ઉનાળામાં દહીં ખાવું શરીર માટે સારું માનવામાં આવે છે. દહીં શરીરને ઠંડુ રાખવાની સાથે-સાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે. દહીંમાંથી બનાવેલી ઘણા પ્રકારની ખાદ્ય ચીજો જેવી કે દહીંની ટિક્કી, દહીં વડા, દહીંનો ઉપયોગ કરીને બનાવેલું શાક વગેરે જેવી અનેક ખાદ્ય ચીજો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
દહીંમાં લેક્ટિક એસિડ, ઝિંક અને મિનરલ્સની હાજરીને કારણે તે શરીરની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે ખીલ, કરચલીઓ, ડાર્ક સર્કલ અને ચહેરાની કાળાશથી પરેશાન છો તો દહીં અને તેમાંથી બનાવેલ દહીંનો ફેસ પેક, આ સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ચાલો જાણીએ કે ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે દહીંનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. ગ્લોઈંગ સ્કિન મેળવવા: ત્વચા પર એકદમ ગ્લો અને કોમળતા મેળવવા માટે દહીંમાં થોડું મધ ભેળવીને દર બીજા દિવસે ચહેરા પર લગાવો.
આ માટે 1 ચમચી દહીંમાં 1 ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી આ પેસ્ટને ધોઈ લો. આ તમારી ત્વચાને પોષણ આપશે અને તેને સંપૂર્ણપણે નરમ અને ચમકદાર બનાવશે.
જૂનામાં જુના ડાઘ દૂર કરે: આજના સમયમાં વધતા જતા પ્રદૂષણ અને શરીરમાં રહેલા ઝેરી તત્વો સાફ ન થવાના કારણે ચહેરા પર અનેક પ્રકારના ધબ્બા થઈ જાય છે. આના કારણે ચહેરાની ચમક ઓછી થઇ જાય, તો તેનાથી છુટકારો મેળવવા માટે લીંબુ અને દહીંની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો.
આ માટે 1 ચમચી દહીંમાં થોડો લીંબુનો રસ ભેળવીને ખીલની સમસ્યાવાળા ભાગ પર લગાવો. જ્યારે આ મિશ્રણ સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. અહીંયા એક વાતની ધ્યાનમાં રાખો કે જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો આ પેસ્ટનો ઉપયોગ ન કરો.
કોઈ દિવસ ખીલની સમસ્યા થશે નહીં: ચહેરા પર થોડા પણ ખીલ થવાથી ચહેરાની સુંદરતામાં ઘટાડો થાય છે. ખીલથી બચવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરા પર દહીં લગાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સૌ પ્રથમ ચહેરો ધોઈને સારી રીતે લૂછી લો.
હવે ખીલવાળી જગ્યાઓ પર રૂ અથવા આંગળીઓ વડે દહીં લગાવો. સવારે ઉઠીને નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. દરરોજ રાત્રે આ પ્રયોગ કરો. એકવાર રૂ નો ઉપયોગ કર્યા પછી તે રૂનો ફરીથી ઉપયોગ ન કરવો.
યુવાની જેવી ચમક મેળવવા: વધુ પડતું ટેંશન, આખો દિવસ વ્યસ્થ અને વધુ પડતા સ્ટ્રેસને કારણે અથવા આરામની અછતને કારણે ચહેરા પર અકાળે ઉમરની અસર દેખાવા લાગે છે. પરંતુ તમારા ચહેરાની જુવાની જાળવી રાખવા માટે, દહીં અને ચણાના લોટનું મિશ્રણ ચહેરા પરની કરચલીઓ પર ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
આ માટે 2 ચમચી દહીંમાં 1 ચમચી ચણાનો લોટ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને ચહેરા પર સરખી રીતે લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ મિશ્રણનો ઉપયોગ કરવાથી ત્વચાની માંસપેશીઓ ટાઈટ થાય છે અને તમને જુવાન દેખાવા લાગશો.
ડાર્ક સર્કલની સમસ્યા રહેશે નહીં: આંખોની નીચે સમય પહેલા દેખાતા ડાર્ક સર્કલની સમસ્યાને પણ દહીંની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે. બજારમાં મળતી મોંઘી આંખની ક્રીમની સરખામણીમાં દહીંનો ઉપયોગ ઘણો સસ્તો છે અને અસરકારક પણ છે.
સૂતા પહેલા આંખોની નીચે એટલે કે ડાર્ક સર્કલવાળી જગ્યાઓ પર દહીં લગાવો. દહીં સુકાઈ જાય એટલે ધોઈ લો. આ ઉપાય થોડા દિવસ કરવાથી, આંખોની નીચે જોવા મળતા ડાર્ક સર્કલ દૂર થઇ જશે.