ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચુકી છે તેવામાં ઘણી બઘી નાની મોટી સમસ્યાઓ થવાનું પણ શરુ થઈ જતું હોય છે. આ બઘી સમસ્યાને ઘરે થી જ આસાનીથી દૂર કરી શકીએ છીએ. ઉનાળામાં ખાસ કરીને ઘણા લોકોને બળતરાની સમસ્યા રહેતી હોય, એસીડીટી ની સમસ્યા રહેતીઓ હોય છે.
આ ઉપરાંત હાથ પગમાં બળતરા થવી, ગરમીના કારણે માથામાં ગરમી ચડી જવાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે, પિત્ત પ્રકૃતિ હોય તેવા વ્યકતિએ પિતાને લગતી સમસ્યા થવી જેમકે પેટમા બળતરા થવી, ખોરાક પચવામાં મુશ્કેલી થવી જેવી ઘણી સમસ્યા પણ થતી હોય છે.
ઉનાળામાં ભરપૂર ગરમી પડી રહી છે તેવામાં શરીરમાં અશક્તિ અને નબળાઈ પણ રહેતી હોય છે, ગરમીમાં કયાંક બહાર જઈને આવીએ ત્યારે થાક લાગતો હોય છે, અશક્તિ આવી જતી હોય છે. શરીરમાં જયારે આયર્ન, વિટામિન-બી12 જેવા પોષક તત્વોની કમી થઈ જવાથી નબળાઈ અને અશક્તિ રહેતી હોય છે.
ઉનાળામાં શરીરમાં જયારે થાક, નબળાઈ જેવી સમસ્યા થાય ત્યારે ઘરે જ બનાવેલ આ ચૂરણ ખાઈ લેવાનું છે જેથી આ ચૂરણ કઈ રીતે બનાવવું અને આ ચૂરણથી કયાં કયાં ફાયદા થાય છે તેના વિષે જણાવીશું. આ ચૂરણ બનાવવા માટે આપણે સૂકી ખારેકની જરૂર પડશે.
ઉનાળામાં સૌથી વધુ પાચનને લગતી સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે કોઈ પણ ખોરાક બરાબર પૂરતો લઈ શકતા નથી, જેથી આપણે પેટ ભરીને ખાઈ નથી શકતા, આ માટે આ ચૂરણ ખુબ જ ઉપયોગી સાબિત થશે. જે તમને ભૂખ લગાડવામાં મદદ કરશે.
સૂકી ખારેક્માં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જેમકે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન-એ, વિટામિન-બી12, વિટામિન-કે જેવા તત્વોનો ખજાનો મળી આવે છે. જે ગરમીમાં પણ શરીરને ખુબ જ લાભદાયક સાબિત થાય છે.
આ ચૂરણ બનાવાની રીત: સૌથી પેહલા 300 ગ્રામ સૂકી ખારેકને મિક્સરમાં પીસીને પાવડર બનાવો ત્યાર પછી 35 ગ્રામ સુંઠ પાવડર અને 30 ગ્રામ સાકરના ટુકડાને મિક્સરમાં પીસીને પાવડર તૈયાર કરો. હવે આ ત્રણ વસ્તુને બરાબર હલાવીને મિક્સ કરી લો, ત્યાર પછી આ ચૂરણ પાવડરને એક કાચની બોટલમાં ભરી લો.
હવે આ ચૂરણ પાવડરને કઈ રીતે રીતે લેવું તેના વિષે પણ જણાવીશું. આ માટે તમારે એક ગ્લાસ દૂઘ લેવાનું છે તેને હૂંફાળું ગરમ કરવાનું છે, ત્યાર પછી તેમાં એક ચમચી ચૂરણ પાવડર મિક્સ કરીને બરાબર હલાવીને બે થી ત્રણ મિનિટ રહેવા દઈને પી જવાનું છે. આ પીણાંનું સેવન રાત્રે સુવાના પહેલા પી જવાનું છે.
આ પીણાંનું સેવન તમે સવારે પણ કરી શકો છો. પરંતુ રાત્રે આ પીણાંનું સેવન કરવાથી આખા દિવસ દરમિયાન શરીરમાં લાગેલ થાક પણ ઉતરી જશે અને તણાવ ને દૂર કરશે, જેથી રાત્રે સુવામાં તકલીફ નહિ પડે અને રાત્રે પથારીમાં પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી જશે.
આ પીણાંનું સેવન કરવાથી ઉનાળામાં શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખશે, ઘણા લોકોને મેરેજ પછી ઘણી બધી જાતીય સમસ્યા રહેતી હોય છે તે વ્યક્તિ આ દૂધનું સેવન કરશે તો ચોક્કસ તેમને જાતીય દરેક સમસ્યાને દૂર કરી દેશે અને વ્યવહારિક જીવનમાં ભરપૂર ખુશીયો લાવશે.
આ પીણું પીવાથી પાચનને લગતી સમસ્યા પણ દૂર થશે જેથી પેટને લગતી સમસ્યા દૂર થશે. જેથી ભૂખ પણ લાગશે અને શરીરને દરેક નબળાઈને દૂર કરશે. ઉનાળામાં બળતરા ની સમસ્યા રહેતી હોય તો આ પીણું ખુબ જ ફાયદાકારક છે. શરીરના હાથ પગના દુખાવા રહેતા હોય તો આ પીણું એક અમૃત સમાન સાબિત થશે.