દૂઘ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયકારક છે. દૂઘનું સેવન કરવું નાના મોટા દરેક વ્યક્તિ માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. દૂઘનું સેવન નાના બાળકોના શારીરિક વિકાસ માટે અને બાળકોના શરીરને મજબૂત બનાવે છે.
દૂઘને એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. તેમાં સારી માત્રામાં પોષક તત્વો સ્ત્રોત મળી આવે છે. માટે રોજે એક ગ્લાસ દૂઘનું સેવન કરવું જોઈએ. પરંતુ દૂધનું સેવન અમુક વસ્તુઓ સાથે ના ખાવું જોઈએ. નહિ તો આપણા સ્વાસ્થ્ય ને નુકસાન થઈ શકે છે.
માટે આજે અમે તમને દૂધ સાથે કઈ વસ્તુનું સેવન ના કરવું જોઈએ તેના વિશે જણાવીશું. જો દૂઘ સાથે આ બઘી વસ્તુનું સેવન કરવામાં આવે તો ચામડીના રોગો, પેટને લગતા રોગો જેવા અનેક રોગ થવાનું જોખમ વઘી જાય છે. તો ચાલો દૂઘ સાથે કઈ વસ્તુનું સેવન ના કરવું તેના વિષે જાણીએ.
દહીં સાથે દૂઘના ખાવું: ઘણા લોકો આહારમાં દહીં ખાઈ લીધા પછી દૂઘનું સેવન કરતા હોય છે પરંતુ ક્યારેય દહીં સાથે દૂઘનું સેવન ના કરવું જોઈએ. નહિ તો એસિડિટી, પેટન દુખાવો, કબજિયાત જેવો સમસ્યા થઈ શકે છે. માટે દહીંની બનાવેલ વાનગીઓ અને દૂઘથી બનાવેલ વાજ઼ગીઓ ક્યારેય એક સાથે ના ખાવી જોઈએ.
ખાટા ફાળો સાથે દૂઘ ના પીવું: ઘણા લોકો ફળ ખાઈને ઘણી વખત દૂધ પી લેતા હોય છે. પરંતુ ખાટા ફળોમાં રહેલ સાઈટ્રિક એસિડ મળી આવે છે જેનું સેવન કર્યા પછી દૂઘ પીવામાં આવે તો એસિડિટીમાં વઘારો થાય છે.
અડદની દાળ અને દૂઘ: અડદની દાળને પચવામાં ઘણો સમય લાગે છે. માટે જો અડદની દાળ સાથે દૂઘ પીવામાં આવે તો ગેસ, અપચા ની સમસ્યા થઈ શકે છે. માટે દૂઘ સાથે અડદની દાળનું સેવન ના કરવું જોઈએ.
ચિપ્સ સાથે દૂઘ: ચિપ્સ અને નમકીન વાળી વસ્તુનું સેવન કર્યા પછી ક્યારેય દૂઘનું સેવન ના કરવું જોઈએ. કારણકે તેમાં નમકીન વધારે માત્રામાં હોય છે જેથી દૂધમાં રહેલ પોષક તત્વો મળતા નથી. પરંતુ જો તમે બંને સાથે ખાઈ લો તો ત્વચાને લગતી સમસ્યા થવા લાગે છે.
ડુંગળી સાથે દૂઘના પીવું: ઘણા લોકો જમવા સાથે ડુંગળીનું સેવન કરતા હોય છે પરંતુ જો તમે કોઈ પણ આહાર સાથે ડુંગળીનું સેવન કરતા હોય તો તેના પછી દૂઘનું સેવન ના કરવું જોઈએ. ડુંગળી ખાધા પછી દૂધ પીવાથી ચામડીના રોગો પણ થતા હોય છે માટે ક્યારેય ડુંગળી સાથે દૂઘનું સેવન ના કરવું જોઈએ.
વઘારે પડતા મસાલા વાળા આહાર સાથે દૂઘ ના પીવું: ઘણા લોકો મસલાએ દાળ ખોરાક ખાવાનું ખુબ જ ગમે છે પરંતુ જો વધારે પડતું તીખું ખાઘા પછી દૂઘનું સેવન કરવામાં આવે તો ગેસ, ઉલ્ટી, એસીડીટી જેવી સમસ્યા થઈ શકે છે.
તમને જણાવી દઉં કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. માટે જો તમારે દૂઘનું સેવન કરવુ હોય તો જમ્યાના એક થી દોઢ કલાક પછી જ કરવું જોઈએ. જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખશે અને અનેક બીમારીના જોખમથી બચાવશે.