સ્વાસ્થ્ય પ્રતિ જેટલા સજાગ રહીએ છીએ તેટલા જ સ્કિન માટે સજાગ રહેવું પણ ખુબ જ જરૂરી છે, સ્કિન ની દેખરેખ સારી રીતે રાખવામાં ના આવે તો સ્કિન ને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. સ્કિન ને સુંદર અને ચમકદાર બનાવી રાખવા માટે અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ અથવા બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
સ્કિન ની સમસ્યા ખાવા પીવામાં પૂરતું ઘ્યાન ના રાખવાના કારણે પણ થઈ શકે છે, સ્કિન ને જરૂરી પોષણ ના મળવાના કારણે પણ સ્કિન ડ્રાય રહેતી હોય છે, વાતવરણમાં થતા પ્રદુષણ અને ધૂળ માટીના રજકણો ના કારણે પણ સ્કિન પર ફોલ્લીઓ અને ખીલ થતી જોવા મળતી હોય છે.
સ્કિનને હેલ્ધી બનાવી રાખવા માટે સ્કિન ને સ્કિન ને અંદરથી હાઈડ્રેટ રાખવી જોઈએ. આ માટે વધુ માં વધુ પાણી પીવાની આદત પાડવી જોઈએ, આ ઉપરત આજે અમે તમને એવા કેટલાક ડ્રાયફ્રૂટ્સ જણાવીશું જેની મદદથી સ્કિનને જરૂરી પોષણ મળશે અને સ્કિન ને લગતી સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.
ડ્રાયફ્રૂટ્સ ખાવા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક છે, ડ્રાયફ્રૂટ્સ માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે સ્કિન ઉપરાંત શરીરના દરેક અંગોને જરૂરી પોષક તત્વોની કમીને પુરી કરી શકાય છે. તો ચાલો સ્કિન ને હેલ્ધી બનાવી રાખવા કયા ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ તેના વિષે જણાવીશું.
અંજીર: અંજીર સ્કિન ને હેલ્ધી બનાવી રાખવા માટે ખુબ જ મદદરૂપ સાબિત થશે. અંજીરમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી, આયર્ન, વિટામિન-ઈ જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વો મળી આવે છે. આ માટે જો તમે નિયમિત પણે પલાળેલા બે અંજીર રોજે સવારે ખાલી પેટ ખાવા જોઈએ સ્કિન ને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરશે.
કિસમિસ: કિસમિસ શરીરના સ્વાસ્થ્ય ઉપરાંત સ્કિન માટે પણ ખુબ જ ફાયદાકારક છે. કિસમિસમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ તત્વ સ્કિન ને નુકસાન થતા અટકાવે છે. સ્કિન પર કરચલી, ખીલ કે ફોલ્લીઓ હોય તો નિયમિત પણે પલાળેલ કિસમિસ ખાવાથી તે સમસ્યા દૂર થાય છે.
બદામ: બદામ દરેક વ્યક્તિએ ખાધી જ હોય છે, પરંતુ તેને ખાવાની સાચી રીત ખબર હોતી નથી જેથી તેના જરૂરી ફાયદાઓ સ્વાસ્થ્યને મળતા નથી. આ માટે તમારે તેના સૌથી વધુ ફાયદાઓ મેળવવા હોય તો રોજે 4-5 પલાળેલ બદામ ખાવાની ચાલુ કરી દેવી જોઈએ જે મગજને તેજ કરવાની સાથે સ્કિન ને હેલ્ધી અને ટાઈટ રાખવામાં મદદ કરે છે.
અખરોટ: સ્કિન ને ચમકદાર અને વૃદ્ધાવસ્થા ના ચિન્હોને અટકાવવા માટે ખાઈ શકાય છે. તેનો આકાર મગજ જેવો હોય છે જે મગજને તો તેજસ્વી બનાવે છે આ સાથે સ્કિન ને પણ હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે આ માટે અખરોટ ને ખાઈ શકાય છે.
જો તમે સ્કિન ને હેલ્ધી બનાવી રાખવાની સાથે શરીરને અનેક ઘણા ફાયદા મેળવવા માંગતા માંગતા હોય તો રોજે ડ્રાયફ્રૂટ્સ ને પલાળીને ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. જે લાંબા સમય સુઘી સુંદર અને જવાન બનાવી રાખવામાં મદદ કરશે.