આપણા શરીર માટે ફ્રૂટ ખાવું ખુબ જ જરૂરી છે. ફ્રુટનું સેવન નિયમિત કરવાથી શરીરમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળે છે. પરંતુ ઘણા લોકો ફળનું સેવન કર્યા પછી તરત જ પાણી પીતા હોય છે. તો તે પાણી ના પીવું જોઈએ. કારણકે તેનાથી શરીરને નુકશાન પણ થઈ શકે છે.
આપણે બઘા જાણીએ જ છીએ કે ફળ નું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખુબ જ ફાયદા થાય છે. પરંતુ જો ઘણી વખત ફળનું સેવન યોગ્ય રીતે ના કરવામાં આવે તો તે ફાયદાના બદલે આરોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.
વિટામિન અને ખનીજોનો ખુબ સારો સ્ત્રોત ફળમાં આવેલ હોય છે. જેથી તેને યોગ્ય રીતે ખાવાથી ખુબ જ લાભ આપી શકે છે. અને જો તે યોગ્ય રીતે ના ખાવામાં આવે તો તે શરીરમાં એસિડનું પ્રમાણ વઘારીને પેટમાં ગેસ, એસીડીટી જેવી સમસ્યા થઈ શકે છે.
ફળ ખાઘા પછી પાણી ના પીવું જોઈએ કારણકે ફળમાં નેચરલ શુગર રહેલું છે. જેથી ફળ ખાઘા પછી તરત જ પાણી પીવામાં આવે તો પેટને લગતી અનેક સમસ્યા પણ થઈ શકે છે. માટે ફળનું ખાઘા પછી ઓછામાં ઓછું 30 થી 40 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ.
ફળનું સેવન કર્યા પછી તરતજ પાણીનું સેવન કરવાથી પાચનક્રિયા ઘીમી થઈ જાય છે. ત્યારે એસિડ બર્ન અને એસિડ રિફ્લેક્સનું કારણ બની શકે છે. જેથી પાચન યોગ્ય રીતે નથી થતું જેથી ખોરાક પચતો નથી અને એસીડીટીની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત અન્ય સમસ્યા પણ થઈ શકે છે.
ફળનું સેવન કર્યા પછી તરતજ પાણી પીવાથી પચાવવાવાળા ગેસ્ટ્રીક રસ અને પાચન માટે જરૂરી એવા એન્જાઈમ્સ પાતળા થઈ જાય છે. જેથી ભોજન ને પચાવવામાં પાચનતંત્ર અસમર્થ થાય છે.
ગળ્યા ફળ નું સેવન કર્યા પછી તરત જ પાણી પીવાથી ખાંસીની સમસ્યા થઈ જાય છે. જેમ કે કેળા ખાઘા પછી પાણી પીવામાં આવે તો ખાંસીની સમસ્યા થઈ જાય છે. માટે તરત પાણી નું સેવન ના કરવું જોઈએ
ખોરાક ના પચવાના કારણે તે ચરબીના રૂપમાં ફેરવાઈ જાય છે. જેથી શરીરમાં ઈન્સ્યૂલિન નું પ્રમાણ પણ વઘે છે. જેના કારણે મોટાપો અને ડાયાબિટીસ નો શિકાર બનાવી શકે છે.
જો તમે પણ ખાઘા પછી તરતજ પાણી પીવાની આદત હોય તો તમે પણ તે આદત ને સુઘારી દેજો. જેથી પેટને લગતી સમસ્યા કે અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા થશે નહીં.
