આપણી વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણીના કારણે પણ ડાયાબિટીસ રોગનો સામનો કરવો પડી શકે છે. જયારે આપણા લોહીમાં સુગરનું પ્રમાણ વઘવા લાગે છે ત્યારે ડાયાબિટીસમાં વઘારો થાય છે. ડાયાબિટીસ વધવાથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવા માટે આપણે હારમાં કેટલાક ફેરફાર પણ લાવવા જોઈએ આ ઉપરાંત અપનૈં જીવન શૈલીમાં થોડા બદલાવ લાવવા પણ ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવા માટે કયા આહારનો સમાવેશ કરવો જોઈએ.
બપોરના ભોજનમાં ફાયબર યુક્ત આહાર ખાવો: જો ડાયાબિટીસ દર્દી ફાયબર યુક્ત આહારનું સેવન કરે છે તો ડાયાબિટીસનું જોખમ 30% જેટલું ઓછું થઈ જાય છે. માટે બપોરે જયારે ભોજન કરવા બેસો ત્યારે ફાયબરથી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ. જે ડાયબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે.
અખરોટ ડ્રાયફ્રુટનું સેવન: અખરોટ ડાયાબિટીસ ને કંટ્રોલ લાવવામાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. રોજે અખરોટનું સેવન કરવાથી આપણી મેદસ્વીતાને ઘટાડે છે. અખરોટમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે બ્લડમાં રહેલ સુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.
માટે રોજે રાત્રે બે થી ત્રણ અખરોટને પાણીમાં પલાળીને રહેવા દેવા અને સવારે ઉઠીને ખાલી પેટ તે અખરોટને ખાઈ જવા. માટે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આહારમાં અખરોટનો સમાવેશ કરી શકો છો. આ ઉપરાંત રોજે અખરોટનું સેવન કરવાથી મગજ અને આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થાય છે.
દહીંનું સેવન: દહીં ટાઈપ-2 ડાયાબિટીસ દર્દી માટે એક અમૃત માનવામાં આવે છે. ડાયાબિટીસ વજન વધારે હોવાથી થતી હોય છે માટે રોજે આહારમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ જેથી વજન ઘટાડી શકાય છે. માટે ટાઈપ-2 ડાયાબિટીસ ને કંટ્રોલમાં લાવવા માટે દહીંનો સમાવેશ કરી શકો છો. જે આપણા આરોગ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
ફળનું સેવન: પોટેશિયમ અને મિનરલ્સથી ભરપૂર હોય તેવા ફળનું સેવન કરવું જોઈએ. સૌથી વધુ કીવી, તરબૂચ, મોસંબી,આમળા સૌથી વધુ પોટેશિયમ અને મિનરલ્સ મળી આવે છે, જે ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરે છે. માટે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આ ફળનો સમાવેશ કરી શકો છો.
રોજે સવારે અને સાંજે ચાલવું: ડાયબિટીસ દર્દી માટે ચાલવું ખુબ જ જરૂરી છે. કારણકે ચાલવાથી બ્લડમાં રહેલ સુગર લેવલમાં ઘટાડો થાય છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે તમે રોજિંદા જીવનમાં સવારે અને સાંજે બને સમયે 30 મિનિટ ચાલવું જોઈએ. જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. માટે રોજે ચાલવું જોઈએ.
કસરત અને યોગા: ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે રોજિંદા જીવન શૈલીમાં કસરત અને યોગને સ્થાન આપવું જોઈએ. રોજે આહારની સાથે કસરત અને યોગા પણ કરવા જોઈએ જેથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય. માટે રોજે સવારે 20-30 મિનિટ યોગા અને કસરત માટે સમય નીકાળવો જોઈએ.
આ ઉપરાંત તમારે દિવસ દરમિયાન પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ. જો તમે ડાયાબિટીસ હોય અને કંટ્રોલમાં રાખવી હોય તો જણાવ્યા અનુસાર આહારમાં અને જીવન શૈલીમાં થોડો બદલાવ લાવીને ડાયાબિટીસને કંટ્રોલમાં લાવી શકો છો.