આપણા રોજિંદા જીવનમાં આપણી અનિયમિત ખાણી પીણી હોવાના કારણે આપણા શરીરમાં અનેક રોગ થવાનું જોખમ વઘી જાય છે. આપણી અનિયમિત ખાન પાન ના કારણે પેટને લગતી સમસ્યા વધુ જોવા મળતી હોય છે.
પેટની સમસ્યામાંથી એક સમસ્યા એટલે કે કબજિયાત જે મોટાભાગે ઘણા લોકોમાં જોવા મળતી હોય છે. કબજિયાતની સમસ્યા લાગે છે ખુબ જ સામાન્ય પરંતુ જયારે કબજિયાતની સમસ્યા થવાની શરૂઆત થઈ જાય છે ત્યારે વજનમાં વઘારો, ડાયાબિટીસ, બલ્ડપ્રેશર જેવી અનેક સમસ્યાને આમંત્રીત કરે છે.
જો કબજિયાત ખુબ જ વઘારે સમય રહે તો આપણા શરીરમાં અનેક રોગ પ્રવેશી શકે છે. કબજિયાત થવાનું મૂળ કારણ આપણે ખાઘેલ ખોરાક ના પચવાના કારણે કબજિયાત થઈ શકે છે. જયારે આપનો ખાધેલ ખોરાક ના પચે ત્યારે તે આપણા આંતરડામાં સડવા લાગે છે.
ખોરાક ના પચવાના કારણે આપણી પાચનક્રિયા ધીમી થવા લાગે છે અને તેની અસર આપણા પાચનતંત્ર પર પડે છે. ખોરાક વધુ સમય સુઘી સડે તો જેના કારણે આપણા શરીરમાં રોગ આવી શકે છે. કબજિયાતનો જો સમયસર ઈલાજ કરવામાં ના આવે તો ખુબ જ જોખમી બની શકે છે.
કબજિયાતની સમસ્યા ને દૂર કરવા માટે આજે અમે તમને એક ડ્રિન્ક વિશે જણાવીશું જેનું સેવન ભોજન કર્યાના એક કલાક પછી પીવાનું છે. આ એક ઉપાય જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હશે તો તેને પણ દૂર કરવામાં ખુબ જ કારગર સાબિત થશે.
કબજિયાત દૂર કરવાનો ઉપાય: સૌથી પહેલા એક ગ્લાસ પાણીને નવશેકું ગરમ કરી લો, ત્યાર પછી તેમાં એક ચમચી એરંડિયાનું તેલ અને બે ચમચી લીંબુનો રસ મિક્સ કરો, હવે તેમાં 1/4 ભાગ ચમચી અજમો લઈને તેમાં મિક્સ કરીને બરાબર હલાવીને પછી પી જવાનું છે.
આ ડ્રિન્કને ભોજન કર્યાના એક કલાક પછી પી જવાનું છે. આ ડ્રિન્કનું સેવન એક-એક દિવસ છોડીને લેવાનું છે. આ ડ્રિન્કનું સેવન માત્ર 21 દિવસ કરશો તો કબજિયાતની સમસ્યા છે તે મૂળમાંથી દૂર થઈ જશે. ઘ્યાનમાં રાખવું કે ભોજન કર્યાના 45 મિનિટ પછી જ પાણીનું સેવન કરવું અને એક કલાક પછી કોઈ પણ સમયે આ ડ્રિન્કનું સેવન કરી શકાય છે.
અત્યારના સમયમાં મોટાભાગે 100 માંથી 90 લોકો કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આપણી ખરાબ ખાવાની કુટેવ ને આપણી રોજિંદા જીવન શૈલીના કારણે કબજિયાત થતી હોય છે. ધ્યાનમાં રાખવું કે રાત્રીના સમયે હળવું ભોજન કરવું જોઈએ અને ભરપેટ ક્યારેય ભોજન ના કરવું.
આ ડ્રિન્કનું સેવન કરવાથી આપણે ખાઘેલ ખોરાક સરળતાથી પચી જાય છે અને પેટને સાફ કરે છે. આપણા શરીરમાં જામેલ મળ ને છૂટો કરે છે અને આંતરડાને ચોખા રાખે છે. આપણી ખાવાની પીવાની ખોટી ટેવના કારણે આપણે પેટને લગતી સમસ્યા થઈ શકે છે.
જો આપણે આપણા આહારમાં પીઝા, બર્ગર, ચીજ જેવા અન્ય ભારે આહાર ખાઈ લઈએ તો તે જલ્દી પચતા નથી અને તેને પચવામાં ખુબ જ સમય લાગે છે. અને જયારે તે ખોરાક સારી રીતે ના પચે તો તે સડવા લાગે છે. માટે ક્યારેય તેવા આહારનું સેવન ના કરવું જોઈએ.
પરંતુ જો તમે આ એક ડ્રિન્કનું સેવન કરી લેશો તો થોડા જ દિવસમાં કબજિયાતની સમસ્યામાંથી કાયમી છુટકાળો મળી જશે. આ ડ્રિન્કનું સેવન કરશો તો સવારે ઉઠતાની સાથે જ આપણા આંતરડામાં જામેલ મળ છૂટો થશે અને પેટ સાફ થઈ જશે. પેટ સાફ થવાથી આપણી પાચનક્રિયા યોગ્ય થઈ જશે જેથી, આપણું પાચનતંત્ર પણ મજબૂત થઈ જશે.