પાણી એ આપણા જીવન જીવવાની સૌથી મહત્વની જરૂરિયાત છે. આપણા શરીરને 70% પાણીની જરૂરિયાત હોય છે.માનવનું જનજીવન પર નીધારીત છે. તમે પણ જાણતા હશો તો આપણા પૂર્વજો તાંબાના વાસણમાં પાણીને ભરી રાખી પછી તેને પીવામાં ઉપયોગમાં લેતા હતા.

કારણકે તાંબાના વાસણમાં ભરેલુ પાણી પીવાથી તે પાણી કુદરતી રીતે શુદ્ધ થઈ જાય છે. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ ટેક્નોલોજી પણ વધતી ગઈ એવામાં ધાતુમાંથી બનાવામાં આવતા વાસણ નો ઉપયોગ પણ કરવાનું પણ લોકો ભૂલી ગયા છે.

આજના આધુનિક ટેક્નોલીજી વાળા યુગમાં એક્વાગાડ, ROના મશીનમાંથી ફિલ્ટર થઈને આવતા પાણીનો સૌથી વધુ પીવામાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ મશીનો માં માંથી ફિલ્ટર થઈ ને આવતા પાણીમાં જરૂરી પોષક તત્વો મળી રહેતા નાટથી. માટે મશીન નો ઉપયોગ કરવાનું ટાળીને તાંબાના વાસણમાં ભરીને રાખેલ પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

પાણીને શુદ્ધ કરવા માટે ઓછામાં ઓછા તમારે તાંબાના વાસણમાં 5 કલાક પાણી ભરી રાખવાનું છે. આ ઉપરાંત તમે રાત્રે સુતા પહેલા તાંબાના વાસણમાં ભરીને આખી રાત રહેવા દઈ શકો છો. જેથી પાણીમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને પાણીને 100% શુદ્ધ બનાવે છે. માટે આજે અમે તમને તાંબાના વાસણમાં ભરીને રાખેલ પાણી પીવાના ફાયદા જણાવીશું.

પાચનતંત્રમાં સુધારો કરે: તાંબાના વાસણમાં પાણીને ભરી રાખ્યા પછી પીવાથી પેટમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે, આ ઉપરાંત તે પાણી આપણે ખાધેલ ખોરાકને પચાવી રાખવામાં ખુબ જ મહત્વની ભૂકી ભજવે છે, જે પેટને સાફ કરીને અપચો અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને પાચનક્રિયાને સુધારી પાચન તંત્ર ને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તાંબાના વાસણનું પાણી પીવાથી લીવર અને કિડની કાર્ય કરવાની ક્ષમતા માં પણ વધારો કરે છે.

વજન કંટ્રોલમાં રાખે: વજન ને ધટાડવા માટે કસરત, યોગા ની સાથે તાંબાના વાસણ નું પાણી પીવાનું ચાલુ કરવું જોઈએ, જે મેટાબોલિઝમ રેટને ખુબ જ ઝડપથી વધારે છે અને ચરબીને બનતા રોકે છે, જેથી વજન કંટ્રોલમાં લાવવામાં મદદ મેળવી શકાય છે, માટે વજન ને ઓછું કરતા હોય તો તાંબાના વાસણમાં ભરેલ પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ.

વધી ઉંમરને અટકાવે: હાલના સમયમાં વધારે પ્રદુષિત વાતાવરણ અને પોષક તત્વોના અભાવના કારણે ચહેરા પર કરચલીઓ સૌથી વધુ જોવા મળતી હોય છે જેના કારણે 45 વર્ષની ઉંમરે પણ ઘરડા થઈ ગયા હોય તેવા દેખાવા લાગીએ છીએ. માટે એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર તાંબાના વાસણનું પાણી પીવું વધતી ઉંમરે જવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

વાયરલ ઈન્ફેક્શનથી બચાવી રાખે: તાંબામાંના વાસણમાં પાણી જંતુરહિત કીટાણુઓનો નાશ કરે છે, જેથી આપણા શરીરમાં થતા અનેક રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે, તાંબાના વાસણનું પાણી રોજે પીવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે અનેક નાની મોટી બીમારીના ઈન્ફેક્શનથી બચાવી રાખશે.

એનિમિયાની સમસ્યાને દૂર કરે: આપણા શરીરમાં ઘણા કોષોને ઉત્પન્ન કરવા માટે તાંબાનું પાણી ખુબ જ ફાયદાકારક છે, ઘણા લોકોને એનિમિયાની સમસ્યા આયર્ન તત્વની ઉણપના કારણે થતી હોય છે માટે તે ઉણપને દૂર કરવા માટે તાંબા માં ભરેલ પાણી પીવાથી આયર્ન મળી રહેશે જેથી એનિમિયા ની સમસ્યા દૂર થઈ જશે.

ત્વચાને ચમકદાર બનાવી રાખે: દરેક વ્યક્તિ એક બીજા કરતા સુંદર દેખાય તેવું ઈચ્છે છે તેમના માટે તાંબાના વાસણનું પાણી પીવું જોઈએ. જેથી ચહેરો સુંદર, મુલાયમ અને ખીલ વગરનો થઈ જશે જેથી ચહેરા પર નેચરલી ગ્લો આવી જશે અને બીજાં કરતા પણ કુદરતી ચમક લાવી શકશો.

આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે આપણે હમેશા માટે સ્વસ્થ અને નિરોગી રહીએ, આ માટે આપણે તાંબાના વાસણમાં ભરેલ પાણી પીવાનું ચાલુ કરવું જોઈએ જે આપણા શરીરના હાડકા અને શરીરને 60-70 વર્ષ પણ પથ્થર જેવું મજબૂત બનાવી રાખશે અને શરીરમાં વારે વારે થાક અને નબળાઈ લાગતી હોય તો તેને પણ દૂર કરવાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *