આજના સમયમાં મોટાભાગના લોકો ના શરીરમાં યુરિક એસિડ નું પ્રમાણ વધી જતું હોય તેવું જાણવા મળી રહ્યું છે. આવા સમયમાં તેને કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી છે. કારણકે જયારે યુરિક એસિડ વધે છે એવા સમયમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે.
જેમ કે, સાંઘાના દુખાવા, ગઢીયા, કિડની ફેલ, હાર્ટ અટેક, પગની એડીમાં દુખાવા, ઘુંટણના દુખાવા, સોજા આવવા જેવી અનેક પ્રકરની સમસ્યાઓ જોવા મળતી હોય છે. આ માટે તેને સમય રહેતા જ કંટ્રોલમાં લાવવી જોઈએ.
યુરિક એસિડ વધવું તે એક પ્રકારનું ઝેર છે. જયારે કિડની યુરિક એસિડને ફિલ્ટર કરવનું બંધ કરે છે ત્યારે સાંઘા ના દુખાવા થવાની શરૂઆત થઈ જાય છે. યુરિક એસિડ આજના આધુનિક યુગમાં 35 વર્ષની ઉંમર થી જ ઘણા લોકોના શરીરમાં જોવા મળી રહી છે, આ સમસ્યા ખોરાક લેવામાં થતી કેટલીક બેદરકારી ના કારણે પણ જોવા મળતી હોય છે, આ માટે ખાવા પીવામાં પણ ખુબ જ કાળજી લેવી જોઈએ.
શરીરમાં વધી જતું યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે ના કેટલાક આહાર વિષે જણાવીશું જેને નિયમીત પણે સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ ને કંટ્રોલમાં લાવી શકાય છે. તો ચાલો જાણીએ કયા ફૂડને આહારમાં સમાવેશ કરવા જોઈએ.
વિટામિન-સી થી ભરપૂર ફળ ખાઓ: વિટામિન-સી ખાટા ફળોમાં સૌથી વધુ જોવા મળતું હોય છે. યુરિક એસિડ ને કંટ્રોલ કરવા માટે વિટામિન-સી થી ભરપૂર હોય તેવા ફળો કહેવા જોઈએ, જે યુરિક એસિડના પ્રમાણ ને ઓછું કરવામાં મદદ કરે છે. આ માટે મોસંબી, લીબું જેવા ફળોનો સમાવેશ કરી શકાય છે.
ફાયબર યુક્ત આહાર: યુરિક એસિડના પ્રમાણ ને ઓછું કરવા ફાયબર યુક્ત ખોરાક ખાઈ શકાય છે. કારણકે તે એસિડના પ્રમાણ ને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે લીલા પાન વાળા શાકભાજી નું સમાવેશ કરી શકો છો.
ડ્રાયફ્રૂટ્સ ખાઓ: ડ્રાયફ્રૂટ્સ ઘણી હદ સુઘી યુરિક એસિડના પ્રમાણ ને ઓછું કરવામાં મદદ કરે છે, ડ્રાયફ્રૂટ્સમાં વિટામિન-સી, ફાયબર જેવા અન્ય પોષક તત્વો મળી આવે છે જે યુરિક એસિડ ને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ માટે બદામ, અખરોટ, અંજીર વગેરે ખાઈ શકાય છે.
વધુ પાણી પીવો: દિવસ દરમિયાન ઓછું પાણી પીવાથી પણ યુરિક એસિડના પ્રમાણમાં વધારો થઈ શકે છે. આ માટે દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાની આદત પાડવી જોઈએ, જે શરીરનો બધો જ વધારાનો કચરાને બહાર નીકાળવામાં મદદ કરે છે, જેથી કિડની હૃદય, ફેફસા, લીવર એકદમ સ્વસ્થ રહે છે.
શરીરમાં યુરિક એસિડ ના પ્રમાણ વધવાના કારણે સાંધા ના દુખાવા ખુબ જ અસહ્ય રહેતા હોય તો આ વસ્તુને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી યુરિક એસિડ નું પ્રમાણ ઘટાડી શકાય છે. આ ઉપરાંત યુરિક એસિડના કારણે અન્ય કોઈ સમસ્યા હોય તો તેમાં પણ ઘણી રાહત આપવામાં મદદ કરે છે.