આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજકાલ આપણી ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીના કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસની બીમારી નાની ઉંમરના લોકોને પણ ખુબજ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. આ રોગનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે.

તેને નિયંત્રિત કરીને જ તમે સ્વસ્થ જીવન જીવી શકો છો. આ રોગ ત્યારે થાય છે જ્યારે તમારું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નામના હોર્મોનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. આ હોર્મોન લોહીમાં સુગરને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.

ડાયાબિટીસથી કેવી રીતે બચવું તે વિશે વાત કરીએ તો તમારે તમારા આહાર અને કસરતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ બે બાબતો ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી અને દર્દીઓએ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ પર આધાર રાખવો પડે છે.

ડાયાબિટીસને રોકવાની ઘણી રીતો છે, જેમાં ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનું સેવન અને અમુક પ્રકારની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. શુગરના દર્દીઓ માટે કેટલાક આયુર્વેદિક ઉપાયો પણ ઉપયોગી થઈ શકે છે. તો આવો જાણીએ.

~

ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આયુર્વેદિક ઉપાયો: ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આયુર્વેદિક ઉપાયો પણ છે, જેના દ્વારા તમે બ્લડ સુગરને કંટ્રોલ કરીને સ્વસ્થ જીવન જીવી શકો છો. આયુર્વેદિક ડોક્ટર દીક્ષા ભાવસાર તમને આવા જ કેટલાક સસ્તા અને અસરકારક ઉપાય જણાવી રહ્યા છે.

હળદર અને મેથીનું પાણી: ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી હળદર અને મેથી પાવડર ભેળવીને પીવું જોઈએ. તે તમને તમારી ફાસ્ટિંગ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

જમ્યા પછી વરિયાળી ખાઓ: સુગરના દર્દીઓએ દરેક ભોજન પછી 1 ચમચી વરિયાળીનું સેવન કરવું જોઈએ. તે તમને તૃપ્તિનો અનુભવ કરાવે છે અને મીઠાઈઓની તૃષ્ણાને ઘટાડે છે, તે ખોરાકને પચાવવામાં અને પાચનતંત્રને સુધારવામાં પણ મદદ કરે છે.

ઘાણા : આપણાં શરીરની અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ઘાણામાં હોય છે. ઘાણાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરે છે તો સુગર કંટ્રોલમાં રહે છે, કારણકે ઘાણામાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે જે ડાયાબિટીસમાં સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ઘાણાનો ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી લો અને એમાં એક ચમચી ધાણાં નાંખો. ત્યારબાદ આ આખી રાત પલળવા દો અને સવારમાં ખાલી પેટે આ પાણી પી લો. આનાથી સુગર કંટ્રોલમાં રહે છે.

મેથીના દાણા: મેથીના દાણા અને તેના પાંદડા ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, તેને તમારા આહારનો ભાગ બનાવી શકાય છે. મેથીનું સેવન કરવા માટે તેના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. તેના પછી બીજા દિવસે ખાલી પેટે આ પાણી પીવો અને દાણા ચાવી ચાવીને ખાઈ જાઓ.

રાગી : રાગી વિષે ઘણા લોકો જાણતા હશે તે એક પ્રકારનું અનાજ છે. જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. રાગી રોટલીમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સ જેવા ગુણો જોવા મળે છે. જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *