આપણા શરીરને પૂરતો આરામ મળી રહે તે માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. માટે કહેવામાં આવે છે કે સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવું હોય તો 6 કલાક ની ઊંઘ તો ફરજીયાત લેવી જોઈએ. ઘણી વખત આપણી સુવાની ખરાબ કુટેવ આપણા સ્વાસ્થ્યને ખુબ જ ખરાબ અસર પહોંચાડી શકે છે.
દિવસે કે રાત્રીના સમયે કોઈ પણ વ્યક્તિ એક પડખે સુઈ શકતું નથી. મોટાભાગના લોકો જમણે પડખે સુતા હોય છે અને ઘણા લોકો ડાબા પડખે સુતા હોય છે. જયારે વ્યક્તિ સૂતો હોય છે ત્યારે કઈ સ્થતિમાં સુવે છે તેનો કઈ જ ખ્યાલ હોતો નથી.
પરંતુ શું તમે જાણો છો કે ડાબા પડખે સુવાના કયા કયા ફાયદા થાય છે. મોટાભાગના લોકો ડાબા પડખે સુવાના ફાયદાઓ વિષે જાણતા હોતા નથી પરંતુ તમને જણાવી દઉં કે ડાબા પડખે સૂવાથી હૃદયનો રોગ, પેટને લગતી બીમારી, થાક, વજન વઘારો જેવી સમસ્યાને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આપણા શરીરની મોટાભાગની શારીરિક સમસ્યા દૂર થઈ જાય છે. તમે પણ વિચારતા હશો કે ડાબા પડખે સૂવાથી કઈ ફાયદો થતો હશે. હા ડાબે પડખે સૂવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બઘા ફાયદાઓ થતા હોય છે. તો ચાલો જાણીએ ડાબા પડખે સૂવાથી થતા ફાયદા વિષે.
પેટની સમસ્યા દૂર કરે: ડાબા પડખે સૂવાથી આપણી પાચનક્રિયામાં સુઘારો થાય છે. જયારે આપણે ડાબા પડખે સુતા હોઈએ છીએ ત્યારે ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સહેલાઈથી પહોંચી જાય છે. જેથી સવારે ઉઠો ત્યારે પેટ સારી રીતે સાફ થઈ જાય છે. જેથી આપણી પાચનશક્તિ મજબૂત બને છે.
ગર્ભવતી મહિલાઓ માટે: ડાબા પડખે સૂવાથી ગર્ભ માં રહેલ બાળકનો શારીરિક વિકાસ ખુબ જ સારો થાય છે. માટે ડાબા પડખે સૂવાથી માતા અને બાળકના સ્વાસ્થ્ય પર ખુબ જ સારી અસર થાય છે.
હૃદય સ્વસ્થ રહે: ડાબા પડખે સૂવાથી હૃદય પાર દબાણ થતું નથી. જેના કારણે હૃદયની કાર્ય પ્રણાલીમાં સારી થાય છે. જેના કારણે લોહીનું પરિવહન પણમાં પણ સુઘારો થાય છે. માટે ડાબા પડખે સૂવું આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
શારીરિક કમજોરી ને દૂર કરે: ડાબા પડખે સૂવાથી આપણા શરીરના દરેક અંગો સારી રીતે કામ કરે છે. આ ઉપરાંત મગજને પણ ઓક્સીઝન મળી રહે છે. જેના કારણે માનસિક સ્વાસ્થ્યમાં સુઘારો થાય છે. સાથે શારીરિક કમજોરીને પણ દૂર કરવામાં મદદ મેળવી શકાય છે.
વજન ઘટાડે: વજન ઘટાડવા માટે ડાબા પડખે સૂવાથી લાભ થાય છે. કારણકે ડાબા પડખે સૂવાથી આપણા શરીરમાં પેટની ચરબીનું પ્રમાણ વઘતું નથી જેના કારણે મેદસ્વીતા વઘતી નથી. માટે જો પેટની ચરબી ઘટાડવી હોય તો ડાબા પડખે સૂવું સૌથી બેસ્ટ માનવામાં આવે છે.
દુખાવામાં રાહત મળે: ઘણી વખત ઘણા લોકોને કરોડરજ્જુ અને કમરમાં દુખાવો થાય છે. તેમના માટે ડાબા પડખે સૂવું ખુબ જ ફાયદાકારક છે. ડાબા પડખે સૂવાથી શરીરને પૂરો આરામ મળે છે જેથી કરોડરજ્જુના હાડકા પણ મજબૂત થાય છે. જેથી કમરના દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે.
અનિદ્રાની સમસ્યા દૂર કરે: ઘણા લોકોને રાત્રી ઊંઘ ના કારણે ઘણી વખત ગોળીઓ લેવી પડતી હોય છે. પરંતુ જો ડાબા પડખે સુવાની ટેવ પાડી દે તો અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે. જેના કારણે આપણે ખુબ સારી ઊંઘ મેળવી શકીશું. આ ઉપરાંત ઊંઘતી વખતે આવતા ખરાબ સપના પણ નહીં આવે.
ડાબી પડખે સૂવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે સાથે આપણા મગજનો પણ સારો વિકાસ થાય છે. આ સાથે ડાબા પડખે સૂવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. વાળના સ્વાસ્થ્ય માટે ડાબા પડખે સૂવું ખુબ સારું માનવામાં આવે છે.