ઘણા લોકોના મનમાં એવા પ્રશ્નો થાય છે કે આંખોની નીચે ડાર્ક સર્કલ એક બીમારી છે જે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. પરંતુ તમને જણાવીએ કે આંખોની નીચે ડાર્ક સર્કલ તમારા સ્વાસ્થ્ય માટે કોઈપણ રીતે નુકશાનકારક નથી.
જે લોકોની આંખ નીચે ડાર્ક સર્કલ હોય છે તેવા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ રહે છે, કારણ કે તેઓ વિચારે છે કે તેઓ સારા નથી લાગતા. આંખોની નીચે ડાર્ક સર્કલ હોવાને કારણે વ્યક્તિ બીમાર, વૃદ્ધ અને થાકેલા પણ દેખાય છે.
ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન પણ થાય છે કે ડાર્ક સર્કલ કેમ થાય છે તો તમને જણાવીએ કે ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે આનુવંશિક કારણ, હાયપર-પિગમેન્ટેશન, અનિંદ્રા અને એલર્જી.
પૂરતી ઊંઘ લો: દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 7 થી 8 થી કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાતો દરેક વ્યક્તિને 7-8 કલાકની ઊંઘ લેવાની ભલામણ કરે છે. પૂરતી ઊંઘ ન લેવાથી નબળાઈ, બીમાર દેખાવું ડાર્ક સર્કલ થઈ શકે છે.
કોલ્ડ કોમ્પ્રેસ લગાવોઃ કોલ્ડ કોમ્પ્રેસ આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી ડાર્ક સ્પોટ્સ ઘટે છે. આઇસ પેકની જેમ, કોલ્ડ કમ્પ્રેસ આંખોની આસપાસની રક્તવાહિનીઓને સંકુચિત કરી શકે છે, જે ઘાટા રંગને હળવા બનાવે છે. તે આંખોમાં સોજો અને લાલાશ પણ ઘટાડી શકે છે.
વિટામિન-ઇ: સૂતા પહેલા વિટામિન-ઇની કેપ્સ્યુલને પંચર કરો, તેમાંથી તેલ કાઢીને આંખોની આસપાસ સારી રીતે મસાજ કરો. ત્યારબાદ થોડી વાર રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. રોજ થોડા દિવસો સુધી આમ કરો.
ડિહાઇડ્રેશન : આંખોની નીચે ડાર્ક સર્કલ થઇ જવાનુ મુખ્ય કારણ ડિહાઇડ્રેશન માનવામાં આવે છે. જ્યારે શરીર પર્યાપ્ત પાણી સ્કીનને ન આપી શકે ત્યારે સ્કિન પર ડલનેસ અને ડાર્કનેસ આવવા લાગે છે. તેના કારણે તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે.
તડકામાં રહેવું: ડાર્ક સર્કલ વધારે સમય તડકામાં રહેવાને કારણે પણ થાય છે. આવામાં સ્કીન પર પિગ્મીન્ટેશન વધી જાય છે અને આંખોની નીચેની કોમળ ત્વચા સૌથી પહેલા કાળી થવા લાગે છે.
જો તમને માહિતી પસંદ આવે તો બીજાને જણાવો અને આવીજ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.