આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઉનાળાની ઋતુ શરુ થઇ ગઈ છે. ઉનાળાનો તડકો અને પરસેવાને કારણે તરસ પણ ખુબ જ લાગે છે. આ તરસને છીપાવવા માટે તમે ઠંડા પાણીનો આશરો લેતા હશો. જયારે તમે બહારથી ઘરમાં પ્રવેશતાની સાથે જ તમે ફ્રીજ ખોલીને ઠંડા પાણીની બોટલ પણ ખાલી કરી દેશો.

પરંતુ શું તમે જાણો છો કે ઠંડુ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાન હોઈ શકે છે. આમ તો ઠંડુ પાણી પીવાથી તમને તરત જ આરામ મળી જાય છે પરંતુ શું તમે જાણો છો કે આ ઠંડુ પાણી તમારા શરીરને ધીરે-ધીરે બીમાર કરી દે છે.

જો આજે અમને તમને કહીએ છીએ તમારે આજથી જ ઠંડુ પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ, તો તમને કદાચ આ મજાક લાગશે, પરંતુ જ્યારે તમને ઠંડુ પાણી પીવાના ગેરફાયદા વિશે અંશો ત્યારે તમે આપોઆપ ઠંડુ પાણી પીવાનું આજથી જ બંધ કરી દેશો.

વજન વધી શકે છે : કહેવાય છે કે જેટલું વધારે ઠંડુ પાણી પીશો તેટલી શરીરમાં વધારે ક્ષમતા આવશે અને શરીર જેટલું વધારે કામ કરશે તેટલી ચરબી બર્ન થશે. પરંતુ આ સંપૂર્ણપાને સાચું નથી. એવું પણ બની શકે કે વધુ ઠંડુ પાણી પીવાથી તમારા પેટમાં જમા થયેલી ચરબી સખ્ત થઈ જાય અને શરીરમાંથી ફૈટ રિલીઝ કરવામાં સમસ્યા થાય.

તેથી કોશિશ કરો કે દિવસ દરમિયાન ઓછામાં ઓછું ઠંડુ પાણી પીવો અને બને તેટલું નોર્મલ ​​પાણી પીવો. ગરમ પાણી તમારા શરીરમાં રહેલી ચરબીને સરળતાથી બહાર નીકાળી શકે છે.

એનર્જી ખતમ થઇ જાય છે : અમે તમને પહેલા જ જણાવી ચુક્યા છીએ કે ઠંડુ પાણી પીવાથી શરીરમાં મેટાબોલિઝમ ધીમું કામ કરવા લાગે છે અને શરીર વધારે કામ કરવાની ક્ષમતા નથી રહેતી, તેનું એક મોટું કારણ એ છે કે ઠંડુ પાણી શરીરમાંથી ફૈટને રિલીઝ કરી શકતું નથી, જેના કારણે શરીર સુસ્ત રહે છે અને એનર્જી લેવલ નીચે જાય છે.

કબજિયાત થઈ શકે છે : જો તમે કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહયા છો તો તમારે ઠંડુ પાણી બિલકુલ ન પીવું જોઈએ. ઠંડુ પાણી પીવાથી તમારી કબજિયાતની સમસ્યા વધી શકે છે. વાસ્તવમાં ઠંડુ પાણી પેટમાં પહોંચીને મળને સખ્ત બનાવે છે અને જ્યારે તમે વૉશરૂમ જાઓ છો ત્યારે તમારે સમસ્યાનો સામનો કરવો પડે છે.

તેથી જો તમને પહેલેથી જ કબજિયાતની સમસ્યા છે તો તમારે ઠંડા પાણીને સ્પર્શ પણ ના કરવો જોઈએ અને જો તમને આ સમસ્યા નથી તો વધુ પડતું ઠંડુ પાણી પણ ના પીવો અને ખૂબ ગરમ પાણી ન પીવો.

