ઉનાળાની શરૂઆત થતા જ આપણે જાતજાતના પીણાં પીવાનું શરુ કરી દઈએ છીએ. તેવામાં ગરમીની પ્રમાણ ખુબ જ વધુ હોવાના કારણે આપણે સૌથી વધુ ઠંડુ પાણી પીને ગરમીથી શરીરને ઠંડક આપીએ છીએ. ઉનાળામાં આપણું શરીર હાઈડ્રેટ રહે તે માટે આપણે ઘણા બઘા ડ્રિન્ક પણ પિતા હોઈએ છીએ.
જેમ કે, નારિયેળનું પાણી, લસ્સી, ફળોના જ્યુસ જેવા વિવિઘ પીણાં આપણે પિતા હોઈએ છીએ. આપણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા 10-12 ગ્લાસ પાણી પીવાની સલાહ આરોગ્ય નિષ્ણાત જણાવે છે.
પરંતુ પાણી પિતા પહેલા આપણા શરીરનું તાપમાન યોગ્ય હોવું પણ ખુબ જ જરૂરી છે. ઉનાળામાં મોટાભાગે દરેક વ્યક્તિ તરસ ઓલવવા માટે ફિઝના ઠંડા પાણી પિતા હોય છે, ઠંડુ પાણી આપણા શરીરને ઠંડક આપી ગરમીથી રાહત આપે છે. પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
બહારથી સૂર્ય પ્રકાશના કિરણો માંથી આવ્યા પછી ફ્રિઝનું ઠંડુ પાણી પીવું આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. આ માટે આજે અમે તમને ફીઝમાં રહેલ ઠંડુ પાણી પીવાથી થતા સ્વાસ્થ્ય ને નુકસાન વિષે જણાવીશું.
પાચનક્રિયા ઘીમી કરે: ગરમીના તાપમાનમાં આવીને ફીઝનું પાણી પીવાથી રક્ત વાહિનીને સંકુચિત કરે છે જેના કારણે પાચનને લગતી સમસ્યા થવા લાગે છે, જે થી આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તે ખુબ જ ઝડપથી પચતો નથી માટે બહારથી તડકામાં આવીને ફ્રિઝનું પાણી પીવાથી આદત ને છોડવી જોઈએ.
ગાળામાં દુખાવો રહે: કઈ પણ ઠંડુ વસ્તુ ખાવાથી ગળું બેસી જાય છે જેના કારણે આપણે કઈ પણ પદાર્થ ખાઈએ કે પીએ તો ગળામાં દુખાવો થાય છે. કારણકે બહારથી આવ્યા પછી ઠંડુ પાણી પીએ છીએ ત્યારે લાળ બનવા લાગે છે જેથી વાયુમાર્ગ ધીરે ધીરે બ્લોક થવા લાગે છે.જેના કારણે શરદી, ખાંસી અને ગળામાં સોજા આવે છે જેથી દુખાવા થવાનું ચાલુ થાય છે, માટે ફીઝનું ઠંડુ પાણી પીવાની આદતને છોડવી જોઈએ.
ઘબકારા ઘટાડે: વધારે ઠંડુ પાણી પીવનાઈ આદત ઘબકારાને ઘટાડી શકે છે. કારણકે ઠંડુ પાણી પીવાથી ક્રેનિયલ નર્વ ઉતેજીત થવા લાગે છે જે શરીરના ઘણા કાર્યમાં અવરોઘ ઉભો કરી શકે છે. જેના કારણે હૃદયના ધબકારા ધીમા થવા લાગે છે, આ માટે તડકામાંથી આવીને ઠંડુ પાણી પીવાનું છોડવું જોઈએ.
મગજને અસર કરે: વધારે પડતા ઠંડા પાણી પીવાથી કરોડરજ્જુની ચેતા તંતુઓ ઘીમી થઈ સ્થિર થઇ જાય છે જેથી મગજ પર ખુબ જ ખરાબ પ્રભાવ પડતો હોય છે જેના કારણે માથાનો દુખાવો થવા લાગે છે. જેના કારણે સાઈનસ ની બીમારી વારા દર્દીઓમાં મુશ્કેલીઓ વધારી શકે છે. માટે મગજને સ્વસ્થ અને યોગ્ય કાર્ય સીલ બનાવવા માટે ઠંડુ પાણી પીવાનું બંધ કરવું જોઈએ.
વજન કંટ્રોલ કરવામાં વરોઘ ઉભો કરે: વજન ધટાડવા માટે ખુબ જ મહેનત કરતા લોકો માટે ઠંડુ પાણી અવરોધ ઉભો કરી શકે છે, કારણકે ઠંડુ પાણી પીવાથી ખોરાક પચતો નથી જેના કારણે ચરબી ઓછી થવાની જગ્યાએ વધવા લાગે છે માટે ઠંડા પાણી પીવાની આદત ચોડબી જોઈએ. જેથી વજન કંટ્રોલમાં લાવી શકાશે.