હાલના સમય માં મોટાભાગના લોકોને પેટને લગતી સમસ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે. આપણી ભાગદોડ ભર્યાં જીવનમાં આપણે બજારમા મળતા ફાસ્ટફૂડ અને જંકફૂડનું સેવન કરી લેતા હોઈએ છીએ. જેમાં ભરપૂર માત્રામાં મસાલા અને તેલ હોય છે.
આ ઉપરાંત બહારના ખોરાક ખુબ જ તીખા પણ હોય છે જેના કારણે એસીડીટી થવાનું જોખમ પણ વઘી જાય છે. વઘારે તીખું, તળેલું અને મસાલે દાર ખોરાક ખાવાના કારણે ઘણી વખત ખાટા ઓટકાર આવવાની સમસ્યા રહેતી હોય છે. આ ઉપરાંત પેટમાં ગડબડ પણ થતી હોય છે.
આ બઘી સમસ્યા આપણી અનિયમિત ખાણી પીણી અને આપણી રોજિંદા જીવનમાં પરિશ્રમના અભાવના કારણે આ સમસ્યા થઈ શકે છે. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી પેટને લગતી દરેક સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
પેટને લગતી સમસ્યા ને દૂર કરવા માટે આપણે આપણી મંદ પડી ગયેલ પાચનક્રિયા સુઘારવી પડશે. આ માટે તમારે બહારના ચરબી વાળા ખોરાક અને મેંદા વાળી વસ્તુઓ ખાવાની બંઘ કરવી પડશે. તો ચાલો જાણીએ પાચનશક્તિને મજબૂત કરીને પેટને લગતી બીમારીને દૂર કરી શકાય તેવા કેટલાક સુપરફુડ વિષે જણાવીશું.
લીંબુ: લીંબુ પેટને લગતી દરેક બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુમાં કેલ્શિયમ, વિત્તમાઇન-સી, આયર્ન, ફાયબર જેવા પોષક તત્વો મળી આવે છે. રોજે એક ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવામાં આવે તો ગેસ, અપચો, એસીડીટી જેવી પેટને લગતી બીમારીને દૂર કરવામાં મદદ મેળવી શકાય છે.
જો લીંબુ પાણીનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટને સાફ કરીને પાચનક્રિયાને સુઘારવામાં મદદ મેળવી શકાય છે. આ સાથે તેમાં રહેલ વિટામિન-સી આપણા શરીરની રોગપ્રતિકારક શકતીને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે અનેક રોગથી બચાવી રાખે છે.
આદું: આદુંમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે પેટને લગતી બીમારીને દૂર કરે છે. અડઘી ચમચી આદુના રસમાં એક ચમચી મઘ મિક્સ કરીને ચાટવામાં આવે તો આપણી મંદ પડી ગયેલ પાચનક્રિયાને તેજ કરવામાં મદદ કરે છે જેથી ગેસ ભરવાની સમસ્યા રહેતી નથી સાથે એસિડિટીમાં પણ રાહત મેળવી શકાય છે.
મોસંબી: મોસંબી વિટામિન-સી થી ભરપૂર છે. સાથે તેમાં સારી માત્રામાં ફાયબર મળી આવે છે જે ચયાપચયની ક્રિયાને તેજ બનાવે છે. જો ખાધેલ ખોરાક પચતો ના હોય અને ગેસ, એસિડિટી, અપચો, કબજિયાતની સમસ્યા રહેતી હોય તો જમ્યાના દોઢ કલાક પછી મોસંબીના ત્રણ ટુકડા ખાઈ લેવા જેથી ખોરાકને ઝડપી પચાવામાં મદદ મેળવી શકાય છે.
મોસંબીમાં રહેલ તત્વો પેટને સાફ રાખવામાં મદદ કરે છે જેથી જુના માં જૂની કબજિયાત પણ દૂર થઈ જાય છે. રોજે મોસંબીનું સેવન કરવાથી ચહેરામાં નિખાર લાવવામાં મદદ મેળવી શકાય છે. તેમ રહેલ વિટામિન-સી આપણા શરીરને અનેક રોગથી બચાવી રાખે છે.
જો તમને પાચન બરાબર થતું ના હોય તો આ વસ્તુઓનું સેવન કરવાની સાથે તમારે સવારે અને રાત્રીના સમયે થોડું ચાલવું જોઈએ સાથે સવારે ઉઠીને વાસી મોઢે એક ગ્લાસ હૂંફાળા પાણીનું સેવન પણ કરવું જોઈએ અને રાત્રે સુતા પહેલા પણ એક ગ્લાસ હૂંફાળું પાણી પીને સૂવું જોઈએ.
જેથી પેટ સરળતાથી સાફ થઈ જાય અને આપણી પાચનક્રિયાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત કોઈ પણ સમયે જમો ત્યારે પેટ ભરીને ક્યારેય ના જમવું જોઈએ અને વઘારે તીખું, તળેલું અને મસાલા વાળા ખોરાક ખાવાના ઓછા કરવા જોઈએ. જેથી પેટને લગતી અનેક સમસ્યાથી બચી શકાય છે.