જો આપણે યોગ્ય રીતે ના સુઈએ તો સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે. આ માટે આજે અમે તમને કઈ રીતે સૂવું તે જણાવીશું, જો તમે ડાબા પડખે સુવો છો તો તેના ઘણા ફાયદા આપણા શરીરને થાય છે, માટે અમે તમને ડાબા પડખે સૂવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
આપણું શરીર ખુબ જ અમૂલ્ય અંગોથી બનેલુ છે. જેના કારણે આપણે શરીરનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે આ માટે આપણે આપણી કેટલીક ટેવને સુધારવાની ખુબ જ જરૂર છે, તેવી એક ટેવ સુવાની છે જેને આપણે સુધારવાની ખુબ જ જરૂર છે.
ડાબા પડખે સૂવાથી હૃદય પર દબાણ પડતું નથી. જેથી આપણા હૃદયની કાર્ય ક્ષમતા ખુબ જ સારી રહે છે. માટે હદયના સારા સ્વાસ્થ્ય માટે ડાબા પડખે સુવાની ટેવ પાડવી જોઈએ. જેથી હૃદયની નસોમાં ખુબ જ સારું લોહીનું પરિવહન થાય છે. જે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
ડાબી સાઈડ સૂવાથી શરીરના દરેક અંગો અને મગજને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જેના કારણે માનસિક તણાવ અને શારીરિક અનેક પ્રકારની સમસ્યા દૂર થાય છે. મગજને યોગ્ય રીતે કાર્ય સીલ બનાવવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.
શાસ્ત્રોના જણાવ્યા અનુસાર જો કોઈ ગર્ભવતી મહિલાઓ ડાબા પડખે સુવે તો તેના ગર્ભમાં રહેલા બાળકનો ખુબ જ સારો વિકાસ થાય છે. જેથી ગર્ભ માં રહેલ બાળક અને માતાના બંનેનું સ્વાસ્થ્ય સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
જો તમે પણ પેટ ને લગતી બીમારીઓ ના કારણે ખુબ જ પરેશાન રહો છો તો ડાબા પડખે રોજે સૂવું જોઈએ જેથી ખોરાક નાના આંતરડા માંથી મોટા આંતરડામાં ખુબ જ સહેલાઈથી આવી જાય છે. જેથી સવારે ખુબ જ આસાનીથી મળ ત્યાગ થાય છે અને પેટ સાફ થાય છે.
આજના સમયમાં ખાવાની કહરબ ટેવ મોટાપો વધારે છે. આ માટે ડાબા પડખે રોજે સૂવાથી ચરબી વધતી નથી, પરિણામે મોટાપો ઓછો થઈ મેદપણું દૂર કરે છે. માટે વજન ને કંટ્રોલમાં રાખવા માટે ડાબા પડખે સુવાની ટેવ પાડવી જોઈએ.
રોજે ડાબા પડખે સુવાની ટેવ પાડવાથી કામ, પીઠ, અને કરોડરજ્જૂ પર દબાણ આવતું નથી, જેથી માંશપેશીઓમાં ખુબ જ આરામ મળે છે. જેમને કમરમાં દુખાવા રહેતા હોય તેવા લોકોએ ડાબા પડખે સૂવું ખુબ જ ફાયદાકારક છે.
ડાબા પડખે સુવાથી સ્વાદુપિંડ ખુબ જ સારી રીતે કાર્ય સીલ બને છે, જેથી ડાયજેશન સારું થાય છે અને પાચનક્રિયા યોગ્ય બને છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. માટે જેમને પાચન ને લગતી સમસ્યા હોય તેમને રોજે ડાબા પડખે સુવાની ટેવ પાડી પાચન સંબંધિત સમસ્યા દૂર કરવી જોઈએ.
હદય, મગજ, કિડની, વાળ, ત્વચા જેવા સહરિરના દરેક અંગોને ખુબ જ ફાયદો થાય છે, આ માટે રોજે ડાબા પડખે સુવાની આદત ને અપનાવવી જોઈએ જેથી સ્વાસ્થ્ય ને લગતી અનેક પ્રકારની તકલીફ દૂર થઈ જશે.