શરીરમાં લોહીની ઉણપના કારણે સાંઘાના દુખાવા, માથાના દુખાવા, ઘુંટણના દુખાવા, પગના દુખાવા જેવી સમસ્યાઓ થતી હોય છે. લોહીની ઉણપના કારણે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.
જેના કારણે શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓ વઘવા લાગે છે. માટે લોહીની ઉણપને દૂર કરવા માટે આપણે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું. આ વસ્તુનું સેવન કરવાથી તમે ખુબ જ આસાનીથી લોહીમાં વઘારો કરી શકશો.
લોહી વધારવા માટે આજથી જ આ વસ્તુ ખાવાની ચાલુ કરી દો. ગાજર: દરરોજ એક ગાજરનું સેવન કરવાથી લોહી બને છે. આ ઉપરાંત દરરોજ એક ગાજરનો જ્યુસ બનાવીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને લોહીમાં વઘારો થાય છે.
બીટ: બીટ લોહી વઘારવા માટે સૌથી બેસ્ટ છે. માટે બીટને આહારમાં સમાવેશ કરવો જોઈએ. બીટને સલાડ અથવા તેનો જ્યુસ બનાવીને પણ સેવન કરી શકાય છે. જેથી લોહીમાં વધારો થાય છે. આ ઉપરાંત બીટનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો થાય છે.
પાલક: લીલી શાકભાજીમાં પાલકને ઉત્તમ માનવામાં આવે છે. માટે શિયાળામાં મળી આવતા પાલકનું સેવન ભરપૂર માત્રામાં કરવાથી લોહીની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી લોહીને શુદ્ધ કરે છે અને હિમોગ્લોબીન ને વઘારે છે.
ખજૂર: ખજૂરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. આ ઉપરાંત લોહીને વધારવાની વાત આવે તો તેમાં ખજૂરને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માટે લોહીને વઘારવા માટે દરરોજ ખજૂરના 3 થી 4 ટુકડાનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી લોહી શુદ્ધ રહે અને હિમોગ્લોબીનના સ્તરમાં વઘારો થાય છે.
કેળાં: કેળાંમાં રહેલ પ્રોટીન, આયર્ન જેવા ખનીજ તત્વોના કારણે લોહીમાં વઘારો કરવામાં ઉપયોગી છે. માટે દરરોજ એક કેળાનું સેવન કરવું જોઈએ જેથી લોહીની ઉણપ દૂર થાય અને હાડકાને પણ મજબૂત બનાવી દે છે.
લાલ જમરૂખ: શિયાળામાં ભરપૂર માત્રામાં મળી આવતા જમરૂખ મહિલાઓમાં થઈ રહેલ લોહીની ઉણપને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. માટે દરરોજ એક લાલ જમરૂખનું સેવન જરૂર કરવું જોઈએ.
કોબીજ: કોબીજનો ઉપયોગ સલાડ અને શાક બનાવવા માટે કરતા હોય છે. પરંતુ લોહી બનાવવા અને લોહીને શુદ્ધ કરવા માટે કોબીજને કાચી એટલેકે સલાડ બનાવીને સેવન કરવું જોઈએ. કાચી કોબીજ ખાવાથી શરીરને ભરપૂર વિટામિન મળી રહે છે.
ગોળ: ગોળમાં વઘારે માત્રામાં આયર્નનો સ્ત્રોત મળી આવે છે. માટે લોહીની ઉણપને દૂર કરવા માટે દરરોજ એક ટુકડો ગોળનું સેવન કરવું જોઈએ. દરરોજ ગોળનું સેવન કરવાથી શરીર એકદમ મજબૂત રહે છે.
જો તમારા શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય તો આજથી જ આ વસ્તુનું સેવન કરવાનું ચાલુ કરી દેવું જોઈએ.આ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં જરૂરી એવા પોષક તત્વોની કમી પણ દૂર થઈ જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.