ખોરાક પચવામાં તકલીફ થાય : ઠંડું પાણી પીવાથી પણ પાચન યોગ્ય રીતે થતું નથી કારણ કે ઠંડું તાપમાન પેટને ટાઈટ કરી નાખે છેજેના કારણે ખોરાક પચવામાં મુશ્કેલી આવે છે. મીડીકલી એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો હંમેશા ઠંડુ પાણી પીવે છે તેમના પેટમાંથી ગાર્ગલિંગનો અવાજ આવતો હોય છે અને પેટમાં હંમેશા દુખાવો રહે છે.

તમને કદાચ ખબર પણ નહીં હોય કે ઠંડુ પાણી તમારા હૃદયના ધબકારા ઘટાડે છે કારણ કે તે ગરદનની પાછળ રહેલી એક નસને અસર કરે છે જે હૃદયના ધબકારા ધીમા કરી નાખે છે.

ડિહાઇડ્રેશન થઇ શકે છે : ઉનાળાના સખત તડકામાંથી જ્યારે કોઈ વ્યક્તિ છાંયડામાં આવે છે ત્યારે તેને તરસ લાગે છે પરંતુ તરસને છીપાવવા માટે તેને ઠંડુ પાણી પીવું ગમે છે અને બે-ચાર ઘૂંટડા લીધા પછી જ તેની તરસ શાંત થઈ જાય છે, જ્યારે તરસ્યા માટે સાદું પાણી પીવે છે તો તેની તરસ છીપાતી નથી અને વધારે તરસ લાગે છે.

જો આખો દિવસ સામાન્ય પાણીથી તરસ છીપવામાં આવે તો શરીરમાં જરૂરી માત્રામાં પાણી જોઈએ છે તે પહોંચી જાય છે અને શરીર ડિહાઇડ્રેટ થવાથી બચી જાય છે, જ્યારે આખો દિવસ ઠંડા પાણીથી તરસ છીપાવવામાં આવે તો પેટમાં જે પાણીની માત્રા જરૂરી હોય છે તે પહોંચી શકતી નથી.

ગળામાં ઇન્ફેક્શન થાય છે : ઠંડુ પાણી તમારો અવાજ ખરાબ કરી શકે છે કારણ કે ઠંડા પાણીથી ગળામાં ઈન્ફેક્શન થઈ શકે છે. આ ઇન્ફેક્શન લાળ ઉત્પન્ન કરે છે જેના કારણે ગળામાં દુખાવો થાય છે. આ સિવાય વધુ ઠંડા પાણીથી કફ થઈ શકે છે. કફથી તાવ અને ઉધરસ પણ થઈ શકે છે. તેથી ઠંડા પાણીને બદલે સામાન્ય પાણી પીવું સારું છે.

માથાના દુખાવો વધે છે : ઠંડું પાણી માથામાં હાજર ક્રોનિયલ નસને પણ અસર કરે છે, જેના કારણે માથામાં ભારે દુખાવો થાય છે. જો કે ઉનાળાની ઋતુમાં જ્યારે માથાનો દુખાવો થાય છે ત્યારે લોકો એવું વિચારે છે કે આ દુખાવો ગરમીના કારણે થતો હોવો જોઈએ, પરંતુ દુખાવાનું સાચું કારણ છે કે તડકામાં આવીને સીધા પાણી પીવું.

આથી આ ઋતુમાં જ્યારે પણ તરસ લાગે ત્યારે સામાન્ય પાણી જ પીવાનો આગ્રહ રાખો. તેનાથી તમારી તરસ તો વધશે અને તમે દરેક પ્રકારની બીમારીઓથી પણ બચી શકશો. જો તમે પણ વધુ ઠંડુ પાણી પીતા હોય તો આ લેખ વાંચ્યા પછી તમે પણ ઠંડુ પાણી પીવાનું ઓછું કરશો, જો તમને આ જાણકારી ગમી હોય તો ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *