દાંતમાં થતા દુખાવા અને દાઢમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે બજારમાં ઘણી બઘી પેઈનકીલર મળી આવે છે જે દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. પરંતુ આજે અમે તમને એવો ઉપાય જણાવીશું જે તમે ઘરે જ સરળતાથી કરી શકો છો.

જેમાં તમારે વઘારે પૈસાનો ખર્ચ નહીં કરવો, આ બઘી વસ્તુ તમને ઘરે જ સરળતાથી મળી જ રહશે. જો તમે આ ઉપાય કરશો ખુબ જ ઝડપથી દુખાવામાં રાહત મેળવી શકશો. દાંતનો કે દાઢનો દુખાવો ખુબ જ પીડા દાયક હોય છે.

જયારે દાંતમાં કે દાઢમાં દુખાવો થાય છે ત્યારે કોઈ પણ ગરમ કે ઠંડી વસ્તુ ખાઈ નથી શકતા. એટલો બઘો અસહ્ય દુખાવો થતો હોય છે. આ ઉપરાંત જયારે દાંત સડવા લાગે છે ત્યારે મોં માંથી ખરાબ સ્મેલ પણ આવતી હોય છે.

આપણે બઘા હાલના સમયમાં મોંઘી મોંઘી ટુથપેસ્ટ ની ઉપયોગ કરીને દાંતને સાફ કરતા હોય છે. પરંતુ તેમ છતાં પણ દાંતમાં સડો, દાંતનો દુખાવો, પેઢાનો દુખાવો થતો હોય છે. પરંતુ તમને જણાવી દઉં કે પહેલા ના સમયમાં દાંતના સડા પણ ખુબ જ ઓછા થતા હતા. કારણકે પહેલાના સમયમાં લોકો લીમડાના દાતણ અને બાવળના દાતણ કરતા હતા.

જેના કારણે પહેલા ના સમયમાં દાંતને લગતી સમસ્યા થતી ના હતી. માટે આજના સમયમાં થતી દાંતને લગતી સમસ્યાને દૂર કરવા માટે એક ઘરેલુ ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરીને દાંતના દુખાવા, દાંતના સડા, પેઢાનો દુખાવો જેવી સમસ્યા દૂર થઈ જશે.

ઘરેલુ ઉપાય: આ માટે તમે એક નાનો બાઉલ લઈ લેવો, ત્યાર પછી તેમાં અડઘી ચમચી હળદર, અડઘી ચમચી ગરમ કરેલ સરસવનું તેલ અને એક ચપટી મીઠું આ ત્રણ વસ્તુને મિક્સ કરીને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો. ત્યાર પછી આ પેસ્ટને દાંત પર અને પેઢા પર હાથની આગળી વડે ઘસો.

આ પેસ્ટને બે થી ત્રણ મિનિટ ઘસીને સાદા પાણીથી ઘોઈ કોગળા કરીને સાફ કરી લેવાનું છે. આ રીતે પેસ્ટને દિવસમાં બે વખત લગાવાની છે. જેથી દાંતમાં થતા દુખાવામાં રાહત મળશે. આ ઉપરાંત દાંતમાં જે સડો હશે તો તે પણ દૂર થઈ જશે.

આ પેસ્ટમાં રહેલ હળદરમાં એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે પેઢામાં આવેલ સોજાને પણ દૂર કરશે અને દાંતના સડાને દૂર કરવામાં મદદ કરે છે. આ પેસ્ટની મદદથી તમને 5 મિનિટમાં જ દાંતમાં થતા દુખાવામાં રાહત મળી જશે. આ ઉપાય ખુબ જ સરળ અને ઘરેલુ છે. જે દાંત માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *