દરેક વ્યક્તિ પોતાની વ્યસ્ત જીવન શૈલીમાં ઘણા મશગુલ હોય છે. જેથી તે પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન આપી શકતા નથી. જેના કારણે તમને ઘણી નાની મોટી બીમારીઓથી જજુમી રહ્યા હોય છે.
ઘણી વખત ઘણા લોકોને મોં માંથી દુર્ગધ આવવાની સમસ્યા હોય છે. જે આપણી અનિયમિત ખાણી પીણી ના કારણે થઈ શકે છે. આ ઉપરાંત આપણે મોંની બરાબર સાફ સફાઈ ના કરીએ તો પણ મોં માંથી દુર્ગંઘ આવી શકે છે.
મોં માંથી આવતી દુર્ગધ ના કારણે આપણે કાયયનક બહાર ગયા હોય અને મોં માંથી વાસ આવે તો આપણે કઈ પણ બોલતા અચકાઈએ છીએ. જેના કારણે આપણે શરમનો સામનો કરવો પડતો હોય છે.
મોં માંથી આવતી વાસ શ્વાસ રૂપે બહાર આવે છે. આપણે ખાધેલ ખોરાક ના પચવાથી તે ખોરાક સડી જાય છે. જેના કારણે મોં માંથી ખરાબ વાસ રૂપે બહાર નીકળે છે. મોં માં આવતી દુર્ગધ ને દર કરવા માટેના આજે અમે તમને કેટલાક સચોટ ઉપાય જણાવીશું. જે શ્વાસ રૂપ બહાર આવતી દુર્ગઘને દૂર કરશે.
વરિયાળી: વરિયાળી દરેકના ઘરે મુખવાસમાં ખવાય છે. શ્વાસ રૂપે બહાર આવતી દુર્ગઘને દૂર કરવા માટે વરિયાળી ખુબ જ અસરકારક છે. જમ્યા પછી વરિયાળીનું સેવન કરવાથી શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે જેથી આપણી પાચનક્રિયા સારી થાય છે.
આ માટે તમારે જમ્યા પછી દરરોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ જેથી તેનો રસ મોં માં જવાથી આપણા મોમાં આવતી દુર્ગધ દૂર થઈ જશે. વરિયાળીનું સેવન કરવાથી મોં ફ્રેશ રહે છે. વરિયાળી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
અજમો: અજમો એક ઔષધીય દવા તરીકે વાપરવામાં આવે છે. તેમાં રહેલ ક્લોરોફિલ નામનું તત્વ હાનિકારક જીવાણુઓનો સામે લાદીને તેનો નાશ કરે છે. અજમો એક માઉથ ફ્રેશનર નું કામ કરે છે. આ સાથે શ્વાસમાંથી આવતી ખરાબ વાસને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. માટે એક ગ્લાસ ગરમ પાણીમાં અજમો મિક્સ કરીને તેના પાણીનું સેવન કરવાથી દુર્ગધ દૂર થઈ જશે.
ગ્રીન-ટી: ગ્રીન-ટીનુ સેવન કરવાથી આપણા આખા દિવસ દરમિયાન તાજગી ભર્યો રહે છે. ગ્રીન-ટિમાં સેવન કરવાથી હાનિકારક બેક્ટેયાનો વિનાશ કરી શક્ય છે. બેક્ટેરિયાનો નાશ કરવાથી મોં માં આવતી દુર્ગઘ પણ દૂર થઈ જાય છે. માટે દિવસની શરૂઆતમાં ગ્રીન-ટીનુ સેવન એક કપ કરવું જોઈએ. તેનું સેવન નિયમિત કરવાથી વજન પણ ઘટાડી શકાય છે.
તજ: તમને ભરપૂર માત્રામાં એન્ટી બેક્ટેરિયલ ગુણઘર્મો મળી આવે છે. જે મોંમાં આવતી ખરાબ વાસ ને દૂર કરશે. આ માટે તમે તજનો એક ટુકડો લઈને મોંમાં રાખી ને ખાઈ શકો છો. આ ઉપરાંત ગરમ પાણીમાં અડઘી ચમચી તજ પાવડર મિક્સ કરીને પણ પી શકાય છે અથવા તેના કોગળા પણ કરી શકાય. જેથી મોંમાં થી બહાર નીકળતા શ્વાસ માં આવતી દુર્ગઘ દૂર થઈ જશે.
ઉપરોક જણાવેલ ઉપાય બહાર નીકળતા શ્વાસ ની ખરાબ દુર્ગઘ ને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. જો તમે મોંમાં આવતી ખરાબ દુર્ગધ ની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે આ ઘરેલુ નુસ્ખા ખુબ જ અસરકારક સાબિત થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.