લવિંગ ઔષધીય ગુણોથી ભરપૂર છે, લવિંગ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, ડાયબિટીસ રોગમાં લવિંગનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે જણાવીશું, લવિંગ ડાયબિટીસ દર્દી માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
લવિંગનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે અને ઘણી બીમારીઓ ને દૂર કરવા માટે દવાનું કામ કરે છે, લવિંગમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે જે દાંતના થતા દુખાવામાં ઘણી રાહત આપે છે.
આજના સમયમાં વ્યક્તિની જીવન જીવવાની ખરાબ જીવન શૈલી અને આહાર લેવાની કેટલીક ખોટી ટેવના કારણે વ્યક્તિ ઘણા બધા રોગના ઝપેટમાં આવી જતો હોય છે. તમને જણાવી દઉં કે ડાયાબિટીસ રોગ પહેલા સમયમાં વૃદ્ધ લોકોમાં જ જોવા મળતો હતો,
પરંતુ જેમ જેમ જીવન શૈલી અને ખાવાની કેટલીક ખરાબ ટેવ થવા લાગી છે આવા સમયમાં ડાયબિટીસની બીમારી નાની ઉંમર માંજ વધુ જોવા મળી રહી છે. તમને જણાવું કે આજે મોટાભાગે લોકો નાની ઉંમરે ભારતમાં ઘણા લોકો ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા છે.
જે પણ વ્યક્તિ ડાયબિટિસનો ભોગ બને છે તેમને સુગર લેવલ કંટ્રોલમાં રાખવું ખુબ જ જરૂરી બની જાય છે. જયારે લોહીમાં સુગરની માત્રામાં વધારો થાય છે તેવા સમયમાં નિષ્ણાતો પણ ગ્લાયકેમિક ઇન્ડેક્સ મળી આવતી વસ્તુનું સેવન કરવાનું કહેતા હોય છે.
જો તમે દવા સિવાય કેટલાક ઘરેલુ ઉપાય ની મદદથી ડાયબિટીસને કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો રસોડામાં મળી આવતા લવિંગનો ઉપયોગ કરીને ડાયબિટીસને કંટ્રોલમાં કરી શકો છો. તો ચાલો જાણીએ લવિંગનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ.
આ માટે સૌથી પહેલા એક ગ્લાસ જેટલું પાણી એક પેનમાં નાખી ગેસ પર મૂકી દેવાનું છે. ત્યારબાદ તેમાં 8-9 જેટલા લવિંગ નાખવાના છે, ત્યારપછી તેને 5 મિનિટ સુધી ઉકળવા દેવાનુ છે. જયારે તે સારી રીતે ઉકળીને 1/4 ભાગનું થઈ જાય ત્યારે ગેસને બંધ કરી લેવો,
હવે તેને થોડી વાર ઢાંકીને રહેવા દો, ત્યારબાદ તેને ગાળી લેવાનું છે, ગાળી લીધા પછી તે પાણીને પીવાનું છે. આ પાણી સતત બે થી ત્રણ મહિના પીવાનું છે, જો તમે આ પાણી પીસો તો લોહીમાં રહેલ સુગરની માત્રા ધીરે ધીરે ઓછી થવા લાગશે અને ડાયબિટીસ કંટ્રોલમાં રહેશે.
આ લવિંગનું પાણી પીવાથી શરદી, ખાંસી, કફ, માથાનો દુખાવો, દાંતનો દુખાવો, મોની ખરાબ વાસ, કબજિયાત વગેરે દૂર કરવામાં મદદ કરે છે. લવિંગને રોજે ચૂસીને ખાવાથી પણ ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે.
અહીં આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે જો તમે ડાયબિટીસના દર્દી છો તો આ ઉપાય અપનાવતા પહેલા નિષ્ણાત અથવા ડોકટરની સલાહ અચૂક લેવી.