રોજે બ્રશ કરો છો તેમ છતાં પણ દાંત પીળા જ રહે છે તો આજે અમે તમને પીળા પડી ગયેલ દાંત ને મોટી જેવા ચમકદાર બનાવવા માટે ના કેટલાક ઘરેલુ દેશી ઉપાય જણાવીશું, આ ઉપાય કરવાથી વર્ષોથી પીળા પડી ગયેલ દાંત સફેદ થઈ જશે.
બ્રશ કરવા છતાં પણ દાંત પીળા જ રહેતા હોય તો આપણી એવી કેટલીક ખરાબ ટેવ હોય છે જેના કારણે દાંત પર ચોટેલ પીળાશ નીકળતી નથી. જેમ કે આજે મોટાભાગે લોકો તમાકુ, મસાલા અને ગુટખા ખાવાં વ્યસને ચડી ગયા છે.
રોજે મસાલા અને તમાકુ ખાવાં કારણે દાંત તો પીળા જ રહે છે અને શરીરને ઘણું નુકસાન પણ થાય છે. ખાવામાં એવું કઈ ખવાઈ ગયું હોય અને દાંત માં ભરાઈ જાય તો દાંતમાં સડો પણ આવતો હોય છે. જેના કારણે દાંત નબળા પડી જતા હોય છે.
દાંતની પીળાશ ને દૂર કરવા માટે વ્યસન કરવાની આદત છોડવી જોઈએ. દાંતને સ્વસ્થ અને ચોખ્ખા રાખવા માટે રોજે સવારે અને રાતે સુવાના પહેલા બ્રશ કરવો જોઈએ, જેથી મોં માં રહેલ બેક્ટેરિયાનો નાશ પણ થઈ જશે અને દાંતમાં ભરાઈ ગયેલ ખોરાક ને પણ દૂર કરશે.
પીળા દાંતને સફેદ કરવાના ઉપાય:
લીંબુનો ઉપયોગ: લીબુમાં સાઈટ્રિક એસિડ મળી આવે છે. જે પીળા પડી ગયેલ દાંતને સફેદ કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ માટે સૌથી પહેલા એક બાઉલમાં અડધા લીંબુનો રસ લો અને તેમાં એક ચપટી ઈનો લો, હવે બંને ને મિક્સ કરીને દાંત પર 2 મિનિટ ઘસો,
ત્યાર પછી મોં માં પાણી લઈ કોગળા કરી લો, આવી રીતે લીંબુનો ઉપયોગ દિવસમાં વે વખત કરવાનો છે. જેથી થોડા જ દિવસમાં પીળા પડી ગયેલ દાંત પણ સફેદ મોટી જેવા ચમકવા લાગશે.
મીઠાંનો ઉપયોગ: દાંત ને સફેદ કરવા માટે લીંબુ ખુબ જ અસરકારક છે. આ માટે સૌથી પહેલા એક બે ચપટી મીઠું લઈ લો, હવે તે મીઠાને આંગળી વડે દાંત પર થોડી વાર ઘસો ત્યાર પછી પાણીના કોગળા કરી લેવાના છે.
આવી રીતે નિયમિત પાને થોડા ડોવસ કરવામાં આવે તો દાંત પર જે પીળા રંગનું કવચ ચોંટી ગયું છે તે ધીરે ધીરે દૂર થઈ જશે. મીઠાનો ઉપયોગ દાંત માં થયેલ સડામાં લગાવાથી દાંતના સડો દૂર થાય છે. સવારે અને રાતે સુતા પહેલા મીઠાનો આ રીતે ઉપયોગ કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે.
તમાકુ અને મસાલો ખાવાથી દાંત પીળા પડી ગયા હોય તો આ ઉપાય કરવાથી દાંતની પીળાશ પણ દૂર થઈ જશે અને દાંત મોટી જેવા ચમકવા લાગશે.