આજના સમયમાં દરેક વ્યક્તિ પિતાને હેલ્ધી ફિટ અને સ્લિમ દેખાવામાં માટે જિમ માં કસરત કરીને ખુબ જ પરસેવો પડતા હોય છે. પરંતુ કસરત કરવાની સાથે આપણે ડાયટમાં એવા ફૂડ નો સમાવેશ કરવો જોઈએ જેની મદદથી ખુબ જ ફાયદો થાય.
આજના સમયમાં પોતાના માટે સમય નીકાળવો ખુબ જ મુશ્કેલ છે. પરંતુ આપણે આપણા શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે થોડો સમય નીકાળવો જ જોઈએ. આ માટે આપણે આપણા ડાયટમાં કેટલીક વસ્તુનો સમાવેશ કરીને જરૂરિયાત અનુસાર શરીરને સ્કિન બનાવી શકીશું.
વજન ઓછું કરવા માટે આપણે કસરતની સાથે ડાયટ પ્લાન પણ ફોલો કરવો જોઈએ જેથી આપણે વજન ને ઝડપી ઉતારવામાં મદદ મેળવી શકાય. વજન વધવા પાછળ આપણી અનિયમિત ખોરાક લેવાની ટેવના કારણે જોવા મળતી હોય છે. આ માટે શરીરને સ્લિમ બનાવી રાખવા માટે આપણે ડાયટમાં કાયા આહારનો સમાવેશ કરવો જોઈએ તેના વિષે જાણીશું.
દહીં ખાઓ: દહીંમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી અને ફાયબર મળી આવે છે. દહીંમાં ખુબ જ ઓછી કેલરી મળી આવે છે, માટે વજનને કંટ્રોલમાં રાખવા માટે રોજિંદ જીવનમાં દહીંનો સમાવેશ કરવો જેથી મેદસ્વીતા પણા થી છુટકાળો મળશે.
દહીંને રોજે ખાવાથી ડાયજેશન સિસ્ટમમાં સુઘારો થાય છે જે ખોરાકને ઝડપી પચાવવામાં મદદ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. માટે કસરત કરવાની સાથે દહીં ને પણ ડાયટમાં સમાવેશ કરીને શરીરને સ્લિમ બનાવી શકાય છે. સાથે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વઘારે છે.
દૂઘીનો રસ પીવો: દૂઘી વધતા વજનને કંટ્રોલમાં લાવવા માટે ખુબ જ ફાયદાકારક છે. માટે ડાયટમાં દૂઘીનો રસ પીવો જોઈએ જેમાં મળી આવતા ફાયબર ભૂખ લાગવાથી બચાવશે અને વજનને નિયંત્રિત કરશે. આ સાથે વાળ અને ત્વચા માટે પણ દૂધીનો રસ ખુબ ફાયદાકારક છે.
ખાટા ફળો ખાઓ: ખાતા ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી નો સ્ત્રોત માળીઓ આવે છે. માટે ચરબી અને વજનને ઓછું કરવા માંગતા હોય તો રોજે ડાયટમાં ખાટા ફળોનો સમાવેશ કરવો જોઈએ. જે બોડીને સ્લિમ બનાવામાં મદદ કરે છે.
હૂંફાળું પાણી: પાણીં આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે, પરંતુ શરીરને સ્લિમ બનાવી રાખવા માટે પાણીને હૂંફાળું બનાવીને પીવું જોઈએ જેથી આપણા શરીરનો વધારાનો બધો જ કચરો દૂર કરી ચરબીને ઓગાળશે. માટે રોજિંદા જીવનમાં સવારે ઉઠીને અને રતારે સુતા પહેલા એક એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ. જે શરીરને સ્લિમ બનાવામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત દિવસમાં 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ.
સલાડ ખાઓ: રોજિંદા આહારમાં સલાડનો સમાવેશ કરવો જોઈએ જેમ ફાયબરની માત્રા સારી હોય છે જે વજને વધતા અટકાવે છે. આ માટે
સલાડમાં કાકડી, ગાજર, બીટ નો સમાવેશ કરવો જોઈએ. જેથી શરીરને સ્કીમ બનાવવામાં ચોક્કસ ફાયદો થશે.
રોજે કસરત સાથે ડાયટમાં આ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો ચોક્કસ પણે વજનને ઓછું કરી શકાય છે. આ ઉપરાંત આપણે ભારે ખોરાક ખાવાના ટાળીને હળવા ખોરાક ખાવા જોઈએ જે શરીરને ઓછું કરવામાં મદદ કરશે.