અત્યારના સમયમાં ઘણા લોકો ચરબી યુક્ત ખોરાક ખાવાના શોખીન હોય છે. પરંતુ અત્યારનું બેઠાળુ જીવન હોવાના કારણે ચરબી યુક્ત આહારનું સેવન કરવાથી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે.
જો બેઠાળુ જીવન હોય અને ચરબી યુક્ત આહારનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને મટાડવી ખુબ જ મુશ્કેલ છે. હા પરંતુ તેને ચોક્કસ કંટ્રોલમાં લાવી શકાય છે.
અત્યારના સમયમાં ડાયાબિટીસ કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. વધારે પ્રમાણમાં ગળ્યું ખાવું, બહારના જંકફૂડ, ફાસ્ટફૂડ, ઠંડા પીણાં, ઠંડુ ખાવું વગેરે થી ડાયાબિટીસનું સુગર લેવલમાં વધારો થઈ શકે છે.
ડાયાબિટીસ ને કંટ્રોલમાં લાવવા માટે કેટલાક આયુર્વેદિક ઉપાય કરવા જોઈએ. જેથી સુગર લેવલ નિયત્રંણમાં રહી શકે. આ આયુર્વેદિક ઉપાય થોડો લાંબો સમય કરવાથી તેના ચોક્કસ ફાયદા જોવા મળે છે. તો ચાલો જાણીએ કેટલાક ઘરેલુ આયુર્વેદિક ઉપાય વિશે.
પહેલો ઉપાય: સૌથી પહેલા કડવા લીમડાના 8 થી 10 પાન લઈને ચાવી ચાવીને ખાઈ જવાના છે. ત્યાર પછી થોડું નવશેકું પાણી એક ગ્લાસ પી જવું. ડાયાબિટીસ હોય તો આ રીતે લીમડો અને પાણીનું સેવન સવારે અને સાંજે બંને ટાઈમ કરવું જોઈએ. જે સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે. આ ઉપાય થોડા મહિના કરવાથી લોહીમાં આવેલ સુગરને ઘીરે ઘીરે ઓછું કરીને ડાયાબિટીસ ઘણું કંટ્રોલમાં લાવી દેશે.
બીજો ઉપાય: સૌથી પહેલા એક કાકડી, એક કારેલું અને એક ટામેટું લઇ લેવું. હવે દરેક વસ્તુના ટુકડા કરીને એક મિક્સર માં પીસીને તેનો જ્યુસ બનાવી લેવાનો છે. ત્યાર પછી તે જ્યૂસનું સેવન સવારે ખાલી પેટ કરવાનું છે. આ જ્યૂસનું સેવન નિયમિત કરવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં લાવી દેશે.
ત્રીજો ઉપાય: સૌથી પહેલા થોડા પાકા જાંબુ લઇ લેવાના છે. ત્યાર પછી તે જાંબુના ઠળિયાને નીકાળી દેવાના છે. ત્યાર પછી તે ઠળીયાને સુકવી દેવા. બરાબર સુકાઈ જાય ત્યારે તે ઠળીયાને મિક્સમાં વાટીને તેનું ચૂરણ બનાવી લેવાનું છે. ત્યાર પછી એક ચમચી ચૂરણને સવારે અને સાંજે એક ગ્લાસ નવશેકા પાણી સાથે મિક્સ કરીને પી જવાનું છે. આ પાણી પીવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં આવી જશે અને સુગરના પ્રમાણ ઘટાડી દેશે.
ચોથો ઉપાય: સૌથી પહેલા એક ગ્લાસમાં પાણી લઈને તેમાં બે ચમચી મેથીને આખી રાત પલાળીને રહેવા દો. ત્યાર પછી સવારે ખાલી પેટ તે પાણીનું સેવન કરવાનું છે. આ રીતે મેથીના પાણીનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
ડાયાબીટીસ ને કંટ્રોલમાં રાખવા માટે તુલસીના પાન ખુબ જ ફાયદાકારક છે. આ માટે દરરોજ સવારે ઉઠીને તુલસીના પાન ચાવી ચાવીને ખાઈ જવાના છે. આ ઉપરાંત તુલસીના પાન નો રસ પણ પીવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
તુલસીના પાનનું સેવન અને તેના રસનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. માટે ડાયાબિટીસ દર્દીએ આ ઔષધીય પાનનું સેવન કરવું જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.