આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

સામાન્ય રીતે મોટાભાગની ઘણી સમસ્યા વઘતી ઉંમરને જોવા મળતી હોય છે. પરંતુ અત્યારના સમયમાં નાની ઉંમરમાં પણ ઘણી બઘી બીમારી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

અત્યારે દરેક વ્યક્તિ બહારનું જંકફૂડ ખાવાનું વઘારે પસંદ કરે છે. પરંતુ હાલમાં બદલાયેલ લાઈફ સ્ટાઈલમાં ઘણા લોકો પોતાના દાંત ની સફાઈ ના કરવાના કારણે તેમને દાંતના દુખાવા જેવી સમસ્યા નો સામનો કરવો પડે છે.

દાંતના દુખાવામાં ડુંગળી ફાયદાકારક છે. માટે દાંતના અસહ્ય દુખાવામાં રાહત મેળવવા માટે તાજી ડુંગળીના ટુકડા કરીને દાંત અથવા પેઢા પર મૂકી રાખવાથી થોડા જ સમયમાં દુખાવામાં રાહત મળે છે.

આ ઉપરાંત દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે કેટલીક વનસ્પતિનો ઉપયોગ કરી શક્ય છે. જેમ કે, તુલસી, વન તુલસી વગેરે ઔષઘીનો ઉપયોગ કરીને પણ દાંતના દુખાવાને મટાડી શકાય છે. માટે દાંતનો દુલહવો થાય ત્યારે તુલસીને પીસીને તેને દુખાવા વાળા દાંત પર લાગવાથી દુખાવામાં રાહત મળે છે.

બરફના ટુકડાથી દાંતના દુખાવો શાંત થાય છે. બરફ મોટાભાગે દરેકના ઘરે આસાનીથી મળી આવે છે. માટે બરફનો એક ટુકડો લઈને મોં ની બહારથી હળવા હાથે લગાવાથી દાંતના દુખાવા અને દાંતના પેઢામાં થતા દુખાવામાં તરતજ રાહત મેળવી શક્ય છે.

જો તમને અચાનક દાંતના દુખાવાથી પીડાતા હોય ત્યારે વઘારે પડતું ઠંડુ, વઘારે પડતું ગરમ અને ગળ્યા વસ્તુનું સેવન કરવાનું બંઘ કરવું જોઈએ. કારણકે તે દાંતને નુકસાન પહોંચાડી શકે છે અને દુખાવામાં વઘારો કરે છે.

દાંતના દુખાવાને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ આયુર્વેદિક ઉપાય છે જેવા કે કાળામરી, લસણ, રાઈ વગેરે દાંતમાં થઈ રહેલ દુખાવામાં રાહત આપવા ની સાથે દુખાવને દૂર કરવામાં ખુબ જ અસરકારક સાબીત થઈ શકે છે.

દાંત ને સ્વસ્થ અને મજબુત રાખવા માટે ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત શાકભાજી, ફળો, અનાજ વગેરેનું સેવન કરવું જોઈએ અને જંકફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

દાંતના દુખાવા ની સમસ્યા થવા ના દેવી હોય તો રાત્રીના ભોજન પછી હંમેશા બ્રશ કરવાની આદત રાખવી જોઈએ. જેથી દાંતમાં ખોરાક ભરાઈ ના રહે દાંતમાં સડો કે દુખાવની સમસ્યામાંથી છુટકાળો મળે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *