શરીરને પૂરતી ઊંઘ મળી રહે તે ખુબ જ જરૂરી છે, ઊંઘ તે કુદરતે આપેલ અમૂલ્ય વરદાન છે પૂરતી ઊંઘ લેવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. આ ઉપરાંત કોઈ પણ કામ કરવામાં ક્ષમતા વધે છે અને માનસિક તણાવ ઓછો થાય છે.
પૂરતી ઊંઘ મેળવવા માટે સાચી અને યોગ્ય રીતે સૂવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. પરંતુ જો યોગ્ય રીતે સુવામાં નહીં આવે તો ઊંઘ પણ અધૂરી રહેશે અને બેચેની ઉપરાંત કોઈ પણ કામ કરવામાં પણ મન લાગશે નહીં. ઊંઘ પુરી ના થવાના કારણે બીજા દિવસે શરીરમાં થાક અને કમજોરી પણ રહેતી હોય છે.
આ માટે આજે અમે તમને સુવાની સાચી રીત જણાવીશું, આમ તો દરેક વ્યક્તિ જમણી અને ડાબી સાઈડ સુતા હોય છે, પરંતુ શરીરને સૌથી વધુ ફાયદાઓ મેળવવા માટે ડાબી બાજુ પડખું ફરીને સૂવું જોઈએ. 99% લોકો ડાબા પડખે સુવાના ફાયદાઓ વિષે અજાણ છે. અંતે આજે અમે તમને ડાબા પડખે સુવાના ફાયદો વિષે જણાવીશું.
ડાબા પડખે સુવાના ફાયદા:
જયારે ડાબા પડખે ફરીને ઉગતા હોઈએ છીએ ત્યારે હ્દય પર દબાણ આવતું નથી, જેના કારણે હૃદય સ્વસ્થ અને ફિટ રહે છે.જો હૃદય રહેવાના કારણે હૃદય રોગ અથવા અન્ય કોઈ બીમારી થવાનું જોખમ ઓછું થઈ જાય છે.હૃદય સ્વસ્થ રહેવાથી શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે.
ડાબા પડખે સૂવાથી ઓક્સિજન મગજ અને શરીરના અન્ય ભાગમાં પણ સરળતાથી પહોંચી જાય છે. જેના કારણે માનસિક અને શારીરિક રીતે મગજને શાંતિ મળે છે. મગજ શાંત રહેવાથી તણાવ અને ટેન્શન દૂર થાય છે. જેથી આરોગ્ય તંદુરસ્ત રહે છે.
સુવાની આ રીત અપનાવાથી ભોજન ખુબ જ અસાનીથી પચે છે, જેના કારણે પાચનક્રિયા મજબૂત થાય છે. જેના કારણે પેટ એકદમ સાફ અને ચોખ્ખું રહે છે, પેટ સાફ રહેવાના કારણે આખો દિવસ ફ્રેશ અને તાજગી ભર્યો રહે છે.
રોજે બપોરે કે રાતે ભોજન પછી 200 ડગલાં ચાલવું જોઈએ. ત્યાર પછી ડાબા પડખે સુઈ જવું સ્વાસ્થ્ય માટે હિતકારક છે. ડાબા પડખે સુવાથી ખોરાક પચી જશે તો નાના મોટા અનેક રોગો શરીરમાં આવતા અટકી જશે. જેમને કબજિયાત હોય તેવા લોકોને આ ઉપાય કરવાથી કાયમી કબજિયાત માંથી છુટકાળો મળે છે.
ખાવાની ખરાબ ટેવ જેવી કે ફાસ્ટફૂડ, તળેલો ખોરાક, તીખો ખોરાક ખાવાના કારણે એસિડિટી થતી હોય છે જેના કારણે છાતીમાં બળતરા પણ થાય છે. માટે એસીડીટી હોય તેવા લોકો એ રાહત મેળવવા માટે ડાબા પડખે સૂવાથી એસિડનું પ્રમાણ ઉપર જવાના બદલે નીચે જતું રહેશે. માટે એસિડિટી હોય તેવા લોકો માટે ડાબા પડખે સૂવાથી ફાયદો થાય છે.
ડાબા પડખે સુવાની ટેવ પાડવી જોઈએ જેના કારણે આંતરડામાં ભરાઈ ગયેલ વધારાનો મળ પણ છૂટો થવા લાગશે. જેના કારણે ચરબીનું પ્રમાણ વધશે નહિ અને વજન પણ કંટ્રોલમાં રહેશે. જો તમે પણ રોજે ડાબા પડખે સુવાની ટેવ પાડી દેશો તો શરીર સ્વસ્થ અને નિરોગી રહેશે.
આ રીતે સૂવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે. અને શરીરમાં શારીરિક કમજોરીને દૂર કરે છે. તમે પણ શરીરને તંદુરસ્ત બનાવી રાખવા માંગતા હોય તો જમણી બાજુ સુવાની ટેવ હોય તો તે છોડીને ડાબા પડખે સુવાની ટેવ પાડી દેવી જોઈએ જે શરીરના દરેક અંગોને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.