હવે દિવાળીના થોડાજ દિવસો બાકી છે અને આ તહેવારોની સિઝનમાં, સ્ત્રીઓ સંપૂર્ણપણે અલગ દેખાવ કરવાનો પ્રયાસ કરે છે . મહિલાઓ તેમના ચહેરાના રંગને નિખારવા માટે અનેક પ્રકારના ટ્રિક અપનાવે છે. કેટલીકવાર તે પાર્લરે જઈને તેમના ચહેરા પર મસાજ અને ફેશિયલ કરાવે છે.
હવે દિવાળી આવી રહી છે અને અત્યારથી જ કેટ્લીક મહિલાઓએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે . આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે ઘરે જ પાર્લર જેવો નિખાર મેળવી શકો છો. એલોવેરાની મદદથી તમે ઘરે જ ફેશિયલ કરી શકો છો. તો આવો જાણીએ ઘરે ફેશિયલ કરવાના 5 સરળ સ્ટેપ વિષે.
1 ) ક્લીન્ઝિંગ : ફેશિયલની શરૂઆત ક્લીન્ઝિંગથી કરો, આ માટે તમારે એલોવેરા ની જરૂર પડશે. તે ક્લીન્ઝિંગ એજન્ટ તરીકે કામ કરે છે. એલોવેરા જેલને એક બાઉલમાં કાઢીને તેમાં એક ચપટી હળદર ઉમેરો. બંનેને સારી રીતે મિક્સ કર્યા પછી ચહેરા પર લગાવો. પછી એક મિનિટ માટે મસાજ કરો અને ભીના ટિશ્યુથી ચહેરો સાફ કરો . આમ કરવાથી તમારા ચહેરાની ગંદકી સાફ થઈ જશે.
2 ) સ્ક્રબિંગ : ચહેરાની સફાઈ કર્યા પછી, જ્યારે તમારો ચહેરો સાફ હોય, ત્યારે સ્ક્રબિંગ કરો . આ કરવા માટે, એક બાઉલમાં મધ, કોફી પાવડર અને એલોવેરા જેલને એકસાથે મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા હાથમાં થોડું લો અને તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી ચહેરાની ડેડ સ્કિન સાફ થઈ જશે. સ્ક્રબ કરવાથી તમારા ચહેરા પર ચમક આવી જશે.
3 ) મસાજ : એલોવેરા જેલમાં પપૈયાનો પલ્પ અને દહીં મિક્સ કરો. આને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. થોડીવાર પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી સારી રીતે સાફ કરો.
4 ) સ્ટીમિંગ : ચહેરાના છિદ્રો ખોલવા માટે સ્ટીમિંગ કરવું જોઈએ. આ માટે, સ્ટીમરને ગરમ કરો અને થોડું જરૂરી તેલ ઉમેરો. પછી તમે તેને 3 થી 5 મિનિટ માટે સ્ટીમ કરો.
5 ) ફેસ પેક : ફેસ પેક ચહેરાની ત્વચાને કડક બનાવે છે. આ માટે એક બાઉલમાં એલોવેરા જેલ, મધ, ક્રીમ અને ચંદન પાવડર નાખો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 થી 20 મિનિટ પછી તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો. પછી ચહેરા પર મોઈશ્ચરાઈઝર અથવા સીરમ લગાવો.
જો તમે દિવાળીમાં ઘરે જ આ 5 સ્ટેપ ને ફોલ્લો કરો છો તો તમે બ્યુટી પાર્લર ગયા વગર સુંદર દેખાઈ શકો છો. આ સ્ટેપ એકદમ સરળ છે જે તમે ઘરે જ કરી શકો છો.