આજના સમયમાં દરેક વ્યક્તિ જીવન જીવવા માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે. વ્યક્તિ વધારે મહેનત કરે તો વ્યક્તિના શરીરમાં થાક અને કમજોરી રહેતી હોય છે. જેના કારણે તે વ્યકતિ યોગ્ય કામ પૂર્ણ કરી શકતો નથી.
ઘણા લોકો ઓફિસમાં બેસીને કામ કરતા હોય છે. અને ઘણા લોકો ફેકટરીમાં ઉભા પગે કામ કરતા હોય છે. આ ઉપરાંત ધર્મ રહેતી મહિલાઓ પણ તેમના ઘર કામમાં એટલા બઘા વ્યસ્ત હોય છે જેના કારણે મહિલાઓ પણ ખુબ જ થાકી જતી હોય છે.
સૌથી વધુ જવાબદારી મહિલાઓ ને હોય છે. કારણકે સવારે ઉઠે ત્યારથી કંઈકના કંઈક કામ માં વ્યસ્ત હોય જ હોય છે. આ ઉપરાંત બાળકોને ભણાવાનું , ટેન્શન, વ્યવહારિક કામ, સમાજ સેવા લક્ષી કામ જેવા અનેક કામો હાલના સમયમાં મહિલાઓ કરતી હોય છે.
જેના કારણે મહિલાઓ થાકી જતી હોય છે. તેવામાં ઘણી વખત બીમાર પડી જતી હોય છે. આ માટે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ. આ માટે મહિલાઓ એ એવી કેટલીક વસ્તુનું સેવન કરવું જોઈએ જેનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી રહે અને કામ કરવામાં પણ મન લાગેલું રહે.
દરેક મહિલાઓએ આ વસ્તુનું સેવન કરવું જોઈએ. જે થાક અને નબળાઈને પણ દૂર કરી દેશે. આ માટે મહિલાઓએ પોતાના આહારમાં કેટલાક ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ મહિલાઓએ કયા ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ.
અંજીર: અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ડાયટરી ફાયબર જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. રોજે રાત્રે એક વાટકીમાં બે અંજીરને આખી રાત પલાળી રાખવાના છે. ત્યાર પછી સવારે ઉઠીને પાણી પી જવાનું છે, ત્યાર પછી તેમાં રહેલ અંજીર ચાવી ચાવીને ખાઈ જવાના છે.
અંજીરમાં રહેલ ડાયટરી ફાયબર પાચન કરવાની ક્રિયાને સુઘારે છે, જેથી પેટને લગતી અનેક સમસ્યા દૂર થાય છે. માટે તેનું સેવન કરવાથી આપણું પેટ સાફ થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો કરે છે. આ ડ્રાયફૂટનુ સેવન કરવાથી હૃદય પણ સ્વસ્થ રહે છે. તેમાં રહેલ કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે.
સાથે આપણા શરીરમાં રહેલ થાક અને નબળાઈને દૂર કરે છે. રોજે નિયમિત પાને સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે જેથી કોઈ પણ કામ કરવામાં ભરપૂર એનર્જી મળી રહે છે. માટે રોજે બે અંજીર ને દરેક મહિલાઓએ સવારે ઉઠીને ખાલી પેટ ખાઈ જવાના છે.
બદામ: બદામમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફાયબર, પ્રોટીન જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. બદામની તાસીર ગરમ હોય છે જેથી તેને રાત્રે એક બાઉલમાં ત્રણ થી ચાર બદામ પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાલી પેટ ખાઈ લેવાની છે.
બદામનું સેવન કરવાથી જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ રહે છે જેથી થાક અને નબળાઈ દૂર થઈ જાય છે. માટે મહિલાઓ કામ કરીએ થાકી જતા હોય તો બદામનું સેવન તેમના માટે ફાયદાકારક છે.
કિસમિસનું સેવન: કિસમિસમાં સૌથી વધુ લોહતત્વ મળી આવે છે જે આયર્નની ઉણપને પૂર્ણ કરે છે, માટે જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતી દુખાવો થતો હોય કે લોહીની ઉણપ થતી હોય તેમના માટે કિસમિસનું સેવન ખુબ જ ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ કિસમિસનું સેવન કરવું જોઈએ જેથી બાળક અને માતાનો સારો વિકાસ થાય છે.
માટે કિસમિસના 10 દાણા રાત્રે પાણીમાં પલાળીને રાખવાના છે અને સવારે ઉઠીને ખાલી પેટ કિસમિસ ખાઈ લેવાના છે, કિસમિસનું સેવન કરવાથી આપણા શરીરમાં થાક અને નબળાઈની સમસ્યા રહેતી નથી માટે દરેકે મહિલાઓએ નું સેવન કરવું જોઈએ.
મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે આ ત્રણ ડ્રાયફૂટ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ડ્રાયફ્રૂટ્સ મહિલાઓની શક્તિમાં વઘારો કરશે અને થાક અને નબળાઈને દૂર કરશે. મહિલાઓને આખો દિવસ ફ્રેશ રાખશે.