કમર કે પેટની આજુબાજુની ચરબી વઘી જાય છે ત્યારે તે આપણી સુંદરતાને ઓછી કરી દે છે. આપણી ખરાબ આદતો અને આપણી રોજિંદી લાઈફસ્ટાઈલ ના કારણે વજન ખુબ જ વઘવા લાગે છે. વજન અને ચરબી વઘવાના કારણે શરીરમાં અનેક રોગોને આમંત્રણ પણ આપે છે.

વજન અને ચરબીને કંટ્રોલ કરવા માટે લોકો કસરત અને ડાયટ પણ કરતા હોય છે. ઘણા લોકો વજન ઓછું કરવા કે ચરબી ઘટાડવા માટે ઘણો ખર્ચ પણ કરી દેતા હોય છે. તે વજન તો ઓછું કરે છે પણ આપણી અમુક ખરાબ આદતના કારણે થોડા સમય પછી પાછું વજન અને ચરબી વઘવા લાગે છે.

માટે આજે અમે તમને એક ઘરેલુ આયુર્વેદિક ડ્રિન્ક વિશે જણાવીશું તેનો ઉપયોગ કરવાથી ખુબ જ સરળતાથી વજન અને ચરબી ઓછી કરી શકશો. ઘરેલુ ઉપાય અપનાવાથી ઝડપથી ફરક દેખાવા લાગે છે.

આજે અમે તમને જે ડ્રિન્ક વિશે વાત કરવાના છીએ તે બનાવું ખુબ જ આસાન છે. તો ચાલો જાણીએ કે આ ડ્રિન્ક કેવી રીતે બનાવવું અને આ ડ્રિન્કનું સેવન ક્યારે કરવું તેના વિશે જણાવીશું.

વજન ઘટાડવા માટે આપણે ભૂખને શાંત કરવી જરૂરી છે. કારણકે જો ભૂખ લાગે તો કંઈક ના કંઈક ખાવાની ઈચ્છા થઈ જાય છે. અને આપણે ઘણી વખત બહારના જકફુડનું સેવન કરવા લાગીયે છીએ. જેના કારણે પેટની ચરબીમાં વઘારો થતો હોય છે.

ભૂખને શાંત રાખવા માટે ઘાણા ખુબ જ અસરકારક છે. ઘાણા એક ઔષઘીય વનસ્પતિ છે. ઘાણાનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘાણાનું સેવન કરવાથી ખાઘેલ ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે.

ડ્રિન્ક બનાવવાની રીત: એક બાઉલમાં બે ચમચી ઘાણા લો, એક ચપટી સીંઘાલું મીઠું નાખો, મીઠા લીમડાને સૂકવીને પાવડર બનાવી બે ચમચી ઉમેરો, બે ચમચી જીરૂ આ બઘાને મિક્સ કરીને મિક્સરમાં ક્રસ કરીને ચૂરણ તૈયાર કરો.

આ બનાવેલ ચૂરણને રાત્રે ઊંઘવાના 30 મિનિટ પહેલા ગરમ પાણીમાં નાખીને પીવાથી પેટની ચરબી અને કમરની ચરબી ખુબ જ ઝડપથી ઉતરવા લાગે છે. જેથી તમારું વજન ઓછું થઈ જશે.

આ ઉપાયનો ઉપયોગ ચાલુ કરો તો ઘ્યાનમાં રાખવું કે બહારનું ફાસ્ટફૂડ કે મીઠાઈ ના ખાવી. અને બંને ત્યાં સુઘી પાણીનું સેવન ખુબ જ વધુ કરવું જોઈએ. દિવસમાં આ ચૂરણ પાણીનું સેવન દિવસ માં એકે જ વાર કરવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *