ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને આપણી આસપાસ લીલી હરિયાળી જોવા મળી રહી છે. ચોમાસાની સીઝનમાં તમે જ્યાં પણ નજર કરો ત્યાં ત્યાં લીલોતરી જોવા મળે છે. ચોમાસામાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી જોવા મળે છે. અને આ પાણીના કારણે અસંખ્ય જીવ જંતુઓનો ઉત્પન થાય છે જે માંથી ઘણા જીવ જંતુઓ આપણા સ્વાસ્થ્યમાટે ઘાતક સાબિત થાય છે.

ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને તેના કારણે ઘણા મચ્છરજન્ય રોગો પણ થાય છે. આવી જ એક મચ્છરજન્ય બીમારી છે જેનું મન છે ડેન્ગ્યુ.

ડેન્ગ્યુ ફેલાવા માટે એડીસ પ્રજાતિના મચ્છર જવાબદાર છે. તેમના ડંખ દ્વારા, વ્યક્તિના શરીરમાં ફ્લેવી વાયરસ પ્રવેશ કરે છે અને ત્યાં તેમની સંખ્યા ઝડપથી વધવા લાગે છે.

ડેન્ગ્યુના લક્ષણો: મચ્છર કરડ્યા પછી ચારથી સાત દિવસમાં ઊંચો અથવા હળવો તાવ, આંખો અને માથામાં દુખાવો, ઉબકા, પેટમાં દુખાવો, ચામડી પર લાલ ફોલ્લીઓ, ઉલ્ટી અને સ્નાયુઓમાં દુખાવો મુખ્ય લક્ષણો છે. ગંભીર સ્થિતિમાં , બ્લડ પ્લેટલેટની સંખ્યા ઓછી થવા લાગે છે, જેના કારણે ત્વચા અથવા શરીરના કોઈપણ ભાગમાંથી રક્તસ્ત્રાવ પણ શરૂ થાય છે.

ડેન્ગ્યુ અટકાવવા માટે શું કરવું: 1- તમારા ઘરમાં ક્યાંય પણ પાણી એકઠું થવા ન દો કારણ કે પાણીવાળી જગ્યાઓ પર મચ્છરોની ઉત્પત્તિ ઝડપથી થાય છે. 2- જો તમે ગરમીથી રાહત મેળવવા માટે કુલરનો ઉપયોગ કરો છો, તો સમયાંતરે તેનું પાણી બદલો.

3- ચોમાસામાં સૂવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. જો તમારે ઘરે નાના બાળકો હોય તો તેમને અવશ્ય મચ્છરદાનીમાં સુવડાવો. 4- ઘર સિવાય ઘરની બહાર નીકળતી વખતે પણ મચ્છર ભગાડનાર ક્રીમનો ઉપયોગ કરો. ક્રીમ ઉપરાંત, તે સ્પ્રે અને રોલરના સ્વરૂપમાં પણ મળે છે, તેથી તમે મચ્છરોને દૂર રાખવા માટે તેનો ઉપયોગ કપડાં પર પણ કરી શકો છો.

5- ઘરના દરવાજા અને બારીઓ પર જાળી લગાવો, તેનાથી મચ્છરોનો પ્રવેશ રોકી શકાય છે. આમ તો જાળી મચ્છરો શિવાય બીજા અન્ય જંતુઓ અને જીવાતોને પણ અટકાવવાનું કામ કરે છે.

6- ચોમાસાની સિઝનમાં ફુલ સ્લીવના કપડાં પહેરો. તેનાથી ઘણી હદ સુધી મચ્છરો કરડવાથી બચી શકાય છે. 7- શરીરને હાઇડ્રેટેડ રાખવું એ ડેન્ગ્યુને નિયંત્રિત કરવાનો સૌથી અસરકારક માર્ગ છે. ચોમાસાની ઋતુમાં ઉકાળેલું પાણી જ પીવો.

8- ડેન્ગ્યુથી બચવા માટે તમારા આહારમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન સી ધરાવતા ખોરાકનો સમાવેશ કરો, જેમ કે ચીઝ, ઈંડા, સ્પ્રાઉટ્સ અને મોસમી મોસમી ખાટાં ફળો.

જો તમે ચોમાસામાં આટલી વસ્તુઓ ધ્યાન રાખશો તો ડેન્ગ્યુ જેવી મચ્છરોથી ફેલાતી બીમારીઓથી બચી શકશો. માહિતી ઉપયોગી છે જેથી જેથી આગળ મોકલવાનું ભૂલશો નહીં

Leave a comment

Your email address will not be published. Required fields are marked *