ઘાઘર અને ખરજવું તે એક ચામડીનો રોગ છે, જે કેટલીક વસ્તુની એલર્જી હોવાના કારણે થતી હોય છે, ઘાઘર અને ખરજવાનો ઉપાય સમયસર કરવામાં ના આવે તો તે દિવસે ને દિવસે વધતું જ જતું હોય છે. ઘાઘર અને ખરજવું ઘણા લોકો લાંબા સમય થી હોય છે.
જે ઘણી બધી દવાઓ કરવા પણ તેમને મટતું હોતું નથી. પરંતુ આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી ઘાઘર અને ખરજવાની સમસ્યા માંથી કાયમી છુટકાળો મેળવી શકાય છે. તમને જણાવી દઉં કે ચામડીના રોગો લોહી ખરાબ હોય તો પણ ચામડીના રોગો થતા હોય છે.
ઘાઘર અને ખરજવા નો ઘરેલુ ઉપાય:
બાફેલા બટાકા: બાફેલા બટાકા ચામડીના રોગોને મૂળમાંથી દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે સૌથી પહેલા એક બટાકુ બાફી લેવાનું છે, ત્યારબાદ તે બફાઈ જાય ત્યારે તેને નીકાળીને એના ટુકડા કરી લેવાના છે, તે ટુકડાનો સ્કિન પર સહન થાય તેટલો જ ગરમ હોય ત્યારે તેને ઘાઘર અને ખરજવું હોય તે જગ્યાએ મૂકી તેની ઉપર કપડું લપેટી ને એક કલાક રહેવા દેવાનું છે.
આ ઉપાય તમે બે થી ત્રણ દિવસ કરશો તો તમને 100% ફરક પડતો જોવા મળશે. જો તમને વર્ષો જૂની ઘાઘર અને ખરજવાની સમસ્યા હોય તો આ બાફેલા બટાકાનો ઉપાય કરવાથી ઘણી રાહત મળશે.
ટામેટા નો રસ: ટામેટા પણ ચામડીના રોગો માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે સૌથી પહેલા ટામેટાનો રસ નીકાળીને ઘાઘર અને ખરજવું પર લગાવાથી ખુબ જ ઝડપથી રાહત મેળવી શકાય છે. આ રસ દિવસમાં બે વખત લાગવાથી ઘણી રાહત મળશે.
ગાજરનો રસ: ગાજર શરીર માટે ખુબ જ ફાયદાકારક છે તેવી જ રીતે તેનો રસ પણ ચામડીના રોગો માટે ફાયદાકારક છે. આ માટે ગાજરનો રસ નીકાળી લો અને તેને ઘાઘર કે ખરજવું હોય તે જગ્યાએ લગાવા રાખવાથી રાહત મળે છે. ગાજરનો રસ નિયમિત પણે પીવાથી પણ લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગોમાં આરામ મળે છે.
પેશાબ નો ઉપયોગ: આપણા પોતાનો પેશાબ હોય તે પણ ઘાઘર અને ખરજવું ને મૂળમાંથી મટાડી દે છે. આ માટે એક કાચની બોટલમાં તમારો પેશાબ ભરી લો અને સવારે અને સાંજ બંને સમયે રૂ ની મદદથી ઘાઘર અને ખરજવું હો તેના પર લગાવી દો અને 30 મિનિટ પછી પાણી વડે સાફ કરી લો, આ રીતે કરવાથી ઘાઘર કે ખરજવું મટી જાય છે.
લીમડાનો રસ: આ માટે સૌથી પહેલા 8-10 કડવા લીમડાના પાન લઈ તેનો રસ નીકાળી ને પી જવાનો છે. લીમડાના પાન નો રસ પીવાથી લોહીમાં રહેલ બગાડ દૂર થાય છે અને ચામડીના રોગોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ ઉપરાંત રોજે દિવસમાં બે વખત એક ડોલમાં લીમડાના પાન નાખીને સ્નાન કરવાનું છે, આ લીમડાના પાણી થી સ્નાન કરવાથી ચામડીના રોગોના ઈન્ફેક્શન ને દૂર કરી સ્કિન ના રોગોને મટાડે છે.