આજના સમયમાં મોટાભાગે ઘણા લોકો બહારના ઓઈલી ફૂડ ખાવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે, પરંતુ વધારે તારેલું અને ઓઈલી ફૂડ ખાવાથી શરીરમાં ઘણી બઘી બીમારીઓનું જોખમ પણ વધી જતું હોય છે. પરંતુ તેમ છતાં પણ અત્યારની નવી જનેશન પ્રમાણે આ આદત છૂટતી નથી.
જો તમને આ આદત છૂટતી નથી તો જયારે પણ તમે તેલવાળું, તળેલા બહારના જંકફૂડ અને ફાસ્ટફૂડ ખાઈ લો ત્યારે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ, જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમે તળેલી વસ્તુ ખાવાથી ઘણી સમસ્યામાં રાહત મળશે.
જંકફૂડ અને ફાસ્ટફૂડ વધારે પ્રમાણમાં ખાઈ લેવાથી પેટ ભરેલું લાગે છે, જેના કારણે તે ખોરાક ઝડપથી પચતો નથી, જેથી ક્વાજિયાત જેવી સમસ્યા થવાનું જોખમ વળી જાય છે, આ ઉપરાંત ખોરાક સડવા લાગે છે અને પેટની ચરબીમાં વધારો કરે છે જેથી વજન વધવા લાગે છે,આ ને પેટ પણ ફુલેલું હોય તેવું લાગે છે.
જો તમે આહારમાં ગમે તેવું ખાધું હોય તો આ નિયમોનું ગાઢ બાંઘીને પાલન કરી લેશો તો કયારેય પેટને લગતી સમસ્યા કે વજન વઘાવની સમસ્યા થશે નહીં. જો પેટ સાફ રહશે તો આપણા શરીરના મોટાભાગના રોગો દૂર રહેશે. તો ચાલો જાણીએ ઓઈલી ફૂડ ખાવાથી શરીરને થતા નુકસાનથી કઈ રીતે બચવું જોઈએ તેના વિષે જણાવીશું.
તળેલું અને વઘારે મસાલાવાળી વસ્તુ ખાઘા પછી આ ઉપાય જરૂર કરો: 1. હૂંફાળું ગરમ પાણી પીવું: જયારે પણ બહારનો કોઈ પણ ખોરાક ખાઘો હોય ત્યારે ઘરે આવીને પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરીને પી જવાનું છે, હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર તેજ થાય છે, જે ચરબી યુક્ત ખોરાકને ઝડપથી પચાવી દેવામાં મદદ કરે છે જેથી પાચનને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી.
2. લીંબુ પાણી પીવું: તેલયુક્ત ખોરાક ખાઘા પછી લીંબુ વાળું પાણી પીવું જોઈએ, જે શરીરને ડીટોક્સ કરે છે અને ઝેરી બઘા કચરાને દૂર કરે છે, લીંબુ માં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે ગમે તેવા ખાઘેલ ખોરાકને પચાવી દેવાની શક્તિ ઘરાવે છે. આ ઉપરાંત તે ચરબીને ઓગાળીને વજન ઓછું કરે છે.
3. ઠંડા પીણાં ના પીવા જોઈએ: કોઈ પણ ખોરાક હળવો કે ભારે ખોરાક ખાઘા પછી ક્યારેય ઠંડુ પાણી કે કોલ્ડ્રીંક ના પીવું જોઈએ. ભોજન પછી ઠંડા પીણાં પીવામાં આવે તો પાચનક્રિયા મંદ થઈ જાય છે જેના કારણે ખાધેલ ખોરાક પચતો નથી, માટે તળેલું કે તળિયા વગરનું ખાઘા પછી ફીઝમાં મુકેલા કોઈ પણ પીણાં ના પીવા જોઈએ.
4. ચાલવા નીકળવું: આમ તો રોજે રાત્રીના ભોજન પછી ચાલવું જ જોઈએ. પરંતુ જો તમે ઓઈલી અને ચરબી યુક્ત ખોરાક ખાઓ છો તો જરૂર ભોજન પછી ચાલવું જોઈએ. જે ખાઘેલ ખોરાક સરળતાથી પચાવવામાં મદદ કરે છે. રોજે ચાલવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.
5. ઊંઘવું નહીં: તેલ યુક્ત આહાર લીઘા પછી પેટ ભારે ભારે થઈ જાય છે જેના કારણે ઘણા લોકો ભોજન કરીને સુઈ જતા હોય છે, પરંતુ ભોજન કર્યા ના બે થી ત્રણ કલાક પછી જ સૂવું જોઈએ જેથી આપણી પાચનપ્રક્રિયા શરુ રહે. માટે ભોજન પછી તરત જ સુવાનું ટાળવું જોઈએ.