મોટાભાગે ઘણા વ્યક્તિને વઘારે પરસેવો થતો હોય છે, વ્યવસ્થિત સ્નાન ના કરતા હોય, અથવા ચામડીના રોગના દર્દીના કપડાં, તે દર્દીની પથારીમાં ઊંઘવાથી, રૂમાલ, તેમનો સાબૂ નો ઉપયોગ કરવાથી ચામડીનો રોગ થાય છે.
જેમાં મુખ્યત્વે ઘાઘર, ખસ, ખંજવાળ, ખુજલી, ખરજવું જેવી સમસ્યા મુખ્ય છે. આ રોગની સારવાર ના કરવામાં આવે તો તે ખુબ મોટું રૂપ લઈ શકે છે. તે રોગનું નિરાકરણ ના કરવામાં આવે તો તે રોગ ઘર કરી જાય છે.
આ એવા રોગ છે, જે મોંઘી દવાનો ઉપયોગ કરવાથી પણ મટી શકતો નથી. માટે આજે અમે તમારા માટે એવા કેટલાક આયુર્વેદિક ઉપાય લાવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી ચામડીના રોગને જડમૂળમાંથી ખતમ કરી શકાય છે.
આ ચામડીના રોગ ફૂગથી ફેલાય છે. ફૂગ એટલે ફંગલ ઈન્ફેક્શન થાય છે.આ રોગને મટાડવા માટે એન્ટી ફંગલ ગુણઘર્મો ઘરાવતી ઔષધીનો ઉપયોગ કરવામાં આવેતો ચામડીને ઝડપથી મટાડી શકાય છે.
સામગ્રી : 3 લીંબુ, કપૂર, 1 ચમચી ખાવાનો સોડા, ચપ્પુ, ચમચી,1 વાટકી, 1 ગ્લાસ પાણી, નારિયેળ તેલ, કડવા લીમડાના પાન આટલી વસ્તુ તૈયાર રાખો.
પહેલો ઉપાય : કપૂરને વાટીને પાવડર બનાવો, 1 વાટકીમાં કપૂર પાવડર લો, તેમાં ખાવાના સોડા બંને મિક્સ કરી લો. તેમાં 2-3 ચમચી પાણી મિક્સ કરીને હલાવો. ત્યારબાદ તેમાં લીંબુ નો રસ નાખીને હલાવી દો. કાપેલા લીંબુ થી તેને હલાવીને ઘાઘર પર લગાવવું. આ રીતે 5-6 દિવસ કરશો એટલે તેનું પરિણામ ચોક્કસ જોવા મળશે.
બીજો ઉપાય : કપૂરના પાવડરને એક વાટકીમાં લઈને તેમાં એક લીંબુનો રસ નાખો. ત્યાર પછી તેમાં નારિયેળલનું તેલ 2 ચમચી નાખીને હલાવી દો. આ મિક્ષણને ઘાઘર થયું હોય ત્યાં લગાવી દો.
ત્રીજો ઉપાય : લીમડાના 15-20 પાન લેવા. ગરમ પાણી કરીને તેમાં પાન નાખી દેવા. સ્નાન કરતી વખતે આ પાણીનો ઉપયોગ કરવો. કડવા લીમડામાં એન્ટિફંગલ ગુણધર્મો આવેલ છે. જેથી લીમડાના પાણીથી સ્નાન કરવાથી ઘાઘર મટે છે.
કુંવાડીયાનો છોડ ઘાઘર માટે ખુબ જ ઉપયોગી ઔષધિ છે. મગફળીના પાનના જેવા જ કુંવાડીયાનાં પાન આવે છે. આ છોડમાં લાંબી શિંગો હોય છે જેના બીજ ને શીંગ માંથી કાઠીને વાટી લેવા. લીંબુના રસમાં આ બીજને પલાળીને ચોપડી શકાય. જેથી ઘાઘર માટે છે.
લીલા કુંવાડીયાનાં પાંદડા નો રસ અને કુંવાડીયાનાં પાંદડા નો રસ કાઠીને ઘાઘર પર લગાવાથી માટે છે. આયુર્વેદમાં આ રોગ માટે ઘણી આયુર્વેદિક દેશી દવાઓ બની છે. તેના માટે વેઘ નિષ્ણાત ની સલાહ લઈને કિશોલ ગુગળ, ગંધક રસાયણ, ચૂરણ કે ગોળી ના રૂપમાં મળી આવે છે. આનો ઉપયોગથી ઘાઘર મૂળમાંથી દૂર કરે છે.
ઘાઘર, ખસ, ખંજવાળ, ખુજલી, ખરજવું જેવી સમસ્યામાં આ આયુર્વેદિક ઉપાય ખુબ જ ઉપયોગી સાબિત થશે.