શરીરની ત્વચા ખુબ જ કોમળ છે, જેને સ્વસ્થ બનાવી રાખવી ખુબ જ આવશ્યક છે, પરંતુ વ્યક્તિની રહેણીકરણી અને ખાવાની એવી કેટલીક ખોટી રીત હોવાના કારણે શરીરમાં કેટલીક નાની મોટી અનેક પ્રકરની સમસ્યાઓ ઉત્પન્ન થતી જોવા મળે છે.
તેવી જ એક બીમારી ચામડીની બીમારી છે, જે ખાવામાં એવું કંઈક આવવાના કારણે અથવા તો શરીરને ચોખ્ખું ના રાખવાના કારણે ચામડીને લગતા રોગો જેવા કે ઘાઘર, ખંજવાળ, ખસ, ખરજવું જેવા ચેપી રોગો થતા જોવા મળે છે. ચામડીનો રોગ શરીરમાં થવો તે ખુબ જ ચિંતાજનક માનવામાં આવે છે.
ચામડીના રોગમાં જયારે ખંજવાળ આવતી હોય છે ત્યારે તે ખંજવાળ ખુબ જ મીઠી હોય છે જેના કારણે વ્યકતિ વધુ સમય ખંજવાળ તો રહે છે પરંતુ વધુ ખંજવાળ વાથી તે વધે છે અને તેનો ચેપ પણ અન્ય જગ્યાએ લાગે છે અને તે ફેલાય છે. ચામડીના રોગ થવાના કારણે વ્યકતિ ઘણી બધી દવાઓ અને ટ્યૂબ નો ઉપયોગ વધુ કરતા હોય છે.
તેમ છતાં પણ અમુક વખતે તેનાથી કોઈ ફેર દેખાતો નથી હોતો, તે માટી જાય છે અને પાછું થઈ જતું હોય છે, આ માટે આજે અમે તમને ચામડીના થતા રોગમાં સૌથી અસરકારક ઘરેલુ ઉપચાર જણાવીશું જેની મદદથી ચામડીના રોગમાં ખુબ જ ઝડપથી આરામ મળશે.
કડવો લીમડો: કડવો લીમડો શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. લીમડાના પાન, છાલ, ફૂલ અને તેના મૂળ ઔષઘીય દવાઓ બનાવવા માટે ઉપયોગ આવ્યો છે. તમને જણાવી દઉં કે કડવો લીમડાઓ ખાવાથી શરીરમાં રહેલ બધો જ વધારાનો કચરો સાફ કરે છે, અને લોહીને પણ શુદ્ધ બનાવે છે,
તેમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ જેવા ગુણધર્મો હોય છે જે શરીરમાં વધતા કીટાણુઓ અને ચેપને મૂળમાંથી નાશ કરવાનું કામ કરે છે, આ માટે કડવા લીમડાનો ઉપયોગ ચામડીના રોગોમાં કરવાથી તેમાં ઘણી હદ સુઘી રાહત મેળવી શકાય છે.
આ માટે સૌથી પહેલા થોડા કડવા લીમડાના પાન લઈ લો, ત્યાર બાદ તેની પેસ્ટ બનાવી લેવી, પેસ્ટ તૈયાર થઈ જાત ત્યાર પછી તેમાં દહીં ઉમેરો અને ત્યાર બાદ સારી રીતે મિક્સ કરી લો, હવે તે પેસ્ટને ચામડીના થયેલ રોગ પર રૂ વડે લગાવી દો.
જેથી તેમાં આવતી ખંજવાળ ઘીરે ઘીરે દૂર થઈ જશે અને ચામડીના રોગને મૂળમાંથી નાશ કરશે. ત્યાર પછી તમે બીજો આ ઉપાય પણ અપનાવી શકો છો. તમે સવારે ઉઠીને તમારું વાસી થૂંક ઘાઘર વાળી જગ્યાએ લગાવો છો તો ઘીરે ઘીરે ઘાઘર, ખંજવાળ દૂર થાય છે. વાસી થૂંક ચામડીના રોગને મટાડવામાં સૌથી અસરકારક માનવામાં આવે છે.