ડાયાબિટીસ એક ખતરનાક અને ખુબ જ ગંભીર બીમારી છે. જેની સમયસર ઈલાજ કરાવવો ખુબ જ જરૂરી છે. જો તમે તેનો ઈલાજ સમયસર ના કરવામાં આવે તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ડાયબિટીસ દર્દીએ ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખવી જોઈએ.
જેથી સુગર નું લેવલ સંતુલન રહી શકે. આ માટે પોષક તત્વોથી ભરપૂર એવો ખોરાક લેવા જોઈએ. ડાયબિટીસ રોગમાં ખાવામાં કેટલીક ચરી પાડવી પણ ખુબ જ જરૂરી છે. જે સુગરના પ્રમાણ ને સંતુલન રાખવામાં મદદ કરશે.
આ રોગમાં ખાવા પીવાની સાથે કેટલાક ઘરેલુ ઉપાય પણ અપનાવી શકાય છે. આજે આ લેખમાં ડાયાબિટીસ જેવા ભયંકર રોગોને કંટ્રોલમાં કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી બ્લડ સુગર લેવલ નિયત્રંણમાં રાખશે.
બ્લડ સુગર કંટ્રોલ કરવાના ઉપાય:
મીઠો લીમડો: કડવો લીમડો સ્વાસ્થ્ય માટે જેટલો ગુણકારી છે તેટલો જ મીઠો લીમડો પણ ગુણકારી સાબિત થાય છે. આ માટે મીઠા લીમડાના થોડા પાન લઈને તેને પાણીમાં નાખી ઉકાળી લો અને તે પાણી પીવા જેવું ઠંડુ થાય ત્યારે પીવાથી સુગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે.
જાંબુના ઠળિયા: જાંબુના ઠળિયા પણ ડાયબિટીસ રોગમાં ખુબ જ ફાયદાકારક છે. આ માટે સૌથી પહેલા જાંબુના ઠળિયા લઈને તેનો બારીક જીનો પાવડર બનાવી લો, ત્યાર પછી તેને હૂંફાળા પાણી સાથે લેવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જે ડાયબિટીસ દર્દી માટે લાભદાયક સાબિત થશે.
બારમાસીના પાન અને તેના ફૂલ: ડાયબિટીસ રોગમાં બારમાસીના પાન અને ફૂલ ખુબ જ ગુણકારી સાબિત થઈ શકે છે. આ માટે તેના પાન અને ફૂલને પાણીમાં પલાળી તે પાણીને સવારે ખાલી પેટ પી જવાથી ડાયાબિટીસ રોગ મટે છે.
ડાયબિટીસ એક ખતરનાક રોગ છે જેમાં ઘઉં ની બનાવેલ રોટલીઓ ના ખાવી જોઈએ, તેમને ઘઉંની રોટલીની જગ્યાએ બાજરો, જઉં, મકાઈ ના બનાવેલ તાજા ગરમ રોટલા જ ખાવા જોઈએ. આ સાથે રોજે હળવી કસરત યોગા પણ કરવા જોઈએ, જે ડાયબિટીસ દર્દી એ કરવા ખુબ જ જરૂરી છે.