આ લેખમાં તમને કાળી દ્રાક્ષ ખાવાના અદભુત ફાયદા વિષે જણાવીશું. આપણે જાણીએ છીએ કે દ્રાક્ષ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેથી તેને નાના બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકો ખાય છે. આ દ્રાક્ષ શરીરમાં થતા મોટાભાગના રોગોને દૂર કરવામાં મદદ કરે છે.
દ્રાક્ષમાં ઘણા બધા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. તો આવો જાણીએ તેનું સેવન કઈ રીતે કરવું. સૌથી પહેલા તમારે એક વાટકીમાં પાણી લેવાનું છે, અને તેમાં 10 થી 12 દાણા કાળી દ્રાક્ષના નાખવાના છે, અને આખી રાત પાણીમાં પલાળીને રાખવાના છે.
આ દાણાને સવારે ઉઠીને જોશો તો તે દાણા ફૂલી ગયા હશે. હવે આ દાણાને ઉઠીને ખાલી પેટ ચાવી ચાવીને ખાઈ જવાના છે, ત્યારપછી તેનું પાણીને ગાળીને પી જવાનું છે. જો તમે રોજે દ્રાક્ષ ના દાણા અને તેનું પાણી પીવો છો તો શરીરમાં થતા મોટાભાગના રોગોનું જોખમ ઘટી જશે. હવે જાણીએ તેના થી થતા ફાયદાઓ વિષે.
લોહીને શુદ્ધ કરે: દ્રાક્ષ અને તેનું પાણી શરીરમાં લોહી બનાવવા અને લોહીના શુદ્ધિ કરણ માટે ખુબ જ ફાયદાકારક છે. તેને નિયમિત ખાવાથી શરીરમાં રહેલો બધો કચરો બહાર નીકળી જાય છે. જેના કારણે ચામડીને લગતા બધા રોગો મટે છે. આ સાથે જ ત્વચા સંબધિત નાની મોટી બધી જ સમસ્યા પણ દૂર થાય છે.
લીવરને સ્વસ્થ રાખે: કાળી દ્રાક્ષ લીવરને સ્વસ્થ રાખવા માટે ખુબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી લીવરની કાર્ય ક્ષમતામાં વધારો થાય છે, જેના કારણે લીવર સાથે જોડાયેલ તમામ રોગ દૂર થાય છે. જો તમારું લીવર કમજોર હોય અથવા લીવરની કામ કરવાની કાર્ય ક્ષમતા ઓછી હોય તો દ્રાક્ષ અને દ્રાક્ષના પાણીનું સેવન કરવું જોઈએ.
આંખોની કમજોરી દૂર કરે: દ્રાક્ષ નું સેવન આંખોનું તેજ વધારવા કરવું જોઈએ. તમને જણાવીએ કે દ્રાક્ષ ખાવાથી આંખોના નંબર ઓછા કરી શકાય છે. આંખોના નંબર ઓછા કરવા કાળી દ્રાક્ષ અને તેના પાણીનું સેવન થોડા દિવસ કરવું. આ ઉપાય આંખોમાં દુખાવા અને આંખોની લાલશને પણ દૂર કરે છે.
પેટના રોગ મટાડે: દ્રાક્ષ અને તેનું પાણી પીવાથી પેટની બધી જ સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, પેટમાં કૃમિ, એસીડીટી, વર્ષો જૂની કબજિયાત, અપચો દૂર થાય છે. આ સાથે જ તે પેટને ઠંડક આપે છે. આ ઉપરાંત તે છાતીમાં બળતરા, પેટની બળતરા અને પેશાબ માં થતી બળતરા માં રાહત આપવાનું કામ કરે છે.
હાડકાને મજબૂત બનાવે: દ્રાક્ષ માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે, તે હાડકાને જરૂરી કેલ્શિયમ ને કમીને પુરી કરે છે. જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે અને તમારે હાડકાને મજબૂત બનાવવા છે તો તમારે સૂકી દ્રાક્ષ ખાવી જોઈએ. તે સાંધા, સ્નાયુઓ, માંસપેશીઓ, જોઈન્ટ ને પણ મજબૂત કરે છે.