આપણા શરીરને શક્તિ શાળી અને સ્લિમ ફિટ અને મજબૂત બનાવવા એક વસ્તુ ખાવાની છે જે શરીરની વઘી ગયેલ બધી જ ચરબીને ગાયબ કરી વજન ઓછું કરશે. આ માટે આપણે રોજે સવારે ખાલી પેટ દેશી પલાળેલા ચણાના 51 દાણા ચાવી ચાવીને ખાઈ લેવાના છે.
જે ચરબીને ઓગાળી વજનને ઓછું કરવાની સાથે અનેક રીતે ફાયદાકારક છે. જેમ કે શરીરમાં વારે વારે થાક લાગતો હોય, કમજોરી રહેતી હોય, સુસ્તી રહેતી હોય, પેટ સાફ ના થતું હોય તો આ દાણા ચાવી ચાવીને ખાઈ જાઓ.
દેશી ચણામાં ભરપૂર માત્રામાં ડાયટરી ફાયબર મળી આવે છે. જેને ખાવાથી મેટાબોલિઝમ માં વધારો થાય છે. અને પેટની ચરબીને ઓગાળામાં મદદ ખાતે છે. પેટની ચરબી ઓગળી જવાથી વજન પણ ખુબ જ ઝડપથી ઓછું થતું જાય છે.
જો તમે પણ વજન ધટાડવા માટે કસરત, યોગા, વોકિંગ જેવા અનેક પ્રયત્નો કરો છો તો રોજે દેશી ચણાને ખાવા જોઈએ જેથી કસરત કરતા લાગતો થાક પણ દૂર થાય છે અને શરીરમાં ભરપૂર એનર્જી પણ રહે છે. જેથી કસરત વધુ કરવાથી પણ થાક લાગતો નથી.
ચણામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળી આવે છે જે હાડકાને જરૂરી પોષક તત્વો પુરા પાડે છે. જેથી હાડકામાં આવતો કડકડ અવાજ, સાંઘાના દુખાવા, ઢીચણના દુખાવા જેવી હાડકાની કોઈ પણ સમસ્યા હોય તો તેને પણ દૂર કરવામાં મદદ કરે છે.
આજના સમય કરતા પહેલા સમય માં લોકોનું શરીર ઘોડા જેવું મજબૂત રહેતું હતું. જેના કારણે તેમના શરીરમાં બીમારીઓ ખુબ જ ઓછી થતી હતી. પરંતુ અત્યારના આધુનિક યુગમાં ખાવાની ખરાબ ટેવ અને વ્યસ્ત જીવન શૈલી ના કારણે શરીરને પૂરતું પોષણ મળતું નથી,
પરિણામે ઉંમર પેહલા જ કેટલીક બીમારીના શિકાર બનતા હોઈએ છીએ. જો શરીરને લાંબા સમય સુઘી મજબૂત બનાવી રાખવું હોય તો રોજે દેશી ચણા ખાવા જોઈએ, જે શરીરના દરેક સ્નાયુઓ અને માંસપેશી ઓને મજબૂત બનાવે છે.
સવારે આ દેશી ચણા ખાવાથી આપણે પેટ ભરેલું રહે છે અને ભૂખ પણ ખુબ જ ઓછી લાગે છે જેથી શરીરમાં વેધેલી ચરબી આપમેળે જ ઓછી થવા લાગશે. અને વજન કંટ્રોલમાં આવી જશે.
જેમને બ્લડસુગર વધી જવાની સમસ્યા છે તેમના માટે દેશી ચણા ખુબ જ લાભદાયક છે રોજે સવારે તેનું સેવન કરવાથી સુગર નિયત્રંણમાં રહે છે. લોહીને શુદ્ધ કરવાની સાથે આયર્નથી ભરપૂર ચણા લોહીની માત્રામાં વઘારો કરશે.
નિયમિત પાને દેશી ચણા ખાવાનુ રાખવાથી માથાના વાળ ખરતા અટકી જશે અને માથામાં પડેલ તાલમાં પણ વાળ ઉગવા લાગશે. દેશી ચણા ખાવાથી વૃદ્ધાવસ્થામાં ચિન્હો દૂર થઈ જુવાન અને હેલ્ધી બનાવી રાખશે.