શિયાળાની ઋતુમાં બજારમાં ઘણા પ્રકારની લીલા શાકભાજી અને ફળો આવવા લાગે છે.આ સિઝનમાં પાનવાળા શાકભાજી ઉપરાંત દૂધી પણ એકદમ તાજી લાગે છે. દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી તરત જ દૂધીનો રસ પીવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.
ઠંડકની અસર હોવા ઉપરાંત, તે તમારા બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. સ્વાસ્થ્યની સાથે-સાથે દૂધી ચહેરાની સુંદરતા વધારવા માટે પણ ફાયદાકારક છે. દુઘીથી તમે સફેદ વાળ અને કરચલીઓથી પણ છુટકારો મેળવી શકો છો.
દુધી ની અંદર વિટામીન એ, વિટામીન સી, કેલ્સિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા ફાયદાકારક વિટામિન્સ હોય છે. આયુર્વેદ ડૉ. દિક્ષા ભાવસાર સાવલિયાએ તાજેતરમાં જ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં દૂધીના ફાયદા અને શિયાળામાં તેને બનાવવાની રીત શેર કરી છે.
શિયાળા માટે દૂધીનો રસ કેવી રીતે બનાવવો : સામગ્રી : 2 મધ્યમ કદની દૂધી, 1 ચમચી જીરું, 18 થી 20 ફુદીનાના પાન, 2 થી 3 ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું
જ્યુસ કેવી રીતે બનાવશો : એક બ્લેન્ડરમાં બીજ વગરની દૂધી નાખો. સાથે જ આદુ, ફુદીનાના પાન, મીઠું (બ્લડપ્રેશર અને હૃદયના દર્દીઓ માટે નહીં) અને જીરું ઉમેરો. આ પછી એક કપ પાણી ઉમેરો અને 3-4 મિનિટ માટે બ્લેન્ડ કરો. તેમાં લીંબુનો રસ, મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. આ રસને ગાળીને રોજ સવારે વહેલા ઉઠ્યા બાદ પીવો.
દૂધીના ફાયદા : દૂધીનો રસ કુદરતી શુદ્ધિનું કામ કરે છે, તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. ખોપરી ઉપરની ચામડી પર દૂધીનો રસ લગાવવાથી ટાલ પડવી અને વાળના અકાળે સફેદ થવાથી છુટકારો મળે છે.
દૂધીમાં કેલરી અને ફેટનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. તેથી જો તમે વજન ઘટાડવા માંગતા હો તો દૂધીનો જ્યુસ પીવાનું ચાલુ કરી દો, દૂધીમાં રહેલું ફાઈબર ભૂખને કન્ટ્રોલ માં રાખે છે. જો તમને અવાર નવાર કબજીયાત ની સમસ્યા રહે છે તો દરરોજ સવારે ભૂખ્યા પેટે દૂધીનો જ્યુસ પીવાથી અચૂક ફાયદો થાય છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્ર ને મજબૂત બનાવે છે.
દૂધી એક કાર્ડિયો-ટોનિક અને મૂત્રવર્ધક પદાર્થ છે. તે પ્રકૃતિમાં ઠંડુ છે. તેનો ઉપયોગ પીડા, અલ્સર, તાવ અને શ્વસન સંબંધી વિકૃતિઓની સારવાર માટે પણ થાય છે કારણ કે તે વાત અને પિત્તને સંતુલિત કરે છે.
નોંધ-શિયાળાની ઋતુમાં દૂધીનો રસ કાઢતા પહેલા તેને ઉકાળો જેથી તમને શરદી કે ઉધરસ ન થાય.અસ્વસ્થ પેટવાળા લોકો માટે કાચો રસ પચવો મુશ્કેલ છે, તેથી બાફેલી દૂધી શ્રેષ્ઠ છે.