ્ટોર કરી શકું? તમે એક મહિના સુધી આ ચૂર્ણનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તેને સૂકવી રાખો, જો તેમાં હવા જશે અથવા જો તે પાણીના સંપર્કમાં આવશે તો તે બગડી જશે. તમારે પાવડરને સ્વચ્છ અને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરવાનો છે.
ચૂર્ણ લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો: કબજિયાતની સમસ્યા વખતે ફાઈબરયુક્ત આહારનું સેવન કરો. ડિહાઈડ્રેશનની સમસ્યાને કારણે પણ કબજિયાત થઈ શકે છે, તેથી દરરોજ 10 થી 12 ગ્લાસ પાણી પીવો. કોઈપણ તબીબી સ્થિતિને કારણે પણ કબજિયાત થઈ શકે છે, તેથી કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો. આ ચૂર્ણનું વધુ માત્રામાં સેવન ન કરવું.