આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ભારતીય ઘરોમાં દહીં ખાવાનો રિવાજ પ્રાચીન સમયથી ચાલતો આવ્યો છે. ભારતીય ઘરોમાં દહીં બપોરે ભોજન સાથે કે પછી ખાવામાં આવે છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ જોવા મળે છે, જે સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે.

તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ પણ સારી માત્રામાં જોવા મળે છે, જે તેને સુપર ફૂડની શ્રેણીમાં લઈ જાય છે. દહીંને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તો આવો જાણીએ દહીંના ફાયદા વિશે.

તમને જણાવીએ કે દહીં શરીરને તાજગી રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને જે લોકોને હ્રદય સંબંધિત બીમારીઓ હોય છે, તેમને ડૉક્ટરો દહીં ખાવાની સલાહ આપે છે, સામાન્ય રીતે દહીંનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ તેના બીજા ઘણા જબરદસ્ત ફાયદાઓ છે.

દહીં વજન ઘટાડવામાં મદદરૂપ છે : જો તમે વજન ઘટાડવા માંગો છો તો દહીં તમારું વજન ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે. દહીંને વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ ખોરાકમાંથી એક માનવામાં આવે છે, કારણ કે તે આપણા શરીરમાં કોર્ટિસોલ અને સ્ટેરોઇડ હોર્મોન્સના વધારાને અટકાવે છે, જે ક્યાંક ને ક્યાંક સ્થૂળતાના વધતા જોખમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

દહીં રોગપ્રતિકારક શક્તિ વધારે છે : નિષ્ણાતોનું કહેવું છે કે દહીં એક ઉત્તમ પ્રોબાયોટિક ફૂડ છે, જે આપણા આંતરડા માટે ઉત્તમ માનવામાં આવે છે. દહીંમાં રોગ પેદા કરતા કીટાણુઓ સામે લડવાની શક્તિ હોય છે કારણ કે તેમાં કેટલાક સક્રિય ગુણ હોય છે, જે જીવાણુઓને મારી નાખવાની સાથે રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે.

દહીં દાંત અને હાડકાંને મજબૂત કરે છે : દહીં માત્ર કેલ્શિયમથી ભરપૂર નથી, પરંતુ તે ફોસ્ફરસથી પણ ભરપૂર છે, તેથી આ બંને પોષક તત્વો આપણા હાડકાં તેમજ દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલું જ નહીં, દહીં સંધિવાથી બચવામાં પણ મદદ કરે છે.

હૃદય માટે હેલ્ધી : દહીં કોલેસ્ટ્રોલના નિર્માણને અટકાવે છે અને આ જ કારણ છે કે તમે હાઈ બ્લડ પ્રેશર જેવી સ્થિતિઓથી દૂર રહો છો. આહારમાં નિયમિતપણે તેનો સમાવેશ કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ લેવલ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકાય છે. તેથી તમારા હૃદયની તંદુરસ્તી સુધરે છે.

રાત્રે દહીં ન ખાવું : તમને જણાવીએ કે દહીંની તાસીર ઠંડી હોય છે. એટલા માટે રાત્રે દહીં ખાવાથી શ્લેષ્મ, સ્થૂળતા, ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે, તેથી તમારે રાત્રે દહી ખાવાનું ટાળવું જોઈએ.

દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે? : મિત્રો દહીં હંમેશા નાસ્તા અને લંચ સાથે ખાવું જોઈએ. દિવસ દરમિયાન દહીં ખાવાથી શરીરની પાચન પ્રક્રિયા સારી રહે છે. જો તમે બપોરે દહીં ખાઓ છો તો તમારા માટે ખુબજ ફાયદાકારક છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